For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મુસલમાનોને નિશાન બનતા જોઈ દુઃખ થાય છે': તાપસી પન્નુ

બોલિવુડ અભિનેત્રી તાપસી પન્નુએ કહ્યુ કે દેશમાં કોઈ એક ખાસ સમુદાયને નિશાન બનતા જોવુ નિરાશાજનક છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેત્રી તાપસી પન્નુએ કહ્યુ કે દેશમાં કોઈ એક ખાસ સમુદાયને નિશાન બનતા જોવુ નિરાશાજનક છે. તાપસીએ આ નિવેદન દેશમાં મુસ્લિમ સમુદાય માટે આપ્યુ. તેણે કહ્યુ, "એ જોવુ નિરાશાજનક છે કારણકે મારુ જીવન જ મુસ્લિમોથી ચાલે છે." તાપસીએ આ વાત પોતાની આવનારી ફિલ્મ 'મુલ્ક' ના ટ્રેલર લોન્ચ સમયે કરી. આ ફિલ્મ એક મુસ્લિમ પરિવારની વાર્તા છે જેને પોલિસ એક આતંકવાદી ષડયંત્રના આરોપમાં પકડે છે. તાપસીએ વકીલની ભૂમિકા નિભાવી છે જે આ પરિવારને નિર્દોષ સાબિત કરવાની લડાઈ લડે છે.

‘મુસલમાન જ ચલાવે છે મારુ જીવન'

‘મુસલમાન જ ચલાવે છે મારુ જીવન'

‘પિંક' અને ‘નામ શબાના' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ તાપસી પન્નુએ કહ્યુ કે તે દેશમાં કોઈ એક ખાસ સમુદાયને નિશાન બનતા જોઈને દુખી છે. તાપસીએ કહ્યુ કે, "એ નિરાશાજનક છે કે એક વિશેષ ધર્મને આ રીતે નિશાન બનાવવામાં આવે છે. એ હેરાન કરનારુ છે કારણકે મારુ જીવન મુસલમાનો દ્વારા ચલાવવામાં આવે છે. મારા મેનેજર, મારા ડ્રાઈવર, મારી હાઉસમેડ બધા મુસ્લિમ છે અને તે મારા જીવનનું અભિન્ન અંગ છે." તાપસીએ જણાવ્યુ કે આ જ કારણ હતુ કે તેણે ‘મુલ્ક' ફિલ્મ કરવાનો નિર્ણય લીધો.

‘હું આની સામે અવાજ ઉઠાવવા તૈયાર'

‘હું આની સામે અવાજ ઉઠાવવા તૈયાર'

તાપસીએ કહ્યુ કે જો કોઈને આ મુદ્દો ઉઠાવવા માટે આગળ આવવું પડે તો તેની જવાબદારી લેવા માટે તે તૈયાર છે. "જો કોઈને આના માટે અવાજ ઉઠાવવો હશે તો તે વ્યક્તિ હું બનીશ. આ ફિલ્મ કરીને હું તે પરેશાનીમાંથી બહાર આવી શકી." તાપસીએ કહ્યુ કે, "આ સરકારનો મામલો નથી, આપણો છે. આ ફિલ્મ દ્વારા અમે તે બતાવવાની કોશિશ કરી છે. ફિલ્મમાં કીધેલા બધા ડાયલોગ મે મારી દિલથી બોલ્યા છે."

તાપસી પાસે છે ઢગલો ફિલ્મો

તાપસી પાસે છે ઢગલો ફિલ્મો

અનુભવ સિન્હાના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ ‘મુલ્ક' 3 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. આમાં તાપસી પન્નુ ઉપરાંત ઋષિ કપૂર, આશુતોષ રાણા, પ્રતીક બબ્બર, નીના ગુપ્તા અને રજત કપૂર મુખ્ય ભૂમિકામાં છે. તાપસીની આ વર્ષે ‘મુલ્ક' ઉપરાંત ‘સૂરમા', ‘તડકા' અને ‘મનમર્જિયાં' રિલીઝ થવાની છે. વળી, તે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘બદલા' માં પણ સ્ક્રીન શેર કરતી જોવા મળશે જેનું દિગ્દર્શન સુજોય ઘોષ કરી રહ્યા છે.

English summary
Mulk' Actor Taapsee Pannu Says It Is Disturbing To See Muslims Being Targeted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X