For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા અને અચાનક આવી પહોંચ્યો 7 ફીટ લાંબો મઘર

ગરબાની રમઝટ વચ્ચે અચાનક આવી પહોંચ્યો 7 ફીટનો મઘર

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ નવરાત્રીના અવસરે ગુજરાતના વિવિધ શહેરોમાં ખાસ ગરબા પાર્ટીની ધૂમ જોવા મળી રહી છે. તેમ જ વડોદરાના એક ગામમાં પણ ખાસ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભારે ભીડ ઉમટી પડી હતી. બધા જ શેરી ગરબાની આનંદ ઉઠાવી રહ્યા હતા એટલામા જ ત્યાં 7 ફીટ લાંબો મઘર પહોંચી ગયો. આ બિન આમંત્રિત મહેમાનને જોઈને સૌકોઈ ડરી ગયા હતા અને લોકો આમથી તેમ ભાગવા લાગ્યા હતા.

વડોદરાના પિપરિયા ગામની ઘટના

વડોદરાના પિપરિયા ગામની ઘટના

આ ઘટના વડોદરાથી 17 કિમી દૂર આવેલ પિપરિયા ગામની છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક લોકોએ સોમવારે રાત્રે શેરી ગરબાનું આયોજન કર્યું હતું. આ અવરસર પર લોકો ગરબાની મસ્તીમાં ડૂબ્યા હતા આ દરમિયાન એક મઘર પણ આવી પહોંચ્યો હતો, જે બહુ તેજીથી ગરબી તરફ આગળ વધી રહ્યો હતો. લોકોએ 7 ફીટ લાંબા મઘરને જેવો જોયો કે તુરંત હડકંપ મચી ગયો. અફરાતફરીનો માહોલ સર્જાયો અને લોકો આમથી તેમ ભાગવા લાગ્યા.

ગરબા રમવા આવ્યો મઘર

ગરબા રમવા આવ્યો મઘર

આયોજકોએ તુરંત મામલાને સંભાળી લીધો, તેમણે વન વિભાગને ઘટનાની જાણકારી આપી. જાણકારી મળતાની સાથે જ વન વિભાગની એક ટીમ મઘરને રેસ્ક્યૂ કરવા પહોંચી ગઈ. ભારે મથામણ બાદ મઘરને પકડવામાં સફળતા મળી હતી. વન વિભાગની ટીમે જણાવ્યું કે મઘરને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જો કે એક કલાક બાદ મઘરને રેસ્ક્યૂ કરવામાં સફળતા સાંપડી હતી.

વન વિભાગના અધિકારીઓએ રેસ્ક્યૂ કર્યો

વન વિભાગના અધિકારીઓએ રેસ્ક્યૂ કર્યો

વન વિભાગના અધિકારીઓએ મઘરને પકડ્યા બાદ વડોદરા સ્થિત વન વિભાગની નર્સરીમાં લઈ આવ્યા. અધિકારીઓએ જણાવ્યું કે આ મઘર નજીકમાં જ આવેલ પિપલિયા તળાવમાંથી આવ્યો હતો. પિપળિયા ગામમાં 5 હજારની વસ્તી રહે છે. સ્થાનિકોએ જણાવ્યું કે કેટલાક મહિના પહેલા પણ એક મઘર જોવા મળ્યો હતો, જેની સૂચના વન વિભાગના અધિકારીઓને આપી દેવામાં આવી હતી.

‘કૌન બનેગા કરોડપતિ' ના નામે ઠગી રહ્યા છે ફ્રોડ, આવી રહ્યા છે નકલી કોલ ‘કૌન બનેગા કરોડપતિ' ના નામે ઠગી રહ્યા છે ફ્રોડ, આવી રહ્યા છે નકલી કોલ

English summary
7 feet long crocodile interrupted garaba in vadodara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X