For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો

સોમવારે મુંબઈ પોલિસે એક વ્યક્તિની ટીવી અને ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપૂરનો પીછો કરવાના આરોપમાં ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

સોમવારે મુંબઈ પોલિસે એક વ્યક્તિની ટીવી અને ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપૂરનો પીછો કરવાના આરોપમાં ધરપકડ કરી છે. 32 વર્ષનો આ વ્યક્તિ છેલ્લા ઘણા મહિનાઓથી એકતાનો પીછો કરી રહ્યો હતો. પોલિસે જણાવ્યુ કે તેને 30થી વધુ વખત એકતાની આસપાસ જોવામાં આવ્યો છે. તે મંદિર હોય કે જિમ. સુધીર રાજેન્દ્ર સિંહ નામનો આ વ્યક્તિ એકતા સાથે દોસ્તી કરકીને તેમની સાથે કામ કરવાનો મોકો મેળવવા ઈચ્છતો હતો.

ekta kapoor

જીમથી લઈને મંદિર સુધી કરતો હતો પીછો

પોલિસે આરોપીને ત્યારે પકડ્યો જ્યારે એકતા કપૂરની કંપનીએ આની ફરિયાદ કરી. પોલિસ અધિકારીએ જણાવ્યુ કે અમને મળેલી ફરિયાદમાં કહેવામાં આવ્યુ હતુ કે એકતા કપૂરના વારંવાર નજરઅંદાજ કરવા છતાં પણ એક વ્યક્તિ સતત તેમનો પીછો કરી રહ્યો છે. હાલમાં જ હદ ત્યારે થઈ ગઈ જ્યારે તે વ્યક્તિ એકતાનો પીછો કરતા કરતા મંદિર આવી ગયો અને વાત કરવાની કોશિશ કરવા લાગ્યો. આ દરમિયાન સિક્યોરિટીએ તેને રોક્યો. તે સમયે ગાર્ડે તેને ફરીથી ન જોવાની ચેતવણી આપી પરંતુ તેમછતાં તે એકતાના જીમ સુધી પહોંચીને તેની રાહ જોવા લાગ્યો. છેવટે મજબૂરીમાં એકતાની કંપની તરફથી ફરિયાદ કરવામાં આવી.

ક્યાંથી મળતી હતી એકતાની ખબર

પોલિસની ફરિયાદ બાદ તે વ્યક્તિને શોધવાનું શરૂ કરવામાં આવ્યુ અને છેવટે તે વીર દેસાઈ રોડથી પકડાયો. પોલિસ આરોપીના મોબાઈલની તપાસ કરીને એ જાણવાની કોશિશ કરી રહી છે કે એકતા વિશે તેને માહિતી કોણ આપતુ હતુ. પોલિસે જણાવ્યુ કે અમે એક ચાર્જશીટ જમા કરીશુ.

આ સ્ટાર્સ પણ બની ચૂક્યા છે ફેન્સની દિવાનગીના શિકાર

આ કોઈ પહેલી વાર નથી જ્યારે બોલિવુડ સાથે જોડાયેલ કોઈ હસ્તીનો આ રીતે પીછો કરવામાં આવ્યો હોય. આ પહેલા પણ ઘણી વાર આવા સમાચારો આવતા રહે છે. થોડા સમય પહેલા એક વ્યક્તિ દરેક જગ્યાએ કંગનાનો પીછો કરવાના આરોપમાં પકડાયો હતો. સની લિયોની, કેટરીના કૈફ અને વરુણ ધવન પણ આવી દિવાનગીના શિકાર બની ચૂક્યા છે.

આ પણ વાંચોઃ પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપને ઝટકો, પાર્ટી ઉપાધ્યક્ષ કોંગ્રેસમાં શામેલઆ પણ વાંચોઃ પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપને ઝટકો, પાર્ટી ઉપાધ્યક્ષ કોંગ્રેસમાં શામેલ

English summary
man arrested for stalking ekta kapoor for months
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X