કેટરીના કૈફ બાદ હવે મળી કરીના કપૂરની કાર્બન કૉપી, ફોટા વાયરલ
વધુ એક સ્ટારની કાર્બન કૉપીએ લોકોને ચોંકાવી દીધા છે અને તે સ્ટાર છે કરીના કપૂર.
હાલમાં જ ફિલ્મ અભિનેત્રી કેટરીના કૈફની હમશકલ અલીના રાયના ફોટાએ સોશિયલ મીડિયા પર જોરદાર છવાયા હતા. લોકો ટીક-ટોક સ્ટાર અલીનાના ફોટા જોઈને દરેક જણ ચોંકી ગયુ હતુ કે છેવટે તેમાં અને કેટરીનામાં આટલી સમાનતા કેવી રીતે છે. હાલમાં આ સવાલનો જવાબ લોકોને મળે એ પહેલા જ વધુ એક સ્ટારની કાર્બન કૉપીએ લોકોને ચોંકાવી દીધા છે અને તે સ્ટાર છે કરીના કપૂર.
કરીના કપૂરની કાર્બન કૉપી
બોલિવુડની બેબોની હમશક્લ પણ એક ટીકટોક સ્ટાર છે જેનુ નામ શનાયા સચદેવા છે અને જેની ઉંમર માત્ર 20 વર્ષની છે. તે દિલ્લીની રહેવાસી છે, શનાયા કરીનાના ગીતો અને તેની ફિલ્મોના ડાયલૉગ પર જ એક્ટિંગ કરતી દેખાય છે અને તેનુ ડ્રેસિંગ અને હેર સ્ટાઈલ ઘણી હદે કરીના જેવી જ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયા શનાયાના ફોટા અને વીડિયો
શનાયાએ કરીનાની ફિલ્મો જબ વી મેટ, કભી ખુશી કભી ગમ, મે પ્રેમ કી દીવાની હુ જેવી ફિલ્મોના ડાયલૉગ્સ પર એક્ટ કર્યુ છે. શાનાયાના આ ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકોએ તેની જોરદાર પ્રશંસા કરી છે અને તેને બોલિવુડમાં નસીબ અજમાવવા માટે સલાહ પણ આપી છે. વળી, અમુક લોકોએ તેના વજન પર ટીપ્પણી કરી છે.
આ પણ વાંચોઃ ઉમા ભારતીનુ વિચિત્ર નિવેદનઃ શ્વાસના ઉતાર ચડાવ જેવી છે મંદી, આવી છે તો જલ્દી જતી પણ રહેશે
અનુષ્કા શર્માની પણ હમશકલ મળી હતી..
આવુ પહેલી વાર નથી થયુ જ્યારે કોઈ બોલિવુડ અભિનેત્રીની હમશકલના ફોટા સોશિયલ મીડિયા પર છવાયા હોય, હજુ હાલમાં જ એક્ટ્રેસ અનુષ્કા શર્માની પણ હમશક્લ છોકરી લોકપ્રિય થઈ હતી. તેનુ નામ હતુ જુલિયા રૉબર્ટ્સ કે જે પોતે અમેરિકન સિંગર છે. વિરાટ કોહલીના હમશકલ ગૌરવ અરોરા પણ આજે ચર્ચિત હસ્તી બની ચૂક્યા છે, તેમને કોહલીના હમશકલ હોવાનો ફાયદો પણ મળી ગયો છે,તે ફિલ્મ ઝોયા ફેક્ટરમાં કેપ્ટન કોહલીનો જ રોલ પ્લે કરી રહ્યા છે.