For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dhadak Movie Review: ઈશાન ખટ્ટર શાનદાર, અહીં પાછળ રહી ફિલ્મ

ફિલ્મ રીમેક ઘણીવાર ફિલ્મ મેકર્સ માટે કેટલીક મુસીબતો લઈને આવે છે. ખાસ કરીને જયારે ફિલ્મ સેરાટ જેવી બ્લોકબસ્ટર ફિલ્મની રીમેક હોય. આ મરાઠી ફિલ્મે બધા જ લોકોનું દિલ જીત્યું હતું.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

Rating:
2.5/5
Star Cast: Janhvi Kapoor, Ishaan Khattar, Ashutosh Rana
Director: Shashank Khaitan

ફિલ્મ રીમેક ઘણીવાર ફિલ્મ મેકર્સ માટે કેટલીક મુસીબતો લઈને આવે છે. ખાસ કરીને જયારે ફિલ્મ સેરાટ જેવી બ્લોકબસ્ટર ફિલ્મની રીમેક હોય. આ મરાઠી ફિલ્મે બધા જ લોકોનું દિલ જીત્યું હતું. જયારે શશાંક ખેતાને ધડક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે ઘણા પ્રકારની વાતો થવા લાગી કે સેરાટ જેવી ક્લાસિક ફિલ્મને નહીં અડકવી જોઈએ.

મહારાષ્ટ્રની ઇન્ટિરિયર જગ્યાઓ સાથે સાથે શશાંકે આ લવ સ્ટોરીને રાજસ્થાનના ઉદયપુરમાં શાનદાર રીતે ફિલ્માવ્યું છે. જ્યાં મધુકર (ઈશાન ખટ્ટર) પોતાના કરતા ઉંચી જાતિની યુવતી પાર્થવી (જાહન્વી કપૂર) ને પ્રેમ કરવા લાગે છે. પાર્થવી ત્યાંના મોટા બાહુબલી નેતાની દીકરી છે. જોતજોતામાં પાર્થવી પણ મધુકરના પ્રેમમાં પડી જાય .છે જ્યાં એક તરફ બંને પ્રેમ કરનાર પ્રેમી દુનિયાથી બેખબર છે. ત્યાં બીજી બાજુ ઉંચ અને નીચ ની દીવાર તેમને એક મોટું પગલું ભરવા માટે મજબુર કરે છે. શુ તેમનો આ પ્રેમ સફળ થઇ શકશે?

Dhadak Movie Review

જો હિન્દી સિનેમા વિશે વાત કરવામાં આવે તો ટ્રેજિક લવ સ્ટોરી ધરાવતી ફિલ્મો પહેલા પણ સફળ રહી ચુકી છે. આમ જોવા જઇયે તો હિન્દી ફિલ્મોમાં જાતિને લઈને મશાન, અંકુર જેવી કેટલીક ફિલ્મો બની ચુકી છે. આ ઝોનરમાં સૌથી ક્લાસિક ફિલ્મ બિમલ રોયની 1959 દરમિયાન આવેલી સુજાતા ફિલ્મ છે.

ધડક ચોક્કસ એક સારી ફિલ્મ છે, પરંતુ આ ફિલ્મ કેટલીક જગ્યાઓ પર અમીર યુવતી અને ગરીબ યુવકની પ્રેમકહાની જેવી લાગે છે. ઈશાન ખટ્ટર અને જાહન્વી કપૂરની આ ફિલ્મમાં તમને સેરાટ ફિલ્મ જેવી સાદગી અને માસુમિયત નહીં જોવા મળે. આ ફિલ્મના કેટલાક કલાકોમાં તમે ઈશાન અને તેના મિત્રોની શાનદાર કેમેસ્ટ્રી અને જાહન્વી કપૂર માટે પ્રેમ ભરેલા સીન તમે એન્જોય કરશો. જયારે ફિલ્મના ઈન્ટરવલ પછી ફિલ્મ થોડી ફીકી પડી જાય છે. ફિલ્મમાં બતાવવામાં આવેલી સમાજની સચ્ચાઈ તમને હચમચાવી નાખવાને બદલે વધારે કંઈક ખાસ ઈમ્પ્રેસ નથી કરતી.

Dhadak Movie Review

ધડક ફિલ્મમાં પરફોર્મન્સ વિશે વાત કરવામાં આવે તો ઈશાન ખટ્ટરને કારણે તમે ફિલ્મની બધી જ ભૂલો માફ કરી દેશો. ઈશાન ખટ્ટર ઘ્વારા ફિલ્મમાં શાનદાર પરફોર્મર્સ આપવામાં આવ્યું છે. ખુશી હોય, દુઃખ હોય કે પછી કોમેડી બધા જ સીનમાં ઈશાન ખટ્ટરે શાનદાર અભિનય કર્યો છે. ધડક ના માસૂમ મધુકરના પ્રેમમાં તમે ચોક્કસ પડી જશો.

જાહન્વી કપૂર પણ ફિલ્મમાં શાનદાર દેખાઈ રહી છે. એક્ટિંગ વિશે વાત કરવામાં આવે તો તેને પોતાની ડેબ્યુ ફિલ્મ તરીકે ખુબ જ સારું કામ કર્યું છે. પરંતુ જો સેરાટ સાથે તુલના કરવામાં આવે તો પાર્થવી (જાહન્વી કપૂર) ચોક્કસ થોડી ફીકી લાગી.

Dhadak Movie Review

જો મ્યુઝિક વિશે વાત કરવામાં આવે તો ધડક ઈમ્પ્રેસ કરે છે. જે લોકોએ સેરાટ નથી જોઈ તેમને આ ફિલ્મ ચોક્કસ પસંદ આવશે. અમારી તરફથી આ ફિલ્મને 2.5 સ્ટાર.

English summary
Dhadak gives you all the grandeur and some noteworthy performances, but fails to capture the essence of Sairat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X