For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર પોલીસ કર્ચાચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી કરાશે

અમદાવાદ પોલીસ વિભાગનો કોઈ પણ પોલીસકર્મી જો હેલમેટ પહેર્યા વગર અથવા સીટ બેલ્ટ બાંધ્યા વગર ગાડી ચલાવતા પકડાશે, તો કાયદેસરનો દંડ વસૂલવા ઉપરાંત ખાતાકીય કાર્યવાહી પણ કરશે

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

અમદાવાદ શહેર પોલીસ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે સતત પ્રયત્નશીલ રહે છે અને નવા નવા પ્લાન પણ અમલમાં મુકે છે. જો કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને હજુ ધારી સફળતા મળી નથી. સાથે સાથે એવી પણ ગંભીર બાબત ધ્યાનમાં આવી છે કે ખુદ અમદાવાદ શહેર પોલીસનો મોટાભાગનો સ્ટાફ હેલ્મેટ પહેરવામાં તેમજ ટ્રાફિકના અન્ય નિયમોનો અમલ કરતો નથી. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસના ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ) સુધીર દેસાઇએ અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં પરિપત્ર મોકલ્યો છે જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેર પોલીસ કેટલાંક કર્મચારીઓ હેલમેટ વિના વાહન ચલાવતા નથી જેના ફોટોગ્રાફ્સ અખબારો તેમજ સોશિયલ મીડીયામાં પ્રસિધ્ધ થતા હોય છે.

traffic

જેના કારણે પોલીસની આબરૂને પણ અસર થાય છે. ત્યારે આ હવે પછી જો કોઇ પોલીસ કર્મચારી ટ્રાાફિકના નિયમોનો ભંગ કરતો હોય તેવા ફોટોગ્રાફ્સ ધ્યાન પર આવશે તો આવા સંજોગોમાં તે પોલીસ કર્મચારી પાસથી દંડ વસુલવા ઉપરાંત, ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે અમદાવાદના તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ મથકોમાં જાણા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પોલીસ કમિશનરે પોલીસ હેલમેટ વીના આવનાર પોલીસ કર્મચારીઓને પોલીસ કમિશનર ઓફિસમાં પ્રવેશ કરવા પર મનાઇ ફરમાવી હતી જેના કારણે ધણાં પોલીસ અધિકારીઓ હેલ્મેટ પહેરતા થયા છે. ત્યારે જો આગામી દિવસોમાં પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો નોંધપાત્ર સુધારો આવી શકે તેમ છે.

એક પોલીસ કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે આમ તો આ બાબત સારી છે. પણ, તેનો અમલ યોગ્ય રીતે થાય તે જરૂરી છે. કારણ કે મોટાભાગના અકસ્માતોમાં યોગ્ય હેલમેટ પહેર્યુ ન હોવાને કારણે મોત કે ગંભીર ઇજા થવાના બનાવો પણ બની હહ્યા છે. આ અંગે ડીસીપી ટ્રાફિક અમદાવાદ કહે છે કે પોલીસ જ્યારે કાયદાનો અમલ કરશે ત્યારે બીજા લોકોને પણ કહી શકશે. કારણ કે ઘણી વાર લોકો એવા પ્રશ્ન ઉભા કરતા હોય છે રે પોલીસ જ કાયદાનું પાલન કરે તો બીજાને કંઇ રીતે કરાવી શકશે.

English summary
Police Departments cannot ignore traffic rules or else stick action to be taken.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X