For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદીઓના કામની ખબર: 2 દિવસ આ બધુ રહેશે બંધ

જાપાનના પીએમની મુલાકાત પહેલા વાંચી લો આ યુટીલિટી સમાચાર. બીઆરટીએસના રસ્તાથી લઇને આ રોડ રહેશે આ દરમિયાન બંધ. સાથે જ આ વસ્તુઓ પણ બે દિવસ માટે બંધ રાખવામાં આવી છે.

By Chaitali
|
Google Oneindia Gujarati News

અમદાવાદ મહેમાન બની રહ્યા છે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે. 13મી અને 14મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અમદાવાદ ખાતે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે ટ્રાફિક અને સુરક્ષાના કારણો સહ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. સાથે જ તંત્ર દ્વારા બીઆરટીએસની બસોને ડાવર્ટ અને બંધ કરવાના આદેશ પણ બહાર પાડવામાં આવ્યા છે. તો જો તમે અમદાવાદમાં રહેતા હોવ અને 13 અને 14મી સપ્ટેમ્બરના રોજ બહાર નીકળવા હોવ તો આ લેખ પહેલા જરૂરથી વાંચજો. કારણે તેવા અનેક રસ્તા છે જે આ દરમિયાન બંધ રહેશે.

બીઆરટીએસના આ રૂટ બંધ રહેશે

બીઆરટીએસના આ રૂટ બંધ રહેશે

વધુમાં એએમટીએસ બસમાં બે દિવસ 30 રૂટને ડાયવર્ટ કરાયા છે. જેમાં 130 બસોના રૂટને અસર થશે. ઇન્દિરાબ્રિજ, એરપોર્ટ સર્કલ, સુભાષબ્રિજ અને ચીમનભાઇ બ્રિજ પર આવતા રૂટ 30 રૂટને બપોરે 3 વાગ્યાથી રસ્તો ખુલ્લો ના થાય ત્યા સુધી ડાયવર્ટ કરવામાં આવશે. અને 14 સપ્ટેમ્બરે સાબરમતી, સુભાષબ્રિજ અને ચીમનભાઇ બ્રિજ, 132 ફૂટ રિંગ રોડ, વસ્ત્રાપુર, અખબારનગર, વાડજના કેટલાક રૂટ સવારે 8થી 11.30 વાગ્યા સુધી ડાયવર્ટ કરાયા છે. સાથે જ બીઆરટીએસના નીચેના રૂટ બંધ રહેશે.
1. ઝુંડાલ સર્કલથી કોમર્સ છ રસ્તા
2. આરટીઓથી મણિનગર
3. આરટીઓથી હાટકેશ્વર
4 આરટીઓથી સરક્યુલર
5 આરટીઓથી એન્ટિસરક્યુલર
6. એરપોર્ટ શટલ

કયા રસ્તાઓ બંધ રહેશે

કયા રસ્તાઓ બંધ રહેશે

1. એરપોર્ટ જવા શાહીબાગથી ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો બન્ને તરફના રોડનો ઉપયોગ નહીં કરતા આ રૂટનો ઉપયોગ કરી શકાશે.

  • પશ્ચિમ વિસ્તારથી એરપોર્ટ જવા માટે એસ.જી. હાઇવેથી વૈષ્ણોદેવી સર્કલ, ઝુંડાલ સર્કલથી તપોવન સર્કલથી ,એપોલો સર્કલ સુધીના એસ. પી. રિંગ રોડ થઈ ઇન્દિરાબ્રિજ સર્કલ અને ત્યાંથી હાંસોલ થઇ એરપોર્ટ રોડનો ઉપયોગ કરી શકાશે
    • કોટ વિસ્તાર તથા પૂર્વ અમદાવાદમાંથી એરપોર્ટ જવા દિલ્હી દરવાજાથી નમસ્તે સર્કલ,શાહીબાગ ઓવરબ્રિજ, ઘેવર સર્કલ,મેઘાણીનગર, મેમ્કો ચાર રસ્તા,નરોડા પાટિયા, ગેલેક્ષી અંડરબ્રિજથી હાંસોલથી એરપોર્ટ રોડનો ઉપયોગ કરી શકાશે.
    • નાના ચિલોડાથી નોબલનગર ટી, ઈન્દિરાબ્રિજ સર્કલ, હાંસોલથી એરપોર્ટ રોડનો ઉપયોગ કરી શકાશે.
    કયા રસ્તાઓ બંધ રહેશે

    કયા રસ્તાઓ બંધ રહેશે

    2. ડફનાળાથી રિવરફ્રન્ટ રોડ, રિવરફ્રન્ટ પિકનિક હાઉસ, શિલાલેખ ચાર રસ્તા, સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમથી ચંદ્રભાગા બ્રિજનો બંને તરફનો રોડ બંધ છે. તેના બદલે નીચેના રસ્તેથી તમે જઇ શકો છો.

    • દિલ્હી દરવાજાથી સાબરમતી જવા દિલ્હી દરવાજાથી દુધેશ્વર રોડ, દધિચિ બ્રિજ, વાડજ, પલક ટી, પ્રબોધ રાવળ સર્કલ, ચિમનભાઇ પટેલ ઓવર બ્રિજથી સાબરમતી જવાશે.

    3. દિલ્હી ચકલાથી ત્રણ ખુણિયા બગીચાથી મિરઝા પુર રોડ થઇ વિજળીઘર ચાર રસ્તા સુધીનો બન્ને તરફના રોડનો ઉપયોગ નહીં કરી શકાય. પણ નીચેના રોડનો ઉપયોગ કરી શકો છો.

    • દિલ્હી ચકલાથી પિત્તળીયા બંબા થઇ ઘી- કાંટા રોડનો ઉપયોગ કરવો.
    • દિલ્હી ચકલાથી પ્રેમ દરવાજા, કાલુપુરુ સ્ટેશન રોડનો ઉપયોગ કરવો.

    આ રસ્તા બંધ રહેશે

    આ રસ્તા બંધ રહેશે

    4. જિલ્લા પંચાયત લાલ દરવાજાથી જીજાભાઇ ચોક થઇ રૂપાલી સિનેમા કટ સુધીનો બન્ને તરફનો રોડ બંધ છે. તેના બદલે નીચેના રસ્તેથી જવું

    • વિક્ટોરીયા ગાર્ડનથી ખમાસા ચાર રસ્તા, ત્રણ દરવાજા- ગાંધીરોડ
    • વિક્ટોરીયા ગાર્ડન થઇ રિવરફ્રન્ટ રોડ ખુલ્લો.
    • નહેરુબ્રિજના પશ્ચિમ છેડેથી રૂપાલી સિનેમા સુધીના બન્ને તરફના રોડ બંધ.
    • નહેરુબ્રિજ ચાર રસ્તાથી ટાઉનહોલ ચાર રસ્તા થઇ એલિસબ્રિજ થઇ રાયખડ તરફ જતા રોડનો ઉપયોગ કરવો.

    શાળાઓ બંધ

    શાળાઓ બંધ

    એરપોર્ટના રસ્તા તરફ આવતી કેટલી શાળાઓએ 14મી તારીખે ટ્રાફિક અને રસ્તાઓ બંધ હોવાના કારણે શાળાઓ બંધ રાખી છે. વધુમાં 13મી તારીખે પણ અનેક શાળાઓ તેમના બાળકોને 12 વાગ્યાની આસપાસ જ છોડી મૂકશે. વળી કેટલીક શાળામાં પરીક્ષા ચાલતી હોવાથી તેના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યું છે.

English summary
13-14 September, During Japan PM Ahmedabad visit avoid this roads.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X