For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલનું ભાજપ પર નિશાન, ‘125 કરોડ લોકોનું નામ બદલીને રામ રાખી દો'

પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યુ કે હિંદુસ્તાનીઓના નામ પણ બદલી દેવા જોઈએ.

|
Google Oneindia Gujarati News

હાલમાં શહેરોના નામ બદલીને ભાજપ સરકારને ઘણી ટીકાઓ સહેવી પડી છે. અલાહાબાદ અને ફૈઝાબાદનું નામ બદલ્યા બાદ અમદાવાદનું નામ બદલવાની વાત પણ સામે આવી હતી. આના પર પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યુ કે હિંદુસ્તાનીઓના નામ પણ બદલી દેવા જોઈએ. હાર્દિક પટેલે કહ્યુ કે દેશવાસીઓના નામ બદલીને 'રામ' રાખી દેવા જોઈએ.
પાટીદાર નેતા હાર્દિક પટેલે શહેરોના નામ બદલવા પર સરકાર પર નિશાન સાધ્યુ છે. હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ, 'જો આ દેશમાં માત્ર શહેરોના નામ બદલવાથી દેશને સોનાની ચિડિયા બનાવી શકતા તો હું માનુ છુ કે 125 કરોડ હિંદુસ્તાનીઓના નામ રામ રાખી દેવા જોઈએ.' પટેલે કહ્યુ કે દેશમાં બેરોજગારી, ખેડૂતોના પ્રશ્ન મોટા છે અને તેમના નામ અને મૂર્તિઓના ચક્કરમાં પડ્યા છે.

આ પણ વાંચોઃ શાહની બિહારમાં નવી ફોર્મ્યુલાઃ આ સીટો પર લડશે ભાજપ-જદયુ, પાસવાનની 'બલ્લે'આ પણ વાંચોઃ શાહની બિહારમાં નવી ફોર્મ્યુલાઃ આ સીટો પર લડશે ભાજપ-જદયુ, પાસવાનની 'બલ્લે'

hardik patel

હાર્દિક પટેલે ભાજપને રામ મંદિર મુદ્દે પણ ઘેરી. તેમણે કહ્યુ કે રાફેલ અને સીબીઆઈ જેવા મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે ભાજપ રામ મંદિરનો મુદ્દો ઉછાળી રહી છે. થોડાક દિવસોમાં ઉત્તરપ્રદેશમાં પહેલા અલાહાબાદ અને બાદમાં ફૈઝાબાદનું નામ બદલવા માટે ઘણો વિવાદ થયો હતો.

યુપીની યોગી સરકારે અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દીધુ છે. વળી, ફૈઝાબાદનું નામ હવે અયોધ્યા થઈ ગયુ છે. ત્યારબાદ ગુજરાતના અમદાવાદનું નામ બદલવાના પણ સમાચાર આવી રહ્યા હતા પરંતુ કોઈ કારણોસર આમ થઈ શક્યુ નહિ.

English summary
Hardik Patel Targets BJP On Changing Names Of Cities, Says Change Everyone's Name To 'Ram'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X