For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અય્યારી ફિલ્મ રીવ્યુ: અક્ષય કુમાર ની ખોટ ચોક્કસ વર્તાઈ

નીરજ પાંડેની ફિલ્મ અય્યારી ખાડી દેશોમાં રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મ વિશે ક્રિટીક્સ અને દર્શકો ઘ્વારા અભિપ્રાય પણ આપવામાં આવી રહ્યો છે. ફેન્સ અને ક્રિટીક્સ બંનેને આ ફિલ્મ વધારે પ્રભાવિત કરી શકી નથી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

નીરજ પાંડેની ફિલ્મ અય્યારી ખાડી દેશોમાં રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મ વિશે ક્રિટીક્સ અને દર્શકો ઘ્વારા અભિપ્રાય પણ આપવામાં આવી રહ્યો છે. ફેન્સ અને ક્રિટીક્સ બંનેને આ ફિલ્મ વધારે પ્રભાવિત કરી શકી નથી.

અક્ષય કુમાર વિના નીરજ પાંડેની ફિલ્મ વધારે પ્રભાવિત કરતી નથી દેખાઈ રહી. આ ફિલ્મ એક યુવાનની કહાની છે જે આર્મીમાં છે. પરંતુ તેમાં ચાલી રહેલી ધાંધલી ને જાણીને તે પોતાનો રસ્તો બદલી નાખે છે. પરંતુ નીરજ પાંડે તે પોલિટિક્સ અને ધાંધલી ને બતાવવાથી ડરી રહ્યા છે.

નીરજ પાંડેએ સ્પેશ્યલ 26 અને વેડનસ ડે જેવી ફિલ્મો ઘ્વારા સાબિત કર્યું છે કે તેઓ સામાન્ય માણસ અને ઔરથોરિટી વચ્ચે કડી બનાવવાનું જાણે છે. પરંતુ અય્યારી ફિલ્મમાં તે નીરજ પાંડે ગાયબ થઇ ચુક્યો છે.

મનોજ બાજપાયી એ બચાવી ઈજ્જત

મનોજ બાજપાયી એ બચાવી ઈજ્જત

જો પરફોર્મન્સ વિશે વાત કરવામાં આવે તો મનોજ બાજપાયી ફિલ્મની ઈજ્જત બચાવી છે. તેઓ આખી ફિલ્મને પોતાના ખભા પર લઈને ચાલ્યા છે.

ખરાબ ડાયલોગબાજી

ખરાબ ડાયલોગબાજી

ફિલ્મનો ઘણો હિસ્સો ભ્રષ્ટ આર્મીની ડાયલોગબાજી માં નીકળી જાય છે અને તે પણ એવી ડાયલોગબાજી જે ગળે ઉતરી શકે જ નહીં.

ખરાબ કહાની

ખરાબ કહાની

અય્યારી લાંબી, બોરિંગ, થાકેલી અને ભટકાવે તેવી કહાની છે. પરંતુ જેને થોડો રોમાન્સ અને થોડી સારી થ્રિલર ફિલ્મ જોવાનો શોખ જોય તેમને જોવી જોઈએ. જોવા જઇયે તો થ્રિલર પણ ફિલ્મની એક કમજોર કડી છે.

દમ ક્યાં છે?

દમ ક્યાં છે?

નીરજ પાંડેની ફિલ્મમાં 8 થી 10 એવા ડાયલોગ હોય છે તે તમને યાદ રહી જાય છે. પરંતુ આ વખતે એવું કઈ જ નથી. ફિલ્મમાં કેટલાક ધ્યાન ખેંચે તેવા સીન છે પરંતુ યાદ રહી જાય તેવા સીન નથી.

છોડી દીધો મોકો

છોડી દીધો મોકો

અય્યારી જંગ પર બનેલી ફિલ્મ નથી એટલે તેમાં મ્યુઝિકનો પણ સારો ઉપયોગ થઇ શક્યો નહીં.

એક્શન સીન પણ ખરાબ

એક્શન સીન પણ ખરાબ

ફિલ્મનો સૌથી સારો ભાગ તેમાં એક્શન હોઈ શકતો હતો પરંતુ તેમાં પણ નીરજ પાંડે નિરાશ કરે છે. કેટલાક સીનને છોડીને બાકીના સીન તમને નિરાશ કરશે.

કાસ્ટ ની મહેનત

કાસ્ટ ની મહેનત

અય્યારી ફિલ્મની ટીમે પુરી મહેનત કરી છે. પરંતુ આખી ફિલ્મ સિદ્ધાર્થ અને મનોજ બાજપાયી પર આધારી છે. બાકી લોકો પાસે કામ કરવા માટે વધારે કઈ નથી.

સૌથી ખરાબ પક્ષ

સૌથી ખરાબ પક્ષ

ફિલ્મનો સૌથી ખરાબ પક્ષ તેની એડિટિંગ કહી શકાય છે. અય્યારી ખુબ જ લાંબી ફિલ્મ છે જે થકવી નાખે છે.

ક્યાં છે નીરજ

ક્યાં છે નીરજ

એમએસ ધોની પછી લોકોને નીરજ પાંડે પાસે ઘણી આશા હતી પરંતુ તેમની આશા તૂટી રહી છે. કહેવામાં આવે છે કે અય્યારી નીરજ પાંડેની સૌથી કમજોર ફિલ્મ છે.

English summary
Aiyaari Film review according to the Gulf Critics. The film releases a day before in gulf countries. Neeraj Pandey's film has failed to impress the Gulf Audiences.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X