For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: અમેરિકી સેનાના જવાનોએ વગાડી ‘જન-ગણ-મન' ધૂન, જીત્યુ લોકોનુ દિલ

સંયુક્ત યુદ્ધ અભ્યાસના સમાપન દિવસ પર અમેરિકી સૈનિકોના બેન્ડે ભારતીય રાષ્ટ્રગાન ગાયુ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

સંયુક્ત યુદ્ધ અભ્યાસના સમાપન દિવસ પર અમેરિકી સૈનિકોના બેન્ડે ભારતીય રાષ્ટ્રગાન ગાયુ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દિલ જીતનાર આ વીડિયોને લોકો ખૂબ લાઈક અને શેર કરી રહ્યા છે. અમેરિકી સેનાના જવાનોનુ બેંડ અહીં રાષ્ટ્રગીત 'જન-ગણ-મન' ની ધૂન વગાડી રહ્યા છે. આ બેંડમાં મહિલા-પુરુષ બંને જ સભ્યો શામેલ છે. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આનો વીડિયો જારી કરવામાં આવ્યો.

US army

તમને જણાવી દઈએ કે ભારતીય સેના અને અમેરિકી સેનાના સૌથી મોટા યુદ્ધાભ્યાસ અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસી પાસે જોઈન્ટ બેસ લુઈસ મેકકૉર્ડમાં 5 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી ચાલ્યો. યુદ્ધ અભ્યાસ દરમિયાન ભારતીય સેનાના એક ટ્રુપે પોતાનુ કૌશલ પ્રદર્શન અમેરિકી સેના સાથે કર્યુ.

આ દરમિયાન ભારતીય અને અમેરિકી સૈનિક અસમ રેજિમેન્ટના માર્ચિંગ ગીત બદલૂરામ કા બદલ પર ઝૂમતા જોવા મળ્યા. આ સંયુક્ત અભ્યાસમાં ઘણા અલગ અલગ પ્રકારની ગતિવિધિઓ કરવામાં આવી જેથી એકબીજાની યુદ્ધ પ્રક્રિયાઓની સમજી શકાય. આ યુદ્ધ અભ્યાસ 18 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયુ. તમને જણાવી દઈએ કે આ ભારત અને અમેરિકા વચ્ચે સૌથી મોટો સંયુક્ત સૈન્ય પ્રશિક્ષણ અને રક્ષા સહયોગ રહ્યો. ભારત અને અમેરિકા વચ્ચે વૈકલ્પિક રીતે આયોજિત સંયુક્ત અભ્યાસનુ આ 15મુ સંસ્કરણ છે.

આ પણ વાંચોઃ દિલ્હી-એનસીઆરમાં આજે મોટર-વ્હીકલ એક્ટના વિરોધમાં કૉમર્શિયલ વાહનોની હડતાળઆ પણ વાંચોઃ દિલ્હી-એનસીઆરમાં આજે મોટર-વ્હીકલ એક્ટના વિરોધમાં કૉમર્શિયલ વાહનોની હડતાળ

English summary
american army band playing indian national anthem during war practice in washington dc
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X