For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં બિહારના યુવકનું મોબ લિંચિંગ, લોખંડની પાઈપથી મારી મારીને હત્યા

સુરતમાં બિહારના ગયાના રહેવાસી એક યુવકની લોખંડની પાઈપથી મારી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ઉત્તર ભારતીયો સાથે મારપીટ અને દુર્વ્યવહારની ઘટનાઓનો સિલસિલો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. સુરતમાં બિહારના ગયાના રહેવાસી એક યુવકની લોખંડની પાઈપથી મારી મારીને હત્યા કરી દેવામાં આવી છે. યુવકનું નામ અમરજીત સિંહ બતાવવામાં આવી રહ્યુ છે. શુક્રવારે રાતે અમરજીત નામનો યુવક પાંડેશ્વરા વિસ્તાર સ્થિત એક મિલમાંથી કામ કરીને પાછો આવી રહ્યો હતો. ત્યારે કેટલાક લોકોએ તેના પર હુમલો કરી માર મારીને હત્યા કરી દીધી.

surat

યુવક સુરતમાં છેલ્લા 15 વર્ષોથી રહેતો હતો. તે પાંડેશ્વરા વિસ્તારની એક મિલમાં કામ કરતો હતો અને ત્યાં મજૂરો પણ પૂરા પાડતો હતો. પરિવારજનોનું કહેવુ છે કે શુક્રવારે સાંજે તે મિલમાંથી ઘરે પાછો આવી રહ્યો હતો ત્યારે હિંસક ભીડે તેની હત્યા કરી દીધી. આ ઘટનાથી વિસ્તારમાં રહેતા ઉત્તર ભારતીયોમાં દહેશતનો માહોલ છે. યુવકના પરિવારનો દાવો છે કે તેની લોખંડની પાઈપથી માર મારીને હત્યા કરી દેવામાં આવી. ગુજરાત પોલિસ તેને એક અકસ્માત ગણાવી રહી છે.

આ પણ વાંચોઃ MeToo પર અમિત શાહનું મોટુ નિવેદનઃ 'એમ જે અકબર પરના આરોપોની થશે તપાસ'આ પણ વાંચોઃ MeToo પર અમિત શાહનું મોટુ નિવેદનઃ 'એમ જે અકબર પરના આરોપોની થશે તપાસ'

અમરજીત 15 વર્ષ પહેલા ત્યાં રોજગારની તપાસમાં બિહારથી સુરતમાં આવ્યો હતો. ઘણા વર્ષોની મહેનત પછી અમરજીતે ત્યાં પોતાનું એક ઘર બનાવ્યુ હતુ અને લગ્ન પણ કરી લીધા હતા. અમરજીતના બે બાળકો છે. અમરજીત બિહારમાં ગયા જિલ્લાના કોંચના કોંડિયા ગામનો રહેવાસી હતો. અમરજીતના પિતા એક સેવાનિવૃત્ત સૈનિક છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં બિહારીઓ સામે બનેલા ખોટા વાતાવરણના કારણે તેમના પુત્રની હત્યા થઈ છે.

આ પણ વાંચોઃ હેવાનિયતની સજા! બાળકીનો રેપ અને હત્યા કરનાર અલી લટકશે ફાંસી પરઆ પણ વાંચોઃ હેવાનિયતની સજા! બાળકીનો રેપ અને હત્યા કરનાર અલી લટકશે ફાંસી પર

આ ઘટના પર સુરત પોલિસનું કહેવુ છે કે આ મોબ લિંચિંગની ઘટના નથી પરંતુ યુવકનું મોત એક રોડ અકસ્માતમાં થયુ છે. તમને જણાવી દઈએ કે 28 સપ્ટેમ્બરે ગુજરાતના સાબરકાંઠામાં 14 મહિનાની એક બાળકી સાથે બળાત્કાની ઘટના બની હતી. આ મામલે બિહારના રવિન્દ્ર સાહૂ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદથી બિન ગુજરાતીઓ ખાસ કરીને યુપી, બિહાર અને મધ્યપ્રદેશના લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધુ. અત્યાર સુધીમાં 50 હજાર ઉત્તર ભારતીયોના પલાયનના સમાચાર છે.

English summary
Migrant From Bihar Allegedly Beaten to Death by Mob in Surat gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X