For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં કોઈ રેપ નથી કરતુ, બધું એકબીજાની મરજીથી થાય છે: શિલ્પા શિંદે

જ્યાં એક તરફ Me Too કેમ્પેઇન પર આખી એન્ટરટેઈન્મેન્ટ ઇન્ડસ્ટ્રી એક સાથે આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે, ત્યાં જ બિગ બોસ 11 વિજેતા શિલ્પા શિંદે તેને ખોટું ગણાવી રહી છે.

|
Google Oneindia Gujarati News

જ્યાં એક તરફ Me Too કેમ્પેઇન પર આખી એન્ટરટેઈન્મેન્ટ ઇન્ડસ્ટ્રી એક સાથે આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે, ત્યાં જ બિગ બોસ 11 વિજેતા શિલ્પા શિંદે તેને ખોટું ગણાવી રહી છે.

તેમને એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ રેપ નથી થતો. તેને એકબીજાની સમજૂતી કહી શકાય છે. તેમને આગળ જણાવ્યું કે આ બેવકૂફી છે, જે સમયે આવી ઘટના થાય તેવા સમયે જ તેની સામે અવાઝ ઉઠાવવો જોઈએ. મેં પણ સબક શીખ્યો છે.

આ પણ વાંચો: Me Too: આમિર ખાને યૌન શોષણના આરોપી ડાયરેક્ટરની ફિલ્મ છોડી

તેમને આગળ જણાવ્યું કે જયારે થાય ત્યારે જ બોલવું જોઈએ. પાછળથી બોલવાનો કોઈ જ અર્થ નથી. તેમને કહ્યું કે તેમને ખબર નથી કેમ હાલમાં લોકો આ ઇન્ડસ્ટ્રીને બદનામ કરી રહ્યા છે. તેમને કહ્યું કે રેપ નથી થતા આ બધું એકબીજાની સમજથી થાય છે. જો તમે તૈયાર નથી તો તમારે તેને છોડી દેવું જોઈએ.

આ પણ વાંચો: કૈલાશ ખેરે મારી જાંઘ પર હાથ રાખીને કહ્યુ તુ બહુ સુંદર છેઃ સોના મહાપાત્રા

જાણો Me Too કેમ્પેઇન વિશે બોલિવૂડ કલાકારો શુ કહી રહ્યા છે...

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા ઘ્વારા આગળ આવીને જણાવવામાં આવ્યું કે તનુશ્રી દત્તાએ તેની સાથે થયેલા યૌનશોષણ અને દુર્વ્યવહાર વિરુદ્ધ સામે આવીને ખુબ જ બહાદુરીનું કામ કર્યું છે.

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે ઘ્વારા લખવામાં આવ્યું છે કે તમે બોલો, ચૂપ ના રહો, અમે બધા તમારી સાથે છે. જો કોઈએ શર્મિંદા થવાનું હોય તો તે તમે નહીં પરંતુ શોષણ કરનાર શર્મિંદા થવો જોઈએ

પૂજા ભટ્ટ

પૂજા ભટ્ટ

પૂજા ભટ્ટે જણાવ્યું કે જયારે તે એકવાર એરપોર્ટ ગઈ હતી ત્યારે તેની બાજુમાં બેઠેલા એક મિત્રએ તેની છાતી પર હાથ રાખવાની કોશિશ કરી હતી.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે મહિલાઓ તેમની સાથે થયેલા યૌનશોષણ અંગે ખુલીને વાત કરે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ ઘ્વારા જણાવવામાં આવ્યું કે Me Too અભિયાન સ્ત્રી અને પુરુષ વચ્ચેની લડાઈ નથી.

રણવીર સિંહ

રણવીર સિંહ

રણવીર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે શોષણ મહિલાનું થાય કે પછી પુરુષનું થાય તે ખોટું છે.

English summary
Shilpa Shinde shocking reaction on Metoo movement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X