For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ રાજ્યોમાં કેમ હારી ભાજપ, મંથન માટે અમિત શાહે દિલ્લીમાં બોલાવી બેઠક

હાર પર સમીક્ષા કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે ત્રણ રાજ્યોના ઘણા નેતાઓ સાથે રિવ્યુ મીટિંગ બોલાવી છે જ્યાં હારના કારણો પર ચર્ચા થશે.

|
Google Oneindia Gujarati News

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જતી રહી અને એક લાંબી રાહ જોયા બાદ કોંગ્રેસનું સત્તામાં કમબેક થયુ છે. લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં હારને કારણે ભાજપ હાઈ કમાન્ડને વિચારતા કરી દીધા છે. આ હાર પર સમીક્ષા કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે ત્રણ રાજ્યોના ઘણા નેતાઓ સાથે રિવ્યુ મીટિંગ બોલાવી છે જ્યાં હારના કારણો પર ચર્ચા થશે.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં ડેપ્યુટી સીએમ ફોર્મ્યુલા અપનાવશે રાહુલ? ગેહલોત-પાયલટ દિલ્લી રવાનાઆ પણ વાંચોઃ રાજસ્થાનમાં ડેપ્યુટી સીએમ ફોર્મ્યુલા અપનાવશે રાહુલ? ગેહલોત-પાયલટ દિલ્લી રવાના

ત્રણ રાજ્યોમાં હાર બાદ શાહે બોલાવી મીટિંગ

ત્રણ રાજ્યોમાં હાર બાદ શાહે બોલાવી મીટિંગ

અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં ચૂંટણીવાળા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી હાજર રહેશે જ્યાં આગામી લોકસભા ચૂંટણી પહેલા હારની સમીક્ષા સાથે પાર્ટીને જીતના પાટા પર લાવવાની દિશામાં ચર્ચા થશે. સમાચાર છે કે આ રાજ્યોમાં આગામી લોકસભા ચૂંટણીને જોતા રણનીતિ પર વાત થશે.

અમિત શાહ કરશે હારની સમીક્ષા

અમિત શાહ કરશે હારની સમીક્ષા

આ બેઠક પહેલા પીએમ મોદી સંસદ પરિસરમાં સંસદીય દળની બેઠકમાં ભાજપના સાંસદો સાથે વાત કરશે. જાન્યુઆરીના બીજા સપ્તાહમાં દિલ્લીમાં નેશનલ કાઉન્સિલની બેઠક થવાની પણ આશા છે જેમાં દેશભરના 2000 પાર્ટી નેતા આગામી લોકસભા ચૂંટણીના કારણે ચર્ચા કરવા માટે ભેગા થશે. કહેવાય છે કે આ બેઠક પહેલેથી જ નક્કી હતી. વળી, હિંદી બેલ્ટના ત્રણ રાજ્યોમાં સત્તા ગુમાવ્યા બાદ ભાજપ હાઈ કમાન્ડ આગામી લોકસભા ચૂંટણી પહેલા હવે બીજુ કોઈ જોખમ લેવા નથી ઈચ્છતા.

રાષ્ટ્રવ્યાપી બુથ યોજનાની સમીક્ષા થશે

રાષ્ટ્રવ્યાપી બુથ યોજનાની સમીક્ષા થશે

અમિત શાહે બધા પ્રદેશ અધ્યક્ષોને જમીની સ્તર પર પાર્ટીના પ્રદર્શનનો રિપોર્ટ માંગ્યો છે. જેમાં રાજકીય પડકારો પર જાણકારી મેળવવા સાથે સાથે સંગઠન સાથે જોડાયેલી વસ્તુઓ અને ભવિષ્ય માટે રોડ મેપ તૈયાર કરવાના નિર્દેશ પણ પાર્ટીના આ નેતાઓને આપવામાં આવ્યા છે. રાષ્ટ્રવ્યાપી બુથ યોજનાની સમીક્ષા પણ આ બેઠકમાં થવાની છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપ તમામ મુદ્દાઓ પર રણનીતિ તૈયાર કરવામાં લાગી ગઈ છે જેથી સત્તામાં ફરીથી કમબેક કરી શકે.

આ પણ વાંચોઃ 5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે જ નહિ કોંગ્રેસ માટે પણ સબક છે, આ છે કારણઆ પણ વાંચોઃ 5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે જ નહિ કોંગ્રેસ માટે પણ સબક છે, આ છે કારણ

English summary
amit shah calls review meeting after losing three states in assembly elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X