For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં પ્રિયંકા ગાંધીની પહેલી ચૂંટણી રેલીઃ જાગૃત બનો એનાથી મોટી કોઈ દેશભક્તિ નથી

બેઠક બાદ ગાંધીનગરના અડાલજમાં પ્રિયંકા ગાંધીએ પોતાની પહેલી રેલીને સંબોધિત કરતા ઘણી મહત્વની વાતો કહી કેન્દ્રની વર્તમાન સરકાર પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ પક્ષની વર્કિંગ કમિટીની મીટિંગ આજે ગુજરાતના અમદાવાદમાં થઈ. આ બેઠકમાં પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત દિગ્ગજ નેતાએ ભાગ લીધો. બેઠક બાદ ગાંધીનગરના અડાલજમાં પ્રિયંકા ગાંધીએ પોતાની પહેલી રેલીને સંબોધિત કરતા ઘણી મહત્વની વાતો કહી કેન્દ્રની વર્તમાન સરકાર પર નિશાન સાધ્યુ છે. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

Priyanka Gandhi

જાગૃતતા જ આ મુદ્દાઓને આગળ લાવી શકે છે

પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે અમારી જાગૃતતા જ આ મુદ્દાઓને આગળ લાવી શકે છે. પોતાના સંબોધન દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે આગલા બે મહિના તમારી સામે ઘમા વચનો આપવામાં આવશે પરંતુ તમારે નક્કી કરવાનુ છે અને ઓળખવાનું છે. તેમણે કહ્યુ કે તમે એ લોકોને સવાલ કરો જે લોકોએ 2 કરોડ રોજગાર આપવાના વચનો આપ્યા હતા. તમે એ લોકોને પૂછો જે લોકોએ 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યુ હતુ. આગલા બે મહિના ઘણા બધા મુદ્દા ઉછાળવામાં આવશે.

દેશની ફિતરત છે કે નફરતની હવાઓને પ્રેમ અને કરુણામાં બદલો

પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે હું પહેલી વાર અમદાવાદમાં આવી છુ અને સાબરમતી આશ્રમથી આ અવાજ ઉઠવો જોઈએ. એ લોકોને સવાલ કરવો જોઈએ જે લોકોએ તમને વચન આપ્યુ હતુ. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે દેશની ફિતરત છે કે નફરતની હવાઓને પ્રેમ અને કરુણામાં બદલે, આવનારા દિવસોમાં યોગ્ય નિર્ણય લો. યોગ્ય મુદ્દા પસંદ કરો કારણકે દેશ તમારો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે જ્યાં જુઓ ત્યાં નફરત ફેલાવવામાં આવી રહી છે, આનાથી જરૂરી વાત કંઈ ન હોઈ શકે.

રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન

પ્રિયંકા ગાંધીના સંબોધન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રેલીને સંબોધિત કરતા કહ્યુ કે ઈતિહાસમાં પહેલી વાર જ્યારે સુપ્રીમ કોર્ટના ચાર જજોએ કહ્યુ કે તેમને કામ કરવા દેવામાં આવતુ નથી. સામાન્ય રીતે લોકો ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં જાય છે પરંતુ આજે હિંદુસ્તાનમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જનતા પાસે જઈ રહ્યા છે અને ન્યાય માંગી રહ્યા છે.

આ પણ વાંચોઃ જેલમાં બંધ ક્રિશ્ચિયન મિશેલની પૂછપરછ કરવા માટે ઈડીને મળી મંજૂરીઆ પણ વાંચોઃ જેલમાં બંધ ક્રિશ્ચિયન મિશેલની પૂછપરછ કરવા માટે ઈડીને મળી મંજૂરી

English summary
Congress Priyanka Gandhi Vadra target PM modi during first election rally Gujarat Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X