For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક સંકટઃ કુમારસ્વામીના સમર્થનમાં આવ્યા માયાવતી, ગઠબંધનને મત આપવા કહ્યુ

બસપા સુપ્રીમો માયાવતીએ કર્ણાટકમાં પોતાના ધારાસભ્યને કુમારસ્વામીના સમર્થનમાં મત આપવાના નિર્દેશ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં રાજકીય સંકટ સતત ચાલુ છે. રાજ્યના રાજકારણનું ઊંટ કઈ તરફ પડખુ ફરશે તે આજે થનારા ફ્લોર ટેસ્ટ બાદ જ માલુમ પડી શકશે. કોંગ્રેસે બેંગલુરુના તાજ વિવાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક કરી. વળી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ આજે સવારે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ દરમિયાન બસપા સુપ્રીમો માયાવતીએ કર્ણાટકમાં પોતાના ધારાસભ્યને કુમારસ્વામીના સમર્થનમાં મત આપવાના નિર્દેશ આપ્યા છે.

mayawati

આજે રાજ્યના મુખ્યમંત્રી કુમારસ્વામી વિશ્વાસ મત રજૂ કરવા જઈ રહ્યા છે. બસપા સુપ્રીમો માયાવતીએ અધિકૃત ટ્વિટર હેન્ડલથી એક ટ્વીટમાં લખ્યુ છે, 'બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ કર્ણાટકમાં પોતાના બસપાના ધારાસભ્યને સીએમ કુમારસ્વામીની સરકારના સમર્થનમાં મત આપવા હેતુ નિર્દેશિત કર્યા છે.' વળી, આ પહેલા બસપા ધારાસભ્ય એન મહેશે કહ્યુ હતુ કે હું આ વિધાનસભા સત્રમાં શામેલ નહિ થઈ શકુ. મને પાર્ટી હાઈકમાન્ડ તરફથી વિશ્વાસ મત સાબિત કરવાની પ્રક્રિયાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યુ છે એટલા માટે હું સોમવાર અને મંગળવારે સત્રમાં હાજર નહિ રહુ.

સોમવારે થનારા વિશ્વાસ મત વિશે રાજકીય દળ પોતપોતાની રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. રાજ્યમાં રાજકીય બેઠકોનો દોર ચાલુ છે. વળી, યેદિયુરપ્પાએ કહ્યુ કે ધારાસભ્યોને કલાકો સુધી બોલવા દીધા. તેમની પાસે (સરકાર) બહુમત નથી અને તે સમય બગાડી રહ્યા છે. હવે રાજ્યપાલ શું કાર્યવાહી કરે છે તેના પર જ નિર્ભર કરે છે. તેમણે દાવો કર્યો કે ગઠબંધન પાસે 98 ધારાસભ્ય છે જ્યારે ભાજપના ધારાસભ્યોની સંખ્યા 106 છે.

આ પણ વાંચોઃ શું આ વખતે પોતાના પારિવારિક 'દુર્ભાગ્ય'થી બચી શકશે દેવગૌડા પરિવાર?આ પણ વાંચોઃ શું આ વખતે પોતાના પારિવારિક 'દુર્ભાગ્ય'થી બચી શકશે દેવગૌડા પરિવાર?

English summary
BSP chief Mayawati directs her MLA in Karnataka to vote in favour of Kumaraswamy government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X