For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની જેલમાં બંધ માછીમારની માતા બોલી - બંને દેશોના સંબંધો સારા થાય, મારો પુત્ર પાછો આવે

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવથી ગુજરાતના તે પરિવારોની ચિંતા વધી છે, જેમના પુત્રો, ભાઈઓ અથવા પતિઓને પાકિસ્તાની મરીન સિક્યોરિટી કેદ કરી લઇ ગઈ હતી.

|
Google Oneindia Gujarati News

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવથી ગુજરાતના તે પરિવારોની ચિંતા વધી છે, જેમના પુત્રો, ભાઈઓ અથવા પતિઓને પાકિસ્તાની મરીન સિક્યોરિટી કેદ કરી લઇ ગઈ હતી. અરબી સમુદ્રમાં માછીમારી કરતી વખતે આ માછીમારો પકડાયા હતા. મિતિયાઝ ગામમાં રહેતી એક માતા 65 વર્ષીય જીવિબેન કમલિયા કહે છે કે બંને દેશો વચ્ચેનો સંબંધ ફરીથી સારો થઇ જાય, જેથી ત્યાં જેલમાં બંધ તેનો પુત્ર ધીરુ સલામત ઘરે પાછો આવી જાય.

gujarat news

જીવીબેનના શબ્દો, "પુત્ર ધીરુ (38 વર્ષીય) પરિવારનું ગુજરાન ચલાવનારો એકમાત્ર સભ્ય હતો. થોડા મહિના પહેલા,પિતાના મૃત્યુના ચાર દિવસ પછી ધીરુ અરબ સમુદ્રમાં માછીમારી મારી માટે ગયો હતો. ત્યાં કેટલાક અન્ય લોકો પણ સમુદ્રમાં માછીમારી કરતા હતા. ત્યારે જ પાકિસ્તાનીઓએ ધીરુ સહિતના તમામ લોકોની ધરપકડ કરી હતી."

આ પણ વાંચો: સુષ્મા સ્વરાજનો પાક પીએમ ઈમરાનને પડકાર, કહ્યું શાંતિ ઈચ્છો તો અમને મસૂદ અઝહર સોંપો

હવે ધીરુ નથી, ત્યારે તેની પત્ની વાસુ તેના 3 બાળકો અને સાસુને ખવડાવવા માટે મજૂરી કરવા માટે મજબુર છે. ઉપરાંત, એ પણ વિચારવા જેવી બાબત છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવથી એકમાત્ર જીવીબેનની જ નહિ, પરંતુ તે 500 પરિવારની ચિંતા પણ વધારી છે, જેમના પરિવારના સભ્યો પાડોશી દેશ પાકિસ્તાનની જેલોમાં બંધ છે. આ પરિવારોનું જીવન દયનિય બની ગયું છે. તેમાંના મોટાભાગના પરિવારો તેમના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે. અને તેમની પાસે આજીવિકા માટેનું અન્ય કોઈ સાધન પણ નથી. અને તેઓને કોઈ પણ પ્રકારની સરકારી સહાય મળતી નથી.

ભારત-પાકિસ્તાન શાંતિમંચના એક્ઝિક્યુટિવ સભ્ય જીવન જંગી અનુસાર, "જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ થાય છે, ત્યારે ગુજરાતના માછીમારો તેનો ભોગ બને છે. 2003 થી લઈને અત્યાર સુધીમાં 1000 થી વધુ ભારતીય માછીમારોને પાકિસ્તાનમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને 500 થી વધુ માછીમારો હજુ પણ જેલમાં છે. આવનારી 16 મી તારીખે, અમે આવા માછીમારોને પાછા લાવવા માટે પાકિસ્તાનની મુલાકાત લેવાના હતા.

આ પણ વાંચો: પાકિસ્તાની આર્મીએ 200 આતંકીઓના મોતનું સચ કબુલ્યું, અમેરિકી એક્ટિવિસ્ટે વીડિયો ટ્વીટ કર્યો

માર્ચમાં પાકિસ્તાન દ્વારા 137 ભારતીય માછીમારોને મુક્ત કરવાના હતા. પરંતુ તાજેતરમાં સરહદ પારના ઘટનાક્રમથી બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમા સુધી પહોંચ્યો છે. સરહદો પર આ દિવસોમાં ઘર્ષણ થઇ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આગામી કેટલાક સમય સુધી કોઈ પણ ભારતીય માછીમારને પાછા લાવવા અશક્ય છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સુધારો થાય ત્યાં સુધી રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

English summary
I want to My son safely returns to home from Pakistan', agony of aged mother
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X