For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડેપ્યૂટી સીએમ ચૂંટાયા બાદ બોલ્યા સચિન પાયલટ, કોને ખબર હતી કે બે-બે કરોડપતિ બની જશે

કાલે કોને ખબર હતી કે બબ્બે કરોડપતિ બની જશેઃ સચિન પાયલટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અશોક ગેહલોતને મુખ્યમંત્રી અને સચિન પાયલટને રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના પર્યવેક્ષક કેસી વેણુગોપાલે જણાવ્યું કે રાહુલ ગાંધીએ અશોક ગેહલોતને રાજસ્થાનના મુખ્યમંત્રી અને સચિન પાયલનટને ઉપમુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. પોતાના નામના એલાન બાદ પ્રેસ કોન્ફ્રેન્સમાં સચિન પાયલટે કહ્યું કે કાલે જ્યારે આ રૂમમાં બેઠા હતા ત્યારે કોને ખબર હતી કે બે-બે કરોડપિત બની જશે.

સચિન પાયલટે બબ્બે કરોડપિત બન્યાની વાત કરી

સચિન પાયલટે બબ્બે કરોડપિત બન્યાની વાત કરી

સચિન પાયલટે કહ્યું, અમે કાલે આ જ રૂમમાં બેઠા હતા ત્યારે કોને ખબર હતી કે કાલે બબ્બે કરોડપતિ બની જશે. પાયલટે કહ્યું કે ત્રણ રાજ્યોનાં પરિણામ દેશને સંતોષ આપતાં હતાં. પ્રદેશની જનતાએ અમને આશિર્વાદ આપ્યા. વસુંધરા રાજે સિંધિયાની સરકાર વિરુદ્ધ મારો અને અશોકજીનો જાદૂ ચાલી ગયો. અમે અમારા ઘોષણાપત્રના વાયદાઓ પૂરા કરીશું. પાયલટે કહ્યું કે હવે 2019માં પણ કોંગ્રેસની જીત માટે કામ કરશું.

સામાન્ય નાગરિકો માટે અમારી સરકાર કામ કરશેઃ ગેહલોત

સામાન્ય નાગરિકો માટે અમારી સરકાર કામ કરશેઃ ગેહલોત

અશોક ગેહલોતે કહ્યું કે ભાજપ સત્તામાં રહી એ દરમિયાન પાછલા પાંચ વર્ષમાં રાજ્યની જનતાને સતત પરેશાનીનો સામનો કરવો પડ્યો. મુખ્યમંત્રીએ જનતાને સમય નથી આપ્યો. ગેહલોતે કહ્યું કે તેઓ રાજ્યના લોકોની ભલાઈ માટે કામ કરશે અને જે પણ વાયદા કરીને ચૂંટણી જીત્યા છે તેમને પૂરા કરશે. ગેહલોતે સુશાસન અને ખેડૂતોના દેવાં માફીને પોતાની સરકારની પ્રાથમિકતા જણાવી.

આજે સાંજે રાજ્યપાલને મળશું

આજે સાંજે રાજ્યપાલને મળશું

કોંગ્રેસ મોવડી મંડળના ફેસલા બાદ બંને નેા જયપુર માટે નિકળી ગયા છે, જ્યાં ગેહલોત સાંજે સાત વાગ્યે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો વાયદો રજૂ કરશે. ગેહલોત અને સચિન પાયલટમાંથી કોઈ એકને પસંદ કરવાને લઈ કોંગ્રેસ મોવડી મંડળ ગુરુવારથી સતત બેઠક કરી રહ્યા હતા. લાંબા વિચાર-વિમર્શ બાદ ફેસલો કરવામાં આવ્યો.

અશોક ગેહલોત રાજસ્થાનના સીએમ, સચિન પાયલટ ઉપ મુખ્યમંત્રી બનાવાયા અશોક ગેહલોત રાજસ્થાનના સીએમ, સચિન પાયલટ ઉપ મુખ્યમંત્રી બનાવાયા

English summary
Ashok Gehlot elected as next Chief Minister of Rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X