For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive: પાવર ઓફ પાટીદાર યુએસમાં થશે રજૂ, કેમ કે...

પાટીદાર આનામત આંદોલન પર આધારિત ફિલ્મને સેન્સર બોર્ડની પરવાનગી ન મળી.હવે આ ગુજરાતી ફિલ્મ ગુજરાતમાં નહિં પરંતુ, યુ.કે. યુએસએ અને દુબઇમાં થશે રિલીઝ.આ અંગે વધુ વાંચો અહીં..

By Oneindia
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ પર તૈયાર કરવામાં આવેલી ગુજરાતી ફિલ્મ પાવર ઓફ પાટીદારને ગુજરાતમાં સેન્સર બોર્ડની પરમીશન ન મળતા ફિલ્મ વિવાદમાં સંપડાઇ હતી અને તેના નિર્માતા ફિલ્મને રજુ કરી શક્યા નહોતા. ત્યારે ચુંટણી જાહેર થઇ તે સમયે જ ફિલ્મ રીલીઝનો માર્ગ મોકળો થયો છે. હા, પણ પાવર ઓફ પાટીદાર ફિલ્મને સેન્સર બોર્ડની પરમીશન નથી પણ પરતુ, આ ફિલ્મ યુ.કે, યુએસએ અને દુબઇમાં રીલીઝ કરવામાં આવનાર છે. જો કે ફિલ્મ પ્રોડુસર કે ડાયરેક્ટર રીલીઝ નહી કરે. પણ, આ ફિલ્મને યુ કેમાં રહેતા રાજા રેડ્ડી નામના બિઝનેશમેન આ ફિલ્મના રાઇટ્સ યુ કે અને દુબઇમાં રીલીઝ કરવા માટે લીધા છે અને નવેમ્બર મહિનામાં ફિલ્મને રીલીઝ કરવાની તૈયારી પણ પૂર્ણ કરી લીધી હોવાનું જાણવા મળે છે. જ્યારે યુએસએમાં આ ફિલ્મ રીલીઝ કરવાના રાઇટ્સ દિલ્હીમાં રહેતા જગદીશ શર્મા નામના વ્યક્તિએ ખરીદી કર્યા છે.

Gujarat

પાવર ઓફ પાટીદારના નિર્મતા દિપક સોનીએ વન ઇન્ડિયાને જણાવ્યુ છે કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને લઇને અમે આ ફિલ્મ બનાવી હતી જેમાં હાર્દિક પટેલને કેન્દ્રમાં રાખીને ફિલ્મનો પ્લોટ તૈયાર કરાયો હતો. પણ સરકાર વિરરૂધ્ધ આ ફિલ્મ બનાવવામાં આવી હોવાનું કારણ આપીને અમારી ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા પ્રમાણપત્ર આપવામા આવ્યુ નહોતુ. જેથી આશરે એક કરોડના ખર્ચે બનાવવામાં આવેલી ફિલ્મ ડબ્બામાં જાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી. આ પહેલા અમે સરકારમાં મુખ્ય મંત્રીથી લઇ વિરોધ પક્ષના નેતાઓને પત્ર લખી એકવાર ફિલ્મ જોવા માટે આમત્રણ આપ્યુ હતુ જેથી સરકાર તેમનો વહેમ દૂર કરી શકે. પરંતુ આ અંગે તેમના દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી.

જો કે હવે વિદેશમાં ફિલ્મ રીલીઝ કરવાનો માર્ગ મોકળો થયો છે કારણ કે ત્યા ફિલ્મને રીલીઝ કરવા માટે સેન્સર બોર્ડની પરમીશનની જરૂર નથી. દિપક સોની કહે છે કે રાજા રેડ્ડી આ ફિલ્મને યુ કે અને દુબઇમાં તેમજ જગદીશ શર્મા યુએસએમાં રીલીઝ કરવા માટે અમારી પાસેથી ખરીદી રહ્યા છે અને તે માટેની ડીલ પણ લગભગ પૂર્ણ થઇ ગઇ છે, જો કે કેટલી રકમમાં સોદો નક્કી થયો છે તે કહેવાનો દિપક સોનીએ ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ફિલ્મ ખર્ચ તેમજ યોગ્ય નફાનુ પ્રમાણ જાળવીને ડીલ થઇ છે. રાજા રેડ્ડીએ કહ્યુ કે યુ કે અને દુબઇમાં ખુબ મોટા પ્રમાણમાં ગુજરાતી પટેલ રહે છે અને તેમજ પાટીદાર અનામત આંદોલન ખુબ મહત્વનું છે. ત્યારે આ ફિલ્મ દ્વારા એનઆરઆઇને પણ ફિલ્મ જોવાનો હક છે. જેથી અમે આ ડીલ કરી છે

English summary
Gujarati Oneindia Exclusive : Power of Patidar Movie will release on Dubai and USA but not in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X