For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપર 30ના સંસ્થાપક આનંદકુમાર યુએસના પ્રતિષ્ઠિત ટીચર અવૉર્ડથી સમ્માનિત

સુપર 30ના સંસ્થાપક અને લોકપ્રિય ગણિતજ્ઞ આનંદ કુમારને દેશના જરૂરિયાતમંદ છાત્રોને શિક્ષણ આપવા બદલ અમેરિકામાં ધ એજ્યુકેશન ફૉર એક્સીલન્સ શિક્ષણ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

સુપર 30ના સંસ્થાપક અને લોકપ્રિય ગણિતજ્ઞ આનંદ કુમારને દેશના જરૂરિયાતમંદ છાત્રોને શિક્ષણ આપવા બદલ અમેરિકામાં ધ એજ્યુકેશન ફૉર એક્સીલન્સ શિક્ષણ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ સમ્માન શિક્ષણ ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2019 સપ્તાહના કાર્યક્રમના અંતમાં સૈન જોસ, કેલિફોર્નિયામાં સંગઠનની 25મી વર્ષગાંઠ પર ફાઉન્ડેશન ફૉર એક્સીલન્સ (એફએફઈ) દ્વારા આનંદ કુમારને આપવામાં આવ્યો હતો. તેમને આ સમ્માન જરૂરિયાતમંદ છાત્રોને શિક્ષિત કરવામાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો.

વૈશ્વિક સ્તરે મોટો બદલાવ

વૈશ્વિક સ્તરે મોટો બદલાવ

આ કાર્યક્રમમાં બોલતા આનંદ કુમારે દુનિયાની બધી સમસ્યાઓ સામે લડવા માટે શિક્ષણને સૌથી મજબૂત હથિયાર બનવામાં મદદ કરવા માટે સંયુક્ત રાજ્ય અમેરિકા અને દુનિયાભરમાં રહેતા મજબૂત ભારતીય સમાજનો પ્રચાર કર્યો. આ દરમિયાન તેમણે કહ્યુ કે લોકોને સારુ શિક્ષણ પૂરુ પાડવાથી વૈશ્વિક સ્તરે મોટો બદલાવ આવશે. આનાથી ગરીબી, બેરોજગારી, જનસંખ્યા વિસ્ફોટ, પર્યાવરણ સંરક્ષણ જેવી સમસ્યાઓ સામે લડવામાં મદદ મળશે.

શિક્ષણથી મોટ કોઈ ઉપહાર નહિ

આનંદ કુમારે કહ્યુ કે ભારત સહિત દુનિયાભરના અલગ અલગ ક્ષેત્રોમાં ભારતીય ચમત્કાર કરી રહ્યા છે અને તેમના સમાજને કંઈક આપવુ તેમના માટે ખૂબ સંતોષજનક હશે. શિક્ષણથી વધીને કોઈ ઉપહાર ન હોઈ શકે. તમને જણાવી દઈએ કે આનંદ કુમાર છેલ્લા 18 વર્ષોથી ભારતના પ્રીમિયર આઈઆઈટી-જેઈઈ માટે એક વર્ષીય આવાસીય કોચિંગના માધ્યમથી 30 છાત્રોને મફતમાં પ્રશિક્ષણ પૂરુ પાડવા માટે એક અત્યાધિક નવીન સુપર 30 કાર્યક્રમ ચલાવી રહ્યા છે. આનંદ કુમારે કહ્યુ કે એક શિક્ષિત દુનિયા વધુ સમજ અને કરુણાના કારણે વધુ સારી જગ્યા હશે.

આ પણ વાંચોઃ IIFA Award 2019: કોને મળ્યો બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ અવૉર્ડ, જુઓ વિનર્સની લિસ્ટઆ પણ વાંચોઃ IIFA Award 2019: કોને મળ્યો બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ અવૉર્ડ, જુઓ વિનર્સની લિસ્ટ

સફળતાની મુસ્કાન

સફળતાની મુસ્કાન

તેમણે કહ્યુ કે આજના સમયમાં ખાલીપણુ વધી રહ્યુ છે જે માત્ર શિક્ષણ ભરી શકે છે. કોઈને પણ યોગ્ય અવસર આપો. આ ઉપરાંત તેમણે જરૂરિયાતમંદ છાત્રોને શિષ્યવૃત્તિ આપવા અને જરૂરિયાતમંદો વચ્ચે શિક્ષણની જ્વાળા જગાવવા માટે એફએફઈનો આભાર માન્યો. આનંદ કુમાર જે હાલમાં જ ઋતિક રોશ અભિનીત બાયોપિકની સફળતા માટે સમાચારોમાં છવાયા હતા. સાથે જ તેમણે કહ્યુ કે વંચિતો માટે પેઢીગત બદલાવ લાવવા માટે શિક્ષણની શક્તિ બહુ વધુ છે જે છેવટે રાષ્ટ્રના વિકાસની કહાનીમાં ગતિ લાવશે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે સુપર 30ના પોતાના નાના પ્રયાસના માધ્યમથી મે અનુભવ કર્યો છે કે કોઈના ચહેરા પર સફળતાની મુસ્કાન એક પહેલી પેઢીના શિક્ષાર્થી પૂરા પરિવાર માટે માત્ર ચીયર્સ લાવે છે એટલુ જ નહિ પરંતુ આખા સમાજ માટે આશા જગાવે છે. આ દુનિયાની જરૂરિયાત છે અને તમારી જરૂરિયાત છે. લાખો લોકો માટે આશાને ગતિ આપવી.

English summary
Super 30 founder anand kumar felicitated by prestigious teaching award in america
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X