For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' દ્વારા દેશના બધા મુખ્યમંત્રીઓને એક મંચ પર લાવવાવી કોશિશ

દેશના પહેલા ઉપ પ્રધાનમંત્રી અને લોખંડી પુરુષના નામથી પ્રખ્યાત સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિના અનાવરણના કાર્યક્રમની ગુજરાતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

દેશના પહેલા ઉપ પ્રધાનમંત્રી અને લોખંડી પુરુષના નામથી પ્રખ્યાત સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિના અનાવરણના કાર્યક્રમની ગુજરાતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નું અનાવરણ કરશે. આ કાર્યક્રમમાં દેશના દરેક રાજ્યના મુખ્યમંત્રીને બોલાવવાની વાત કરવામાં આવી રહી છે. 31 ઓક્ટોબર 2018 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ છે.

હમ સબ હે સાથ સાથ

હમ સબ હે સાથ સાથ

ગુજરાત સરકાર ઉદઘાટન સમારંભમાં શામેલ થવા માટે ભાજપ શાસિત અને બિન ભાજપ શાસિત રાજ્યો સહિત દરેક રાજ્યમાં એક ટીમ મોકલી રહી છે. ગુજરાત સરકાર તરફથી બધાને આમંત્રણ આપવામાં આવશે. આ ઉચ્ચ સ્તરીય ટીમ દેશના દરેક મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે. આ ટીમમાં એક સાંસદ અને આઠ ધારાસભ્ય છે. આ ઉપરાંત એક આઈએએસ અને એક આઈપીએસ અધિકારી પણ ટીમનો હિસ્સો છે. અત્યારે ટીમે ઔપચારિક રીતે ત્રિપુરાના મુખ્યમંત્રીને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' ના ઉદઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે.

આ પણ વાંચોઃ જયપુરમાં જોખમઃ 50 ને પાર પહોંચી ઝીકા વાયરસના દર્દીઓની સંખ્યાઆ પણ વાંચોઃ જયપુરમાં જોખમઃ 50 ને પાર પહોંચી ઝીકા વાયરસના દર્દીઓની સંખ્યા

12 વર્ગ કિમીની ઝીલ

12 વર્ગ કિમીની ઝીલ

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી મૂર્તિ છે. આ સ્મારક સરદાર સરોવર બંધથી 3.2 કિલોમીટરના અંતરે સાધુ બેટ નામની જગ્યાએ છે કે જે નર્મદા નદી પર એક ટાપુ છે. આ મૂર્તિ લગભગ 20 હજાર વર્ગ મીટરથી વધુ સ્થળોને ઘેરશે અને તેની ચારે તરફ 12 વર્ગ કિમીની એક કૃત્રિમ ઝીલ હશે.

દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ

દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ

રિપોર્ટ્સ અનુસાર સરદાર પટેલના પગ પાસે બે લિફ્ટ હશે અને તે ઉપર સરદાર પટેલની છાતી સુધી જશે. અહીંથી સરદાર સરોવર બંધનો શાનદાર નઝારો જોઈ શકાશે. આ દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ હશે અને તેનું નિર્માણ 31 ઓક્ટોબર, 2014 ના રોજ શરૂ કરવામાં આવ્યુ હતુ. તેને બનાવવાનો ખર્ચ 2939 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ 2013 માં ગુજરાતના મુખ્યંત્રીના પદ પર રહેતા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' બનાવવાનું એલાન કર્યુ હતુ.

આ પણ વાંચોઃ સુરતમાં બિહારના યુવકનું મોબ લિંચિંગ, લોખંડની પાઈપથી મારી મારીને હત્યાઆ પણ વાંચોઃ સુરતમાં બિહારના યુવકનું મોબ લિંચિંગ, લોખંડની પાઈપથી મારી મારીને હત્યા

English summary
Gujarat government to invite all CMs of the country on inauguration of Statue of Unity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X