For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અક્ષયની બ્લૉકબસ્ટર 2.0, પરંતુ શાહરુખે રિજેક્ટ કરી હતી પહેલી ફિલ્મ

અક્ષયની બ્લૉકબસ્ટર 2.0, પરંતુ શાહરુખે રિજેક્ટ કરી હતી ફિલ્મ

|
Google Oneindia Gujarati News

અક્ષય કુમાર- રજનીકાંતની ફિલ્મ 2.0 રિલીઝ થતાની સાથે જ બ્લૉકબસ્ટર થઈ ગઈ છે. લોકોને ફિલ્મ ભારે પસંદ આવી રહી છે. ખાસ કરીને રજનીકાંત અને અક્ષય કુમારની જોડીનાં ભારે વખાણ થઈ રહ્યાં છે. જણાવી દઈએ કે આ રજનીકાંતની ફિલ્મ રોબોટની સિક્વલ છે. 2010માં આઈ શંકરના નિર્દેશનમાં બનેલ ફિલ્મ રોબોટ બ્લૉકબસ્ટર રહી હતી.

ખાસ વાત છે કે ફિલ્મ રોબોટ માટે ડિરેક્ટર શંકરની પહેલી પસંદ રજનીકાંત નહોતા. જી હાં, રજનીકાંતની પહેલા આ ફિલ્મ કમલ હસનને ઑફર કરવામાં આવી હતી અને તે બાદ શાહરુખ ખાનને. રસપ્રદ વાત એ છે કે ઐશ્વર્યા રાયે પણ રોબો ફિલ્ મરિજેક્ટ કરી દીધી હતી. પરંતુ બાદમાં તે આ ફિલ્મનો ફરી હિસ્સો બની હતી.

આ હતી પહેલી પસંદ

આ હતી પહેલી પસંદ

રિપોર્ટ્સ મુજબ રોબોટ માટે કમલ હસન અને પ્રીતિ ઝિન્ટા પહેલી પસંદ હતા. પરંતુ ક્રિએટિવ લેવલ પર એક ન થઈ શકતા હોવાના કારણે ફિલ્મ રિજેક્ટ કરી દીધી

શાહરુખ પાસે આવી ફિલ્મ

શાહરુખ પાસે આવી ફિલ્મ

કમલ હસન બાદ રોબોટ શાહરુખને ઑફર કરવામાં આી. શાહરુખ એ સમયે પોતાના કરિયરની ઉંચાઈઓ પર હતો. તેમને ફિલ્મની સ્ક્રિપ્ટ તો બહુ પસંદ આવી અને તેણે પોતાના મિત્ર ફરાહ ખાન અને કરણ જોહરને પણ સ્ક્રિપ્ટ દેખાડી હતી.

શાહરુખે સ્ક્રિપ્ટ બદલી નાખી

શાહરુખે સ્ક્રિપ્ટ બદલી નાખી

રિપોર્ટ્સ મુજબ શાહરુખ જ્યારે સ્ક્રિપ્ટ પાછી લઈને શંકર પાસે આવ્યા તો સ્ક્રિપ્ટમાં ઘણા બદલાવ કરવામાં આવેલ હતા. જે ડિરેક્ટરને બિલકુલ પસંદ ન આવ્યા.

આવું ઈચ્છતો હતો શાહરુખ

આવું ઈચ્છતો હતો શાહરુખ

જણાવી દઈએ કે સ્ક્રિપ્ટ ઉપરાંત પણ કેટલીક બાબતો હતી જેમાં શાહરુખ અને શંકર વચ્ચે એકમત નહોતો થઈ શકતો. શંકર ઈચ્છતા હતા કે ફિલ્મનું વીએફએક્સ હૉલીવુડ કંપની પાસે કરાવવામાં આવે. જ્યારે શાહરુખ ઈચ્છતા હતા કે વીએફએક્સ એમની કંપની રેડ ચિલીઝ કરે. શાહરુખનું માનવું હતું કે જો તેઓ પોતાની ફિલ્મમાં રેડ ચિલીઝથી વીએફએક્સ નહિ કરાવે તો તેઓ અન્ય ડિરેક્ટર-પ્રોડ્યુસરને કેવી રીતે તૈયાર કરી શકશે.

ફિલ્મ રિજેક્ટ

ફિલ્મ રિજેક્ટ

શાહરુખ અને શંકર વચ્ચે આ વિવાદ બહુ વધી ચૂક્યો હતો. જેથી આખરે શાહરુખ ખાને ફિલ્મ રિજેક્ટ કરી દીધી.

ઐશ્વર્યાએ પણ ફિલ્મ રિજેક્ટ કરી હતી

ઐશ્વર્યાએ પણ ફિલ્મ રિજેક્ટ કરી હતી

પ્રીતિ ઝિન્ટાને ફિલ્મ ઑફર કરતા પહેલા શંકરે આ ફિલ્મ ઐશ્વર્યા રાયને ઑફર કરી હતી. પરંતુ બીજી ફિલ્મોમાં વ્યસ્ત હોવાના કારણે ઐશ્વર્યાએ ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી. પરંતુ થોડા સમય બાદ ફરીવાર શંકરે સંપર્ક કર્યો તો ઐશ્વર્યાએ હા કહી દીધી હતી.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

રિપોર્ટ્સ મુજબ ફિલ્મ રોબોટ માટે ઐશ્વર્યા રાયને 6 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી હતી. જો કે હવે 2.0 રિલીઝ થઈ ચૂકી છે અને દર્શકો ફિલ્મને ભારે પસંદ પણ કરી રહ્યા છે.

ઉત્તરાખંડમાં ‘કેદારનાથ' પર પ્રતિબંધ, લવ જેહાદને પ્રમોટ કરવાનો આરોપઉત્તરાખંડમાં ‘કેદારનાથ' પર પ્રતિબંધ, લવ જેહાદને પ્રમોટ કરવાનો આરોપ

English summary
Not many know, but Shahrukh Khan was the first choice for Shankar's Robot. But Shahrukh rejected the film. Later Rajnikanth done the film and became a blockbuster. 2.0 is sequel of Robot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X