For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્મૃતિ ઈરાનીએ સાંસદ ફંડનો દુરુપયોગ કર્યો, ગુજરાત હાઈકોર્ટનું સખ્ત વલણ

ગુજરાતમાં સ્મૃતિ ઈરાનીએ કર્યું 5.9 કરોડનું કૌભાંડ, જાણો વિગત

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતથી ભાજપના રાજ્યસભા સાંસદ સ્મૃતિ ઈરાનીના સાંસદ ફંડના કામમાં કૌભાંડની ગંધ આવતાં દાખલ જનહિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે પરિયોજના અમલિકરણ એજન્સી પાસેથી ધનરાશિ વસૂલવાને લઈ વિગતો માંગી છે. સ્મૃતિ ઈરાનીના ફંડમાંથી કામોમાં ગડબડી સામે આવી છે જે બાદ કાર્યદાયી સંસ્થાઓને વસૂલીના આદેશ પહેલા જ આપી દેવામાં આવ્યા છે. કેગના રિપોર્ટથી ખુલાસો થયા બાદ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અને આણંદ જિલ્લામાં અંક્લાબ વિધાનસભા સીટથી ધારાસભ્ય અમિત ચાવડાએ જુલાઈ 2017ના રોજ સ્મૃતિ ઈરાની વિરુદ્ધ જનહિતની અરજી દાખલ કરી હતી. આ મામલામાં આગામી સુનાવણી 26 માર્ચે થશે.

smriti irani

જણાવી દઈએ કે બે વર્ષ પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર સાંસદ નિધિના દુરુપયોગનો આરોપ લાગ્યો હતો. તેમણે ગુજરાતના આણંદના ડીએમે ઠેકેદારને 4.8 કરોડ રૂપિયા પરત કરવાનો આદેશ આપ્યો હતો. સ્મૃતિ ઈરાની પર ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અને આણંદ જિલ્લાના આંકલવ સીટથી ધારાસભ્ય અમિત ચાવડાએ આરોપ લગાવ્યા હતા. અમિત ચાવડાએ એક પછી એક કેટલાય ટ્વટ કરી સ્મૃતિ પર આરોપોનો વરસાદ કર્યો હતો. અમિત ચાવડાએ ટ્વીટમાં લખ્યું હતું કે સ્મૃતિ ઈરાનીએ આણંદ જિલ્લાના માઘરોલને મોડેલ વિલેજ બનાવવા માટે ગોદ લીધું અને તેમણે આને ભ્રષ્ટાચાર અને શક્તિનો સ્પષ્ટ દુરુપયોગ કરવાનું મોડેલ બનાવવામાં શાનદાર કામ કર્યું છે.

એવામાં ઈરાનીએ એમપીએલએડી યોજના એટલે સાંસદ સ્થાનીય ક્ષેત્ર વિકાસ યોજના અંતર્ગત પ્રાપ્ત ફંડનો દુરુપયોગ કર્યો છે. ચાવડાએ બીજા ટ્વીટમાં લખ્યું હતું, સ્મૃતિ ઈરાનીએ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા ખોટી રીતે સાંસદ નિધિનો ઉપયોગ કર્યો. આ ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ અને તેમના સ્ટાફે અધિકારીને શારદા મજૂર કામદાર સહકારી મંડળીને કોન્ટ્રાક્ટ આપવા માટે મજબૂર કર્યા.

જણાવી દઈએ કે અપેક્ષિત કાર્યવાહી ન થવા પર કોંગ્રેસના ધારાસભ્યએ ગુજરાત હાઈકોર્ટમાં જનહિતની અરજી કરી હતી. જે બાદ કોર્ટે ધનરાશિ વસૂલીની વિગતો માંગી. મામલામાં આગલી સુનાવણી 26 માર્ચે થશે. આ મામલાનો કેગના રિપોર્ટમાં પણ ખુલાસો થયો હતો. કોંગ્રેસનો આરોપ છે કે સ્મૃતિ ઈરાનીએ સા્ંસદ નિધિથી ટેન્ડર બહાર પાડ્યા વિના જ એક એનજીઓને 5.93 કરોડ રૂપિયાનું ટેન્ડર આપી દીધું. કેટલાય કામ માત્ર કાગળો પર જ મળ્યાં. જિલ્લાના કલેક્ટરે તપાસ બાદ રિકવરીનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો- પાકિસ્તાની જેલમાં બંધ માછીમારની માતા બોલી - બંને દેશોના સંબંધો સારા થાય, મારો પુત્ર પાછો આવે

English summary
Gujarat: MP fund scam of smriti irani, gujarat high court asked details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X