For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન ઉચ્ચ કમિશનથી 23 શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ, ભારતના ઉડ્યા હોશ

પાકિસ્તાનમાં સ્થિત ગુરુદ્વારાઓની યાત્રા કરનાર ભારતીય શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ થવાના સમાચાર છે. જેણે સૌને ચિંતામાં મૂકી દીધા છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં સ્થિત ગુરુદ્વારાઓની યાત્રા કરનાર ભારતીય શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ થવાના સમાચાર છે. જેણે સૌને ચિંતામાં મૂકી દીધા છે. આ બધા પાસપોર્ટ શીખ શ્રદ્ધાળુઓના છે. જે પાકિસ્તાનમાં સ્થિત કરતારપુર અને અન્ય ગુરુદ્વારાઓની યાત્રા માટે જવાના હતા. ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ કરતારપુર કૉરિડોરનો શિલાન્યાસ થયો હતો. પાકિસ્તાન ઉચ્ચ કમિશનથી ભારતીય તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબ થઈ ગયા બાદ તેમણે પોલિસમાં આની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ અશોક ગેહલોત રાજસ્થાનના સીએમ, સચિન પાયલટ ઉપ મુખ્યમંત્રી બનાવાયાઆ પણ વાંચોઃ અશોક ગેહલોત રાજસ્થાનના સીએમ, સચિન પાયલટ ઉપ મુખ્યમંત્રી બનાવાયા

kartarpur

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ ભારતના વિદેશ મંત્રાલયે હવે ગાયબ થયેલા બધા પાસપોર્ટ રદ કરવાની યોજના બનાવી લીધી છે અને પાકિસ્તાન ઉચ્ચ કમિશનને પણ આ મામલે વાત કરી છે. પાકિસ્તાને ગયા મહિને 21થી 30 નવેમ્બર સુધી ગુરુ નાનાકની 549મી જયંતિમાં શામેલ થવા માટે 3,800 ભારતીય શીખ તીર્થયાત્રીઓ માટે વિઝા ઉપલબ્ધ કરાવ્યા હતા. પાકિસ્તાને 23 ભારતીય શીખોના પાસપોર્ટ ગાયબ થવા માટે પોતાને જવાબદારીમાંથી અલગ કરી દીધા છે. આ બધા પાસપોર્ટ દિલ્લી એક એજન્ટે લીધા હતા. જેનો દાવો છે કે તેણે પાકિસ્તાની ઉચ્ચ કમિશનમાં આ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે. એજન્ટે ભારતીય અધિકારીઓને જણાવ્યુ કે જ્યારે તે પાસપોર્ટ લેવ માટે પાકિસ્તાન ઉચ્ચ કમિશન ગયો ત્યારે તેમણે જણાવ્યુ કે તેમને ડોક્યુમેન્ટ મળ્યા નથી.

પાસપોર્ટ્સ ગાયબ થયા બાદ ભારતીય અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરતા કહ્યુ કે અમે આ પાસપોર્ટ્સનો ખોટો ઉપયોગ ન થઈ શકે એના માટે જરૂર પગલા ઉઠાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કરતારપુર કોરિડૉર પર ભારત સરકારે અધિકારીઓને નજર રાખવા જણાવ્યુ છે. આ કૉરિડોરનો આતંકવાદ જેવી ખતરનાક ગતિવિધિઓ માટે ખોટો ઉપયોગ ન થઈ શકે તે માટે સેના પહેલેથી જ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. વળી, હાલમાં જ ઘણી વાર શીખ ધાર્મિક સ્થળો પર ખાલિસ્તાન સમર્થિત પોસ્ટર પણ જોવા મળ્યા છે. કરતારપુર કૉરિડોરનો ખોટો ઉપયોગ ન થઈ શકે એના માટે સરકાર પહેલેથી જ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે પરંતુ હવે પાસપોર્ટ્સ ગુમ થવાના સમાચારથ ભારતીય સુરક્ષા એજન્સીઓની પણ ઉંઘ ઉડી ગઈ છે.

English summary
23 Indian Sikh pilgrims passports go Missing From Pakistan High Commission
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X