For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનાં ફેક એન્કાઉન્ટર્સ: 12 ડિસેમ્બર સુધીમાં સરકારને જવાબ આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ

કથિત 22 ફેક એન્કાઉન્ટરની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2002 પછી ગુજરાતમાં થયેલ કથિત 22 જેટલાં ફેક એન્કાઉન્ટરની અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ એન્કાઉન્ટર થયાં ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતી. ગીતકાર જાવેદ અખ્તર અને વરિષ્ઠ પત્રકાર જાવેદ બીજી વર્ગિસે આ પિટિશન દાખલ કરી હતી. અરજીમાં કહ્યું હતું કે કેસ રિલેટેડ કથિત 22 ફેક એન્કાઉન્ટરની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થવી જઈએ. સુપ્રીમ કોર્ટે પણ આ અરજી સ્વીકારી લીધી છે અને કહ્યું કે સુનાવણી થવી જરૂરી છે.

supreme court

ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા રંજન ગોગોઈએ વધુમાં નોંધ્યું કે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ જે બેદીએ આ મુદ્દાને પહેલેથી જ કોર્ટમાં ફાઈલ કર્યો છે. જો કે, સોલિસિટર જનરલ તુષાર મેહતાએ આ મામલે હસ્તક્ષેપ કરતાં કહ્યું કે 22 ફેક એન્કાઉન્ટર પરનો જસ્ટિસ બેદી રિપોર્ટ જાહેર ન કરવો જોઈએ. વધુમાં ઉમેરતાં તેમણે કહ્યું કે આ મામલે જવાબદારી સાથે કાર્યવાહી કરવી જોઈએ. કોર્ટે તેમને એફિડેવિટ રજૂ કરવા માટે મંજૂરી આપી છે. ત્યારે મેહતાએ કહ્યું કે ક્રિસમસની રજા સુધી આ મામલાને સ્થગિત કરી દેવો જોઈએ, જો કે ચીફ જસ્ટિસે તેમની રિક્વેસ્ટ ફગાવી દીધી.

ઉલ્લેખનીય છે કે પત્રકાર બીજી વર્ગિસ અને ગીત લેખક જાવેદ અખ્તરે 2007માં એન્કાઉન્ટરની તપાસ કરાવવાની માગણી સાથે એક પિટિશન દાખલ કરી હતી. વર્ગિસની પિટિશનમાં 21 એન્કાઉન્ટરનો ઉલ્લેખ હતો જ્યારે જાવેદ અખ્તરની પિટિશનમાં અન્ય એક એન્કાઉન્ટરનો ઉલ્લેખ હતો. જો કે બીજી વર્ગિસનુ ડિસેમ્બર 2014માં જ નિધન થયું હતુ્ં. બાદમાં વર્ષ 2012માં એન્કાઉન્ટરની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ એચએસ બેદીની આગેવાનીમાં એક મોનિટરિંગ કમિટીની રચના કરી. કોર્ટે તત્કાલિન ગુજરાતની મોદી સરકારને તપાસમાં પૂરો સહયોગ આપવા આદેશ આપ્યો હતો.

આ એન્કાઉન્ટરમાં લઘુમતી સમાજના લોકોને આતંકવાદી તરીકે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે નહિ તે પેટર્ન પ્રમાણે તપાસ કરવા કહ્યું હતું. 3 ડિસેમ્બરે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ નોંધ્યું કે બેદી કમિટિએ પહેલેથી જ આ મામલે રિપોર્ટ જમા કરાવી દીધો હતો. પરંતુ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ આ મામલે જવાબ આપવા માટે ક્રિસમસ સુધીનો સમય જોઈતો હતો, પણ સુપ્રીમ કોર્ટે આ મામલે એફિડેવિટ જમા કરાવવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. 12 ડિસેમ્બર સુધી આ મામલાની સુનાવણી સ્થગિત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો- સોહરાબુદ્દીન એન્કાઉન્ટરઃ અંતિમ દલીલો પર સીબીઆઈ કોર્ટમાં આજથી સુનાવણી

English summary
SC to hear pleas on 22 fake encounters in Gujarat, when Modi was CM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X