For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: કરીના કપૂર ખાન આવી રીતે રાખે છે પોતાનુ બોડી ફીટ

કરીના કપૂરની ફિટનેસનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ખૂબ જ અઘરી ગણાતી Pilates કસરત કરતી જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડની હોટ અને સેક્સી અભિનેત્રી કરીના કપૂર આગળ આજની 16 વર્ષની છોકરીઓ પણ પાણી ભરે છે. બોલિવુડમાં ઝીરો સાઈઝની શરૂઆત કરનાર કરીના કપૂરની ફિટનેસ આજે પણ એટલી જોરદાર છે જેને જોઈને કોઈ પણ ના કહી શકે કે કરીના એક બાળકની મા છે. તે આજે પણ પહેલાની જેમ ફિટ અને સેક્સી છે. જેની પાછળ કોઈ ચમત્કાર નહિ પંરતુ તેનો પોતાના પ્રત્યેનો પ્રેમ અને પોતાના પ્રત્યે ધ્યાન આપવુ છે.

Pilates કસરત કરે છે કરીના કપૂર

Pilates કસરત કરે છે કરીના કપૂર

કરીના ડેઈલી જીમ જાય છે ને ત્યાં તે કલાકો સુધી વર્કઆઉટ કરે છે. તેની ફિટનેસનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ખૂબ જ અઘરી ગણાતી Pilates કસરત કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃઅમિતાભ ખેડૂતોનું 1.25 કરોડ દેવુ ચૂકવશે, શહીદોના પરિવારને 1 કરોડ આપશેઆ પણ વાંચોઃઅમિતાભ ખેડૂતોનું 1.25 કરોડ દેવુ ચૂકવશે, શહીદોના પરિવારને 1 કરોડ આપશે

કરીના કલાકો સુધી જિમમાં પાડે છે પરસેવો

કરીનાની ટ્રેનર નમ્રતા પુરોહિતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. કરીના સાથે આ વીડિયોમાં બીજી ફિટનેસ આઈકોન મલાઈકા અરોરા પણ જોવા મળી રહી છે. બંને જોરદાર વર્કઆઉટ કરતી દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ Pilates કસરત કરવી બહુ સરળ નથી. તેને હંમેશા નિષ્ણાતની દેખરેખ હેઠળ જ કરવી જોઈએ.

આ કસરતનું અસલી નામ કંટ્રોલોજી છે

આ કસરતનું અસલી નામ કંટ્રોલોજી છે

Pilates કસરતની મદદથી કોન્સનટ્રેશન, બ્રીધિંગ અને ફ્લોઈંગને વ્યવસ્થિત કરવામાં આવે છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સારુ રહે છે. બોલિવુડ ઉપરાંત હોલિવુડમાં પણ આ કસરતના દીવાનાઓની કમી નથી. આ કસરતનું સાચુ નામ કંટ્રોલોજી છે જેને તેના સંશોધક જોસેફ પિલેટે રાખ્યુ હતુ.

આ પણ વાંચોઃસડક 2: સુશાંત સિંહ અને આલિયા ભટ્ટ રોમાન્સ કરતા જોવા મળશેઆ પણ વાંચોઃસડક 2: સુશાંત સિંહ અને આલિયા ભટ્ટ રોમાન્સ કરતા જોવા મળશે

English summary
Khan has often been seen working out with her trainer, Namrata Purohit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X