For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગૌ તસ્કરીના આરોપમાં 24 લોકોની દોરડાથી બાંધીને પીટાઈ

મધ્યપ્રદેશમાં ગાયોની તસ્કરીની શંકામાં બે ડઝન કરતા પણ વધારે લોકોની પિટાઈનો મામલો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશમાં ગાયોની તસ્કરીની શંકામાં બે ડઝન કરતા પણ વધારે લોકોની પિટાઈનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગાયોની તસ્કરીના આરોપમાં ગામના લોકોએ 24 લોકોને પકડ્યા. ત્યારપછી તે બધાને દોરડાથી બાંધીને પોલીસ ચોકી સુધી "ગૌમાતા કી જય" નારા લગાવડાવ્યા. ગામના લોકોએ આખા મામલે કહ્યું કે તેમને પહેલાથી ખબર મળી રહી હતી કે સાવલીખેડા ગામ પાસે ગૌ તસ્કરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સુરતઃ મૉબ લિંચિંગને લઈ નિકળેલ મૌન જુલૂસ થયું હિંસક, પોલીસ પર પથ્થરમારો, કલમ-144 લાગૂ

24 લોકોની દોરડાથી બાંધીને પીટાઈ

24 લોકોની દોરડાથી બાંધીને પીટાઈ

ગામના લોકોએ રવિવારે સવારે 4.30 વાગ્યે ખાળવા શેખપુર માર્ગથી અવેધ રૂપે વાહન ભરીને મહારાષ્ટ્ર લઇ જવામાં આવી રહેલા 24 ગૌવંશોને મુક્ત કરાવ્યા અને કથિત રૂપે તસ્કરી કરનાર 24 આરોપીઓને ખાળવા પોલીસને સોંપી દીધા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આરોપીઓને દોરડાથી બાંધીને લઇ જવામાં આવી રહ્યા છે. આરોપીઓ સાથે ચાલી રહેલી ભીડ તેમની પીટાઈ પણ કરી રહી છે. ભીડે આરોપીઓ પાસે "ગૌમાતા કી જય" નારા પણ લગાવડાવ્યા.

ગૌવંશ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો

ગૌવંશ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો

આ બધા જ આરોપીઓ ખાંડવા, સિહોર, દેવાસ અને હારડા જિલ્લાથી આવેલા 24 લોકો હતા. પોલીસે ગાયોને ગૌશાળામાં પહોંચાડી દીધી છે જયારે આરોપીઓ સામે ગૌવંશ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પકડાઈ ગયેલા લોકોએ પોતાને મવેશીયો પાસેથી લેવાનો દાવો કર્યો, પરંતુ તેઓ પોતાના દાવાને સાબિત નહીં કરી શક્યા.

આરોપીઓ સામે કેસ નોંધાયો

આરોપીઓ સામે કેસ નોંધાયો

હજુ સુધી ગ્રામીણો અને ગૌરક્ષકો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં વર્તમાન નિયમ અનુસાર ગૌવંશની હત્યા, ગૌમાંસ રાખવા અને તેના પરિવહન પર પ્રતિબંધ છે. પરંતુ હવે તેમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે, જેમાં ગૌ તસ્કરીની આડમાં કાનૂન હાથમાં લેનાર લોકોને 5 વર્ષની જેલ અથવા 50,000 રૂપિયાનો દંડ આપવાનું પ્રાવધાન હશે. આ સંશોધન વિધાનસભામાં રજુ થવાનું છે.

English summary
A gang of 24 People tied up with a rope for allegedly cow traffickers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X