For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારાજ થયા કારડીયા રાજપૂતો, લોકસભાની ચૂંટણીમાં વધારી શકે ભાજપની મુશ્કેલી

કારડીયા રાજપૂતો લોકસભાની ચૂંટણીમાં વધારી શકે ભાજપની મુશ્કેલી

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ 23મી એપ્રિલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે કારડીયા રાજપૂતો ભાજપની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. 2017ની વિધાનસભા પહેલાના વચનો પર ભાજપે ધ્યાન ન આપ્યું હોય સૌરાષ્ટ્રના કારડીયા રાજપૂતો પાર્ટીથી નારાજ હોવાનું સામે આવ્યું છે. જણાવી દઈએ કે ગત ચૂંટણી વખતે ભાવનગર બાજુના બુધેલ ગામના સરપંચ અને કારડીયા રાજપૂતના આગેવાન દાનસિંહ મોરીને પંચાયતના મુદ્દે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અપમાનિત કર્યા હોય ઓબીસી ક્વોટામાં આવતો આ સમાજ ભાજપથી નારાજ થયો હતો.

karadiya rajput

સૌરાષ્ટ્રમાં આ મુદ્દે કારડીયા રાજપૂતોએ આંદોલન પણ છેડ્યૂં હતું, પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ સીએમ આનંદી બેન પટેલ અને કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાડાએ હસ્તક્ષેપ કરતાં આંદોલન સમેટી દેવાયું હતું. 45 વર્ષીય દાનસિંહે કહ્યું કે, "મારી પરના કેસ પરત ખેંચી લેવાની ખાતરી આપ્યા બાદ અમે આંદોલન પડતું મૂક્યું હતું, પણ વિધાનસભા ચૂંટણીને 2 વર્ષ વીતી ગયાં હોવા છતાં પણ તેમણે કેસ પાછા ખેંચવાના બદલે પોલીસે મારા અને મારા પરિવાર ઉપર નવા કેસો ઉમેર્યા છે, અને અમને માનસિક રીતે ત્રાસ હજુ પણ આપવામાં આવી રહ્યો છે. ત્યારે સમાજના આગેવાનોએ ભાજપને પાઠ ભણાવવા મોટા પાયે આંદોલન છેડવાનું નક્કી કર્યું છે."

આ પણ વાંચો- ટાઈમ્સ નાઉ- VMR સર્વેઃ મોદી સરકારની ફરી વાપસી, NDAને મળશે પૂર્ણ બહુમત

જણાવી દઈએ કે શરૂઆતથી કારડીયા રાજપૂત ભાજપની વોટ બેંક છે, જો આ મુદ્દો ન ઉકેલાય તો ભાવનગર અને જૂનાગઢ લોકસભા સીટ પર ભાજપને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. રસપ્રદ રીતે વજૂભાઈ વાળાને 2014માં કર્ણાટકના ગવર્નર બનાવવામાં આવ્યા ત્યારથી લોકસભા ચૂંટણી 2019 પહેલા કારડીયા રાજપૂતો માટે પોલિટિક્સમાં જગ્યા બનાવવી અઘરું સાબિત થયું છે. વજુભાઈવાળા ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા છે અને 1998થી 2012 સુધી 18 વખત તેઓ નાણામંત્રી રહી ચૂક્યા છે. 2014માં નરેન્દ્ર મોદીએ દિલ્હી તરફ કૂચ કરી ત્યારે તેમના પછી ગુજરાતમાં સૌથી મજબૂત નેતા હોય તે વજુભાઈ વાળા હતા. જો કે વજૂભાઈ વાળાને કર્ણાટકના ગવર્નર બનાવી દેવામાં આવ્યા અને આનંદીબેન પટેલને ગુજરાતના સીએમ બનાવવામાં આવ્યાં હતાં.

રાજકારણમાંથી વજુભાઈ વાળાની બાદબાકી બાદ કારડીયા રાજપૂતો માટે રાજકીય પાસાં જીતવાં અઘરું સાબિત થયું, કારડિયા રાજપૂતના એક સિનિયર આગેવાને કહ્યું કે જો કે વિધાનસભા 2017ની ચૂંટણીમાં એકપણ કારડીયા રાજપૂત ચૂંટાયા નહોતા. યૂવાનોને તક આપવામાં ન આવી હોવાથી પણ તેઓ સમાજના આગેવાનો સામે નારાજ હતા અને તેવામાં ભાજપે જૂઠાં વચનો આપી દૂખતા પર મીઠું ઘસી ઘાવ તાજા કરવા સમાન કામ કર્યું છે. ત્યારે કારડીયા રાજપૂતો ભાજપ સામે ફરી બાંયો ચઢાવી શકે છે.

અખિલ ગુજરાત રાજપુત સમાજના પ્રેસિડેન્ટ કાનભા ગોહિલે કહ્યું કે અમિત શાહ સહિતના ભાજપના નેતાઓએ મોરી સામેનો કેસ રદ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ ઉલટાનું હવે તેઓ અમારા કોલ પણ નથી ઉઠાવતા. ભાજપને ઘડવામાં અમે વર્ષો વિતાવ્યા પરંતુ હવે અમારી જ અવગણના કરવામાં આવી રહી છે. અમારાં આગામી પગલાં વિશે વિચારવા માટે અમે આગામી અઠવાડિયે મળી રહ્યા છીએ.

આ પણ વાંચો- પીએમ મોદીના "મેં ભી ચોકીદાર" જવાબમાં હાર્દિક પટેલ બેરોજગાર થયા

English summary
karadiya rajput can be bone in stomach for bjp ahead of lok sabha elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X