For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છમાં હડપ્પા યુગનું 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન મળ્યું

ગુજરાતના કચ્છમાં હડપ્પા સભ્યતા સાથે જોડાયેલું એક વિશાલ કબ્રસ્તાન મળ્યું છે. પુરાતત્વવિદો અનુસાર આ કબ્રસ્તાન 5000 વર્ષ જૂનું છે

|
Google Oneindia Gujarati News

ગુજરાતના કચ્છમાં હડપ્પા સભ્યતા સાથે જોડાયેલું એક વિશાલ કબ્રસ્તાન મળ્યું છે. પુરાતત્વવિદો અનુસાર આ કબ્રસ્તાન 5000 વર્ષ જૂનું છે. ધોલાવીરાથી લગભગ 360 કિલોમીટર દૂર આ જગ્યા પર 250 કરતા પણ વધારે કબ્ર છે. વિશષજ્ઞો અનુસાર એવું અનુમાન લગાવી શકાય છે કે કેટલાક સમય પહેલા અહીં મનુષ્યોની વસ્તી હતી.

250 કરતા પણ વધારે કબર

250 કરતા પણ વધારે કબર

કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ખાટિયા ગામમાં આ ખોદકામ કચ્છ યુનિવર્સીટી અને કેરળ યુનિવર્સીટીએ ભેગા મળીને કરી છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે અહીં મળેલી 250 જેટલી કબરો 4600-5200 વર્ષ જૂની છે. આ કબ્રસ્તાન 300 મીટર * 300 મીટર આકારનું છે. તેમાંથી હજુ સુધી 26 કબરોના ખોદકામમાં કંકાલો સાથે, શુંક, પથ્થરના કંગન, માટીના વાસણો મળી આવ્યા છે. આપને જણાવી દઈએ કે અહીં સૌથી મોટી કબર 6.9 મીટર અને સૌથી નાની કબર 1.2 મીટરની છે.

6 ફુટ લાબું માનવ કંકાલ મળ્યું

6 ફુટ લાબું માનવ કંકાલ મળ્યું

પુરાતત્વવિદો ને અહીં 6 ફુટ લાબું માનવ કંકાલ મળ્યું છે, જે લગભગ 5000 વર્ષ જૂનું છે. કચ્છ યુનિવર્સીટીના પુરાતત્વ વિભાગના પ્રમુખ સુરેશ ભંડારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે, આ કંકાલને કેરળ યુનિવર્સીટી લઇ જવામાં આવ્યું છે. અહીં તેની ઉમર, લિંગ અને મૃત્યુના સંભવિત કારણો વિશે શોધવામાં આવશે.

ગુજરાતમાં પહેલા પણ કબ્રસ્તાન મળ્યું છે

ગુજરાતમાં પહેલા પણ કબ્રસ્તાન મળ્યું છે

ગુજરાતમાં પહેલા પણ કબ્રસ્તાન મળ્યું છે. આ પહેલા મળેલા કબ્રસ્તાન ગોળાકાર અથવા અર્ધગોળાકાર આકારના હતા. આ કબરોમાં માનવ કંકાલ સાથે બાળકોની કબર અને જાનવરોના અવશેષો મળ્યા હતા. ખોદકામમાં સીપીના બનેલા કંગન, પથ્થરની ચક્કીઓ, પથ્થરના બ્લેડ પણ મળ્યા હતા.

ઘણી વસ્તીઓ શોધી, જે 2200 વર્ષ જૂની છે

ઘણી વસ્તીઓ શોધી, જે 2200 વર્ષ જૂની છે

પુરાતત્વીય સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઈ) ની ઉત્ખનન શાખાની ટીમે મેગા સ્ટ્રક્ચર, શેલ આર્ટિફેક્ટ્સ, કિંમતી અને અર્ધ કિંમતી પત્થરો, સિક્કા અને શહેરની સંપૂર્ણ અનુક્રમણિકા સહિત 2200 વર્ષ પહેલાંની ઘણી વસ્તુઓ શોધી કાઢી છે.

English summary
Harappan era's five thousand year old cemetery found in Kutch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X