For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ઝારા' મહેલમાં બર્થ-ડે મનાવશે કરીના કપૂર ખાન, જુઓ પટૌડી પેલેસના ફોટા

21 સપ્ટેમ્બરે કરીના કપૂર પોતાનો 39મો જન્મદિવસ પટૌડી સ્થિત ઈબ્રાહીમ પેલેસમાં મનાવવાની છે જેના માટે તે બે દિવસ પહેલાથી જ પતિ સૈફ અને દીકરા તૈમૂર સાથે પટૌડી પહોંચી ચૂકી છે.

|
Google Oneindia Gujarati News

21 સપ્ટેમ્બરે કરીના કપૂર પોતાનો 39મો જન્મદિવસ પટૌડી સ્થિત ઈબ્રાહીમ પેલેસમાં મનાવવાની છે જેના માટે તે બે દિવસ પહેલાથી જ પતિ સૈફ અને દીકરા તૈમૂર સાથે પટૌડી પહોંચી ચૂકી છે પરંતુ આ દરમિયાન એક મઝાનો પરંતુ વિચિત્ર કિસ્સો પણ સામે આવ્યો છે. વાસ્તવમાં સૈફ જ્યારે પોતાની પત્ની અને દીકરાને લઈને પટૌદી જઈ રહ્યા હતા ત્યારે તે રસ્તો ભૂલી ગયા, સૈફે એરપોર્ટથી એસયુવી ટેક્સી હાયર કરી અને આગલી સીટ પર બેસી ગયા, પાછળ કરીના બેઠી હતી.

પોતાના જ મહેલનો રસ્તો ભૂલી ગયા નવાબ સાહેબ

પોતાના જ મહેલનો રસ્તો ભૂલી ગયા નવાબ સાહેબ

પરંતુ આ દરમિયાન તે પોતાના મહેલનો રસ્તો ભૂલીને બજાર તરફ જતા રહ્યા. થોડા વાર પછી સૈફને એ વાતનો અહેસાસ થયો કે તે ખોટા રસ્તો આવી ગયા છે. ત્યારબાદ સેફે રસ્તામાં એક છોકરાને રસ્તો પૂછ્યો, તેમને જોઈને તે છોકરો પણ ચોંકી ગયો. તેણે રસ્તો બતાવ્યો અને મહેલ સુધી લઈને ગયો. હાલમાં આ સમાચાર સામે આવતા જ લોકો સોશિયલ મીડિયા પર જોરદાર મઝા લઈ રહ્યા છે. હાલમાં જ્યારે મહેલની નીકળી જ છે તો ચાલો વિસ્તારથી જાણીએ આના વિશે જ્યાં પટૌદીની વહુ-બેગમ પોતાનો જન્મદિવસ મનાવવાની છે...

કરીના-સૈફે પટૌદી પેલેસમાં જ કર્યા હતા લગ્ન

કરીના-સૈફે પટૌદી પેલેસમાં જ કર્યા હતા લગ્ન

તમને જણાવી દઈએ કે કરીના-સૈફે પોતાના લગ્નની પાર્ટી પણ આ મહેલમાં જ આપી હતી. સૈફનો આ મહેલ બહુ જ સુંદર છે, તમને જાણીને નવાઈ લાગશે કે પટૌદી પેલેસ સૈફના પિતા મંસૂર અલી ખાન પટૌદીને વારસામાં મળ્યો હતો અને તેને તમે ઘણી ફિલ્મોમાં પણ નજીકથી જોઈ ચૂક્યા છો. પાકિસ્તાની ઝારા હયાત ખાનનો મહેલ આ જ હતો...હવે તમે પૂછશો કે કેવી રીતે, તો સાંભળો તમે યશ ચોપડાની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક વીર-ઝારા યાદ છે. જેમાં ઝારા હયાત ખાનને પાકિસ્તાનના નવાબ સાહેબની દીકરી બતાવવામાં આવી હતી અને તે ખૂબ જ સુંદર આલીશાન મહેલમાં રહેતી હતી તો એ મહેલ બીજો કોઈ નહિ પટૌદી પેલેસ જ હતો.

આ પણ વાંચોઃ ચંદ્રયાન 2: હવે ક્યારેય નહિ ઉઠે લેંડર વિક્રમ.. આ કારણે થઈ ગયુ ક્રેશઆ પણ વાંચોઃ ચંદ્રયાન 2: હવે ક્યારેય નહિ ઉઠે લેંડર વિક્રમ.. આ કારણે થઈ ગયુ ક્રેશ

મે યહાં હુ....ગીત અહીં જ ફિલ્માવાયુ હતુ...

મે યહાં હુ....ગીત અહીં જ ફિલ્માવાયુ હતુ...

આ પેલેસમાં જ ફિલ્મનું ફેમસ ગીત મે યહાં હુ...અહીં ફિલ્માવામાં આવ્યુ હતુ. આ મહેલમાં વીર ઝારા ઉપરાંત ઘણી બધી ફિલ્મોનુ શૂટિંગ થઈ ચૂક્યુ છે. ઘણા ઓછા લોકોને ખબર છે કે પટૌદી પેલેસને તમે વીર ઝારા, મંગલ પાંડે, રંગ દે બસંતીમાં જોઈ ચૂક્યા છો.

મહેલમાં જ છે કબ્રગાહ

મહેલમાં જ છે કબ્રગાહ

તમને જણાવી દઈએ કકે હરિયાણાના ગુડગાંવથી 26 કિલોમીટર દર અરવલ્લીની પર્વતમાળામાં વસેલા પટૌદી રિયાસતનો ઈતિહાસ લગભગ 200 વર્ષ જૂનો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને પટૌદી રિયાસતના 9માં નવાબ મંસૂર અલી ઉર્ફે ટાઈગરના મોત બાદ 2011માં તેમના પુત્ર સૈફ અલી ખાન અહીંના 10માં નવાબ બન્યા હતા. પટૌદી રિયાસતની સ્થાપના સન 1804માં થઈ જે પહેલા નવાબ સૈફે પૂર્વજ ફૈઝ તલબ ખાન હતા. મંસૂર અલી ઉર્ફે નવાબ પટૌદીના મૃત્યુ બાદ તેમને મહેલના પરિસરમાં જ દફનાવવાં આવ્યા હતા. તેમના અન્ય પૂર્વજોની કબર પણ અહીં આસપાસ છે.

English summary
kareena kapoor khan to celebrate her birthday at pataudi palace means pakistani zaara khan home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X