For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાયબ્રન્ટ સમિટ દરમિયાન સાયન્સ સિટીમાં ફ્યૂચર ટેક્નોલોજી પ્રદર્શન યોજાશે

વાયબ્રન્ટ સમિટઃ સાયન્સ સિટીમાં ફ્યૂચર ટેક્નોલોજી પ્રદર્શન

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019 દરમિયાન અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ફ્યુચરિસ્ટીક ટેકનોલોજી તેમજ સ્પેસ ટ્રાવેલ થીમ પર એક્ઝિબિશન યોજાશે. આ પ્રદર્શનમાં વિશ્વની ખ્યાતનામ કંપનીઓ માઇક્રોસોફ્ટ, આઇબીએમ, ફિલીપ્સ જેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જાણીતી ટેક્નોલોજીકલ કંપનીઓ દ્વારા વિકસિત કરેલા સંશોધન પ્રોજેક્ટ્સ રજુ કરશે. આરોગ્ય ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, શહેરી ગિતિશીલતાના ઉપકરણો તેમજ લાઈફસ્ટાઈલ સંબંધિત ટેક ઉપકરણોમાં એપ્લિકેશન્સ ધરાવતી ભવિષ્યલક્ષી ટેકનોલોજી વિશે મુલાકાતીઓ નિહાળી શકશે અને વાકેફ કરાશે.

સરકારી ખર્ચે કંપનીઓની પ્રોડક્ટનું થશે બ્રાન્ડીંગ ?

સરકારી ખર્ચે કંપનીઓની પ્રોડક્ટનું થશે બ્રાન્ડીંગ ?

પ્રદર્શનમાં વાણિજ્યિક હેતુ માટે ભવિષ્યમાં ઉપયોગમાં લેવાશે તેવી ટેકનોલોજીનું નિદર્શન કરવામાં આવશે. ભવિષ્યલક્ષી ટેકનોલોજી પ્રદર્શનમાં વિવિધ સ્માર્ટ ગેઝેટ્સ, જેમ કે, ઘરના તમામ ગેઝેટ્સને કંટ્રોલ કરી શકે તેવા સાધનો, સેલ્ફ-ડ્રાઈવિંગ વાહનો, ફેસિયલ અને બાયો-મેટ્રીક ઓળખ પદ્ધતિ, રોબોટ્સ અને ડ્રૉન્સને નિદર્શનમાં રાખવામાં આવશે. નવીન ટેકનોલોજી આપણને વાસ્તવિકતા સાથે પરિચય કરાવે છે કે, આપણે અદ્યત્તન ટેકનોલોજીની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. આ ટેકનોલોજી દુનિયાના લેન્ડસ્કેપને બદલવાની ક્ષમતા ધરાવે છે જેનો અહીં પરિચય મળશે. મુલાકાતીઓને આ પ્રદર્શનમાં નવીન અને ભવિષ્યલક્ષી ટેકનોલોજીને અનુભવવાની તક મળશે. જેમાં માઈક્રોસોફ્ટ હાલો લેન્સ, આઇબીએમ વાટ્સન, ગૂગલ લાઈફાઈ, એમેઝોન એલેક્સા, પાણીમાં સ્વયં ચાલે અને રીમોટની મદદથી જિંદગીને બચાવી શકાય તેવી લાઈફ સેવીંગ યુ-સેફ ટેકનોલોજી, સ્માર્ટ હોમ ઓટોમેશન, મિક્સ્ડ રિયાલિટી- ઑગમટેડ રિયાલિટી, ઈન્ડસ્ટ્રીયલ અને કસ્ટમર એપ્લિકેશનના ઉપયોગ માટે રોબોટિક, હોલોગ્રાફિક ટેક્નોલૉજી, કમ્પેનિયન રોબટ, ઈન્ડિજિનસ સ્પેસ સ્યૂટ અને સુપર કમ્પ્યુટર્સ વગેરેનો સમાવેશ થાય છે.

4 મહિના સ્પેશ હબ બની જશે સાયન્સ સિટી

4 મહિના સ્પેશ હબ બની જશે સાયન્સ સિટી

આ સિવાય આ પ્રદર્શનમાં નાસાના ક્યુરિયોસિટી મંગળ રોવર, વોસ્ટૉક 1, સ્પુટનિક 1, મૂનબૂટ્સ, મૂન હેબિટેટ એક વિસ્તૃત ચંદ્ર આવાસ અને જીવન વિશેના સ્કેલ મોડેલ્સ સાથે સજ્જ કરવામાં આવશે જે ધ્યાનાકર્ષક રહેશે. સ્પેશ ટેક્નોલોજી પ્રદર્શન 4 મહિના દરમિયાન ચાલુ રહેશે. જેમાં 20 જેટલા વૈજ્ઞાનિકોના સંસોધનનો નિહાળી શકાશે. રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચીવ ધનંજય દ્વિવેદીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન સાયન્સ અને ટેક્નોલોજી પર વધુ ફોક્સ રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સચીવે વાયબ્રન્ટ સમિટ દરમિયાન સાયન્સ સિટીની મુલાકાત લઇને ફ્યૂચરિસ્ટિક ટેક્નોલોજીથી વાકેફ થવા અનુરોધ પણ કર્યો હતો.

ન્યૂ ઇન્ડિયાના સ્વપ્નને મળશે વેગ

ન્યૂ ઇન્ડિયાના સ્વપ્નને મળશે વેગ

ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા સ્પેસ ટ્રાવેલ વિષયક વૈશ્વિક પ્રવાહોને વણી લેતું વૈવિધ્યસભર પ્રદર્શન દેશની સ્પેસ ટેકનોલોજીની ક્ષમતાને ઉજાગર કરશે પ્રદર્શનમાં 9000 ચોરસ ફીટથી વધુ વિસ્તારમાં આવરી લેવામાં આવશે. "શેપિંગ એ ન્યૂ ઈન્ડિયા" થીમ પર પ્રદર્શન યોજવામાં આવશે. સાયન્સ સિટી ખાતે આયોજિત પ્રદર્શનનો ઉદ્દેશ દેશના યુવાનોના મનમાં સ્પેસ સાયન્સ અને ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી ક્ષેત્રે ‘ન્યૂ ઈન્ડિયા' અને મેક ઈન ઈન્ડિયાના સંકલ્પને સાકાર કરવા એનેરું બળ પુરું પાડશે. ભવિષ્યલક્ષી ટેકનોલોજી પ્રદર્શનમાં કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલ એડવાન્સ ટેકનોલોજીનું પણ પ્રદર્શન કરવામાં આવશે તેની માહિતી આપતાં શ્રી દ્વિવેદીએ ક્હયું હતું કે, કન્સેપ્ટ ઓફ કન્ટેનર ફાર્મિંગ, અલ્ટીફર્મ મોડ્યુલર ઇનડોર ફાર્મ, 100 ટકા બાયોડિગ્રેડેબલ સબસ્ટિટ્યુડ ટુ પ્લાસ્ટિક, એડવાન્સ્ડ ડ્રાઇવિંગ અસિસ્ટ્ન્ટ સોલ્યુશન્સ, સ્માર્ટ ફેક્ટરી કોન્સેપ્ટ બાય પેનાસોનિક, હાયપરલૂપ મોબાલિટી, સ્માર્ટ એગ્રીકલ્ચર, ઑટોમેશન ટેકનોલોજી, ફિલિપ્સ લી-ફાય, એઆઈ-હેલ્થકેર સોલ્યુશન, ડ્રૉનનો (સર્વેલન્સ એન્ડ સિક્યુરીટી) અને અન્ય ટેકનોલોજી સાયન્સ સિટી ખાતે જોવા મળશે. ભવિષ્યલક્ષી ટેકનોલોજીનું નિદર્શન વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય જનતાને રોજિંદા જીવનને વધુ સુવિધાપૂર્ણ બનાવવામાં ઉચ્ચ ટેકનોલોજીની ભૂમિકા વિશે સમજ પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનશે.

4 મહિના સુધી ચાલશે એક્ઝિબિશન

4 મહિના સુધી ચાલશે એક્ઝિબિશન

આ ઉપરાંત આ પ્રદર્શનના આકર્ષણના કેન્દ્રો તરીકે જે વિષયો રજૂ કરાશે તેમાં અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટરી, ન્યુયોર્ક (amnh.org) અને ઈઝરાયલના મડાટેકઃ ઇઝરાયલ નેશનલ મ્યુઝિયમ ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ સ્પેસ, હૈફાના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનની મુલાકાતથી વિદ્યાર્થીઓને વિવિધ વિષયો અંગે જાણકારી પ્રાપ્ત થશે.

કેરળમાં ભાજપની હડતાળ, પ્રદેશ બંધનું આહ્વાન કેરળમાં ભાજપની હડતાળ, પ્રદેશ બંધનું આહ્વાન

English summary
futuristic technology exhibition will held at science city for 4 months starts with vibrant summit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X