For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદથી 3 વાર સાંસદ રહી ચૂકેલા અસદુદ્દીન ઓવેસીની કેટલી છે સંપત્તિ

ઓવેસીના ઘોષણાપત્ર અનુસાર તેમની પાસે 13 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.

|
Google Oneindia Gujarati News

એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ એકવાર ફરીથી હૈદરાબાદ લોકસભા સીટ પરથી ઉમેદવારી માટે પોતાનું ફોર્મ ભર્યુ છે. ઓવેસી લોકસભામાં સતત ચોથી વાર જીતવા માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઓવેસીના ઘોષણાપત્ર અનુસાર તેમની પાસે 13 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. ઓવેસી દ્વારા સોમવારે ભરાયેલ ફોર્મ અનુસાર તેમની પાસે 12 કરોડ રૂપિયાના મૂલ્યની અચળ સંપત્તિ અને એક કરોડ 67 લાખ રૂપિયાના મૂલ્યની ચળ સંપત્તિ છે. આ ઉપરાંત તેમના પર 9 કરોડ 30 લાખ રૂપિયાનું દેણુ પણ છે. તેમની પત્નીના નામ પર 2.75 કરોડ રૂપિયાનું દેણુ છે. તેમની પાસે બે લાખ રૂપિયાની રોકડ રકમ છે.

અસદુદ્દીન ઓવેસી સામે પાંચ ગુનાહિત કેસ નોંધાયા છે

અસદુદ્દીન ઓવેસી સામે પાંચ ગુનાહિત કેસ નોંધાયા છે

વર્ષ 2017-18 દરમિયાન તેમની આવક 10,01,080 રૂપિયા હતી. વર્ષ 2016-17માં તેમની આવક 13,33,250 હતી. તેમની સામે 5 ગુનાહિત કેસ નોંધાયેલા છે પરંતુ એક પણ કેસમાં તેમને દોષી ગણવામાં આવ્યા નથી. ઓવેસી પાસે એનપી બોર .22 પિસ્ટલ છે જેની કિંમત એક લાખ રૂપિયા છે. આ ઉપરાંત એનપી બોર 30-60ની રાઈફલ છે જેની કિંમત 1 લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસી તેમજ ટીઆરએસ નેતા વિનોદ કુમાર એ ઉમેદવારોમાં શામેલ છે જેમણે તેલંગાનામાં 11 એપ્રિલના રોજ યોજાનાર લોકસભા ચૂંટણી માટે સોમવારે પોતાનું ફોર્મ ભર્યુ છે.

ઓવેસી પાસે 15 કરોડના મકાન

ઓવેસી પાસે 15 કરોડના મકાન

ઓવેસી પાસે દિલ્લીમાં એક ફ્લેટ અને હૈદરાબાદના મિશ્રીગંજમાં એક મકાન છે. ફોર્મ અનુસાર ઓવેસીનું એક મકાન જૂના શહેરના મેલારદેવપલ્લીના શાસ્ત્રીપુરમમાં છે જેની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા છે. આ મકાનમાં પત્નીના શેર 1.2 કરોડ છે. હજુ 3.58 કરોડ રૂપિયા હજુ એમએમ કન્સ્ટ્રક્શનને આપવાના છે. 1.8 લાખ વર્ગફૂટની જમીન પર 36,250 વર્ગફૂટમાં આ મકાન બનાવવામાં આવી રહ્યુ છે.

ઓવેસી વિશે અમુક વાતો

ઓવેસી વિશે અમુક વાતો

3 મે, 1969ના રોજ જન્મેલા એઆઈએમઆઈએમના પ્રમુખ ઓવેસીએ રાજકારણની શરૂઆત 1994માં આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીથી કરી. પરંતુ લોકસભામાં તેમને પહેલી વાર જીત 2004માં પોતાના પિતાની હૈદરાબાદ સીટથી મળી. તે હૈદરાબાદથી સતત 3 વાર સાંસદ રહ્યા છે. ઓવેસી પર સાંપ્રદાયિક હોવાના આરોપ લાગતા રહે છે. તે પોતાના વિવાદિત નિવેદનો માટે સમાચારોમાં છવાયેલા રહે છે. વાત પીએમ મોદીને તેમના નિવેદનો માટે ઘેરવાની હોય કે કોંગ્રેસને ખરી ખોટી સંભળાવવાની હોય ઓવેસી હંમેશા પોતાના આકરા નિવેદનો માટે ચર્ચામાં રહે છે. ઓવેસીના નાના ભાઈ અકબરુદ્દીનના એક ભડકાઉ નિવેદને તેમને જેલ પહોંચાડી દીધા હતા તેમજ ઓવેસી માટે પણ અસહજ સ્થિતિ પેદા કરી દીધી હતી.

આ પણ વાંચોઃ બ્રેક અપ બાદ મળેલા દીપિકા-રણબીરે કરી કિસ, ફોટો વાયરલઆ પણ વાંચોઃ બ્રેક અપ બાદ મળેલા દીપિકા-રણબીરે કરી કિસ, ફોટો વાયરલ

English summary
AIMIM president Asaduddin Owaisi has assets worth Rs 13 crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X