For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ રાજ્યોમાં ભાજપની હાર બાદ રામદેવ, ‘હું મુશ્કેલીમાં પડવા નથી માંગતો'

ત્રણ રાજ્યોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીને હાલમાં જ થયેલી ચૂંટણીમાં ઉંધે માથે થવુ પડ્યુ છે તે બાદ યોગ ગુરુ બાબા રામદેવે પીએમ મોદીનો બચાવ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ત્રણ રાજ્યોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીને હાલમાં જ થયેલી ચૂંટણીમાં ઉંધે માથે થવુ પડ્યુ છે તે બાદ યોગ ગુરુ બાબા રામદેવે પીએમ મોદીનો બચાવ કર્યો છે. રામદેવે કહ્યુ કે કોઈ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને નીતિઓ પર સવાલ ઉભો નથી કરી શકતા. રામદેવે કહ્યુ કે મોદી એવા વ્યક્તિ નથી જે કોઈ મતબેંકની રાજનીતિ કરે છે. વળી, જ્યારે રામદેવને પૂછવામાં આવ્યુ કે શું નરેન્દ્ર મોદીએ પોતાના વચનો પૂરા કર્યા તો તેમણે કહ્યુ કે આ પ્રકારના રાજકીય સવાલોના જવાબ આપીને હું કોઈ મુશ્કેલીને આમંત્રણ આપવા નથી માંગતો કારણકે તમારે એવી કિંમત ચૂકવવી પડે છે.

આ પણ વાંચોઃ હૈદર ફિલ્મમાં શાહિદ સાથે જોવા મળેલ કાશ્મીરી યુવાન બન્યો આતંકી, એન્કાઉન્ટરમાં ઠારઆ પણ વાંચોઃ હૈદર ફિલ્મમાં શાહિદ સાથે જોવા મળેલ કાશ્મીરી યુવાન બન્યો આતંકી, એન્કાઉન્ટરમાં ઠાર

પીએમ મતબેંકની રાજનીતિમાં નથી પડતા

પીએમ મતબેંકની રાજનીતિમાં નથી પડતા

જો કે રામદેવે કહ્યુ કે હું એ જરૂર કહેવા ઈચ્છીશ કે કોઈ પણ પીએમ મોદીના નેતૃત્વ, નીતિઓ અને વિચાર પર સવાલ નહિ ઉભા કરી શકે. તેમણે 100થી વધુ રાષ્ટ્ર નિર્માણના પ્રોજેક્ટની શરૂઆત કરી અને તે ક્યારેય મતબેંકની રાજનીતિમાં નથી પડતા. જ્યારે રામદેવને પૂછવામાં આવ્યુ કે શું નોટબંધી બાદ એનડીએ સરકારના કાર્યકાળમાં કાળુ નાણુ ખતમ થઈ ગયુ છે જે અંગે આ સરકાર આવતા પહેલા તે ઘણા આંદોલિત હતા. આના પર રામદેવે કહ્યુ ક મને લાગે છે કે પૈસાનો ઉપયોગ, કૃષિ, સ્વાસ્થ્ય અને શિક્ષણમાં ઉપયોગ કરવો જોઈએ.

બેંકોને કરવી જોઈએ મદદ

બેંકોને કરવી જોઈએ મદદ

રામદેવે કહ્યુ કે ભારત નિર્માણ ક્ષેત્રનું હબ બની શકે છે. જો ઉદ્યોગ જગતને યોગ્ય ભાવમાં સારી સુવિધાઓ આપવામાં આવે. ઘણા ઉદ્યોગ જગત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એવામાં બેંકોને તેમણે બેઠા થવા માટે મદદ કરવી જોઈએ. તેમણે કહ્યુ કે બેંકોએ એવા લોકોની ઓળખ કરવી જોઈએ જેમને ખરેખર મદદની જરૂર છે નહિકે વિજય માલ્યા જેવા લોકોને લોન આપવી જોઈએ. રામદેવની કંપની પતંજલિએ છેલ્લા ઘણા સમયમાં જબરદસ્ત વધારો કર્યો છે અને 2020 સુધી આ યુનિલીવર જેવી કંપનીઓને પાછળ છોડી શકે છે.

શેર માર્કેટમાં ઉતરશે રામદેવ

શેર માર્કેટમાં ઉતરશે રામદેવ

શેર માર્કેટમાં શું બાબા રામદેવની કંપની લિસ્ટ હશે તેના પર રામદેવે કહ્યુ કે આવતા અમુક મહિનામાં તે આ અંગેના સારા સમાચાર લોકો વચ્ચે લઈને આવશે. તમને જણાવી દઈએ કે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની જીત બાદ સતત આ વાત અંગે સવાલ ઉઠી રહ્યા છે કે શું ભાજપને આ ચૂંટણી પરિણામની અસર 2019ની લોકસભા ચૂંટણીમાં જોવા મળશે. ભાજપના મોટા નેતાઓ ત્રણે રાજ્યોમાં પાર્ટીની હાર પર મંથન કરવામાં લાગ્યા છે.

આ પણ વાંચોઃ Pic & Video: ઈશા અંબાણીના લગ્નમાં ઠહાકા લગાવતી એશ, શાહરુખ, સલમાન...આ પણ વાંચોઃ Pic & Video: ઈશા અંબાણીના લગ્નમાં ઠહાકા લગાવતી એશ, શાહરુખ, સલમાન...

English summary
After defeat in three state for BJP Ramdev says do not want to invite trouble.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X