For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા PSI એ કોંગ્રેસ ધારાસભ્ય પર લગાવ્યો અભદ્રતાનો આરોપ, આયોગમાં કરી ફરિયાદ

ગુજરાત પોલિસની એક મહિલા સબ-ઈન્સ્પેક્ટરે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર પર અભદ્રતાનો આરોપ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત પોલિસની એક મહિલા સબ-ઈન્સ્પેક્ટરે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર પર અભદ્રતાનો આરોપ લગાવ્યો છે. અડાલજ પોલિસ સ્ટેશનમાં તૈનાત સબ ઈન્સ્પેક્ટરે આ મામલે ધારાસભ્ય સામે ગુજરાત મહિલા આયોગમાં ફરિયાદ દાખલ કરાવી છે. ઠુમ્મરે આરોપોનું ખંડન કર્યુ છે. તેમણે કહ્યુ કે જ્યારે તેમને બોલાવવામાં આવશે ત્યારે તે આયોગને પોતાનો જવાબ આપશે. આ ઘટના 18 સપ્ટેમ્બરની કહેવામાં આવી રહી છે.

ઘટના વિધાનસભાના મોન્સુન સત્રના પહેલા દિવસની છે

ઘટના વિધાનસભાના મોન્સુન સત્રના પહેલા દિવસની છે

ઈન્ડિયન એક્સપ્રેસમાં છયાપેલા સમાચાર મુજબ ઘટના 18 સપ્ટેમ્બરના રોજ રાજ્ય વિધાનસભામાં મોનસુન સત્રના પહેલા દિવસની છે. તે દિવસે ફરિયાદકર્તા વિધાનસભા કોમ્પ્લેક્સના ગેટ નંબર એક પર તૈનાત હતી. મહિલા ઈન્સ્પેક્ટરે જણાવ્યુ કે અમને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે ધારાસભ્યો અને સચિવાલયના કર્મચારીઓને આઈકાર્ડ જોયા બાદ અંદર જવા દેવામાં આવે. હું તે નિર્દેશ મુજબ જ પોતાની ફરજ નિભાવી રહી હતી. પરંતુ ધારાસભ્યએ મને કોઈ કારણ વિના ધક્કો મારી દીધો. ત્યારબાદ મે મહિલા આયોગમાં ધારાસભ્ય સામે ફરિયાદ દાખલ કરાવી.

આ પણ વાંચોઃ 3 મહિનાની દીકરી સાથે ન્યૂઝીલેન્ડ પીએમ પહોંચ્યા યુએન, રચ્યો ઈતિહાસઆ પણ વાંચોઃ 3 મહિનાની દીકરી સાથે ન્યૂઝીલેન્ડ પીએમ પહોંચ્યા યુએન, રચ્યો ઈતિહાસ

મારા પર જે આરોપ લાગ્યા છે તે સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખેદપૂર્ણ છે

મારા પર જે આરોપ લાગ્યા છે તે સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખેદપૂર્ણ છે

મહિલા પોલિસ અધિકારીએ કહ્યુ કે, હું માત્ર એટલુ જ ઈચ્છુ છુ કે આયોગ ધારાસભ્ય સામે યોગ્ય કાર્યવાહી કરે જેથી આવી ઘટનાઓ ફરીથી કોઈની સાથે ના બને. અમરેલી જિલ્લાના લાઠી વિધાનસભાના ધારાસભ્ય ઠુમ્મરે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે મારા પર જે આરોપ લાગ્યા છે તે સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખેદજનક છે. હું વિધાનસભાના ગેટ નંબર એક પર હતો અને વિધાનસભાના ચૂંટાયેલ ધારાસભ્ય તરીકે સમય પર વિધાનસભા પહોંચવાનો મારો વિશેષાધિકાર હતો.

એક પોલિસકર્મી, એક પોલિસકર્મી હોય છે

એક પોલિસકર્મી, એક પોલિસકર્મી હોય છે

ધારાસભ્યએ જણાવ્યુ કે મારી પાસે કાર્ડ પણ હતુ જે ગળામાં લટકતુ હતુ. તેમછતાં તેઓ મારી ઓળખ બતાવવા માટે દબાણ કરી રહ્યા હતા. તે વખતે ત્રણ કોંગ્રેસ મહિલા ધારાસભ્ય પણ મારી સાથે હતી. મે મહિલા પીએસઆઈ સાથે દુર્વ્યવહાર કર્યો નથી. ના તો હું કે ના કોઈ કોંગ્રેસ નેતા આવુ કરશે. મને ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ લાગી રહ્યુ છે કે આ ઘટનાને લિંગ વિવાદ સાથે જોડવામાં આવી રહી છે. એક પોલિસકર્મી પોલિસકર્મી હોય છે. આમાં કોઈ જેન્ડર ના હોઈ શકે. જો મહિલા આયોગ મને બોલવશે તો આનો વિસ્તારથી જવાબ આપીશ.

આ પણ વાંચોઃ અબજોપતિ ઈશા અંબાણીની વાર્ષિક કમાણી સાંભળીને ચોંકી જશો, જાણો ખાસ વાતોઆ પણ વાંચોઃ અબજોપતિ ઈશા અંબાણીની વાર્ષિક કમાણી સાંભળીને ચોંકી જશો, જાણો ખાસ વાતો

English summary
Woman cop files complaint of ‘misbehavior’ against Congress MLA Vijri Thummar in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X