For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શંકરસિંહ વાઘેલાના બંગલામાં ચોરી, ચોકીદારની શોધમાં પોલીસ

ગુજરાતના પૂર્વ સીએમ અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાના બંગલામાં ચોરી થઇ છે. ગાંધીનગર પાસે વાસન ગામમાં શંકરસિંહ વાઘેલાનો ફાર્મહાઉસ જેટલો મોટો બંગલો છે,

|
Google Oneindia Gujarati News

ગુજરાતના પૂર્વ સીએમ અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાના બંગલામાં ચોરી થઇ છે. ગાંધીનગર પાસે વાસન ગામમાં શંકરસિંહ વાઘેલાનો ફાર્મહાઉસ જેટલો મોટો બંગલો છે, જેમાં 24 કલાક ચોકીદારીની વ્યવસ્થા પણ છે. તેની સાથે સાથે સુરક્ષા માટે બીજી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ છતાં ત્યાં ચોરી થઇ છે.

આ પણ વાંચો: લાલ કૃષ્ણ અડવાણી સહિત ભાજપના આ સાંસદોની ટિકિટ પર સસ્પેન્સ

શંકરસિંહ વાઘેલાના બંગલામાં લાખોની ચોરી

શંકરસિંહ વાઘેલાના બંગલામાં લાખોની ચોરી

આ મામલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે જયારે તપાસ કરી ત્યારે તેમને ચોકીદાર પણ શંકા થઇ પૂછપરછ પછી ખબર પડી કે ચોકીદારે જ ચોરી કરી છે. તેની ઓળખ બાસુદેવ નેપાળી ઉર્ફ શંભુ ગોરખા તરીકે થઇ. આ ઘટના તેની પત્ની શારદા પણ શામિલ છે તેવી જાણકારી મળી છે .

ચોકીદાર જ ચોરની ચર્ચા શરુ

ચોકીદાર જ ચોરની ચર્ચા શરુ

શંકરસિંહ વાઘેલાના બંગલામાં સુરક્ષા માટે રાખવામાં આવેલા શંભુ ગોરખાના ચોરીમાં પકડાઈ ગયા પછી આખા વિસ્તારમાં ચર્ચા શરુ થઇ ગઈ છે કે ચોકીદાર જ ચોર છે. પોલીસે અનુસાર શંકરસિંહ વાઘેલા સાથે કામ કરનાર પેથાપુર નિવાસી સુર્યસિંહ હેમતુજી ચાવડા ઘ્વારા રવિવારે સાંજે એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. તેમને કહ્યું કે અમે ચાર વર્ષ પહેલા નેપાલીને નોકરી પર રાખ્યો હતો તે વસંત વાગડોમાં પોતાની પત્ની અને બાળકો સાથે રહેતો હતો.

લગ્ન સમારોહ દરમિયાન ખબર પડી કે ઘરેણાં ચોરી થયા

લગ્ન સમારોહ દરમિયાન ખબર પડી કે ઘરેણાં ચોરી થયા

આ મામલે પેથાપુર પોલીસ ના પીએસઆઇ એજે અનુકરણ અનુસાર વાઘેલા પરિવારને લગ્નની તૈયારી દરમિયાન અનુભવ થયો કે ઘરેણાં અને પૈસા સુરક્ષા ગાર્ડ અને તેની પત્નીએ ચોરી કર્યા છે, જેઓ ઓક્ટોબર મહિનામાં ઘરેથી ચાલ્યા ગયા હતા. પોલીસે ફરાર આરોપી પર ચોરીનો મામલો નોંધીને તેની તપાસ કરવાનું ચાલુ કરી દીધું છે.

English summary
Theft in shankar singh vaghela's bunglow, Gujarat police searches the nepali watchman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X