For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારના પહેલા બજેટમાં જાણો નાણા મંત્રી કોના માટે શું લઇને આવ્યા..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 જુલાઇ: આજે દેશની નજર મોદી સરકારના બજેટ પર છે. લોકસભા ચૂંટણીના ઢંઢેરામાં ભાજપે સૂત્ર આપેલું 'મોદીજી કો લાને વાલે હે, અચ્છે દિન આને વાલે હે'. જનતાએ મોદીને બહુમતી આપી દીધી હવે તેમને વડાપ્રધાનની ખુરશી પર બેસાડી દીધા, હવે મોદી સરકારનો વારો છે તે પોતાના વચનો પર ઊંણા ઊતરે. આજે મોદી સરકાર પોતાનું પહેલું સામાન્ય બજેટ જાહેર કર્યું.

નાણામંત્રી અરુણ જેટલીએ આજે પોતાનું સામાન્ય બજેટ 2014 રજૂ કર્યું. જેમાં તેમણે કેટલીં વસ્તુઓ મોંઘી કરી અને કેટલીં વસ્તુઓમાં સામાન્ય જનતા રાહત આપી. અત્રે બજેટના મુખ્ય અંશો આપવામાં આવેલા છે. જુઓ અને આપ ખુદ જ નક્કી કરો કે મોદી સરકારનું બજેટ સારુ છે કે ખરાબ...

બજેટના મુખ્ય અંશો આ પ્રણામે છે...

1.14 pm: અરૂણ જેટલીનું બજેટ ભાષણ પુરું થયું. આની સાથે જ લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી.

1.12 pm: સર્વિસ ટેક્સ

ઓનલાઇન, મોબાઇલ એડવર્ટાઇઝિંગ, વગેરે પર સર્વિસ ટેક્સ નહીં લાગે.
પોસ્ટલ સર્વિસ ટેક્સ ઘટાડી દેવામાં આવશે, એટલે કે કુરિયર કરવું સસ્તુ બનશે.
સામાજિક ક્ષેત્રમાં કૃષિ ઉત્પાદનના ટ્રાંસપોર્ટેશન પર સર્વિસ ટેક્સની છૂટ.
માઇક્રો ઇંશ્યોરંસ સ્કીમ્સ પર સર્વિસ ટેક્સની છૂટ.

1.07pm: એક્સાઇઝ ડ્યૂટી

પાન મસાલા પર એક્સાઇઝ ડ્યૂટી વધી, એટલે કે પાન, માસાલો, ગુટખા હવે મોંઘું.
કપડા પર એક્સાઇઝ ડ્યૂટી વધારી દેવામાં આવી. કપડા મોંઘા બન્યા.
સિગરેટ પર એક્સાઇઝ ડ્યૂટી વધારી દેવામાં આવી છે. સિગરેટ સિંગાર મોંઘું.
સાબુ, ક્રીમ, પાવડર પર એક્સાઇઝ ડ્યૂટી ઘટી. મેક અપ સસ્તુ.

મોંઘા ફુટવીયર પર 12 ટકા એક્ઝાઇઝ ડ્યૂટી જ રહેશે. એટલે કે બ્રાંડના શૂઝ મોંઘા બનશે.
ફુટવીયરમાં 12 ટકા થી ઘટીને 6 ટકા કરી દેવામાં આવી છે, લોકલ બ્રાંડના બૂટ-ચપ્પલ સસ્તુ થશે. ફૂડ પ્રોસેસિંગ અને પેકેઝિંગ મશીનરી પર એક્ઝાઇઝ ડ્યૂટી 10થી ઘટાડીને 5 ટકા. રમત ઉપકરણો પર એક્સાઇઝ ડ્યૂટી ઘટી.

12.58am: કસ્ટમ ડ્યૂટી

વિંડ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ઉપકરણ પર કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 5 ટકા.
સોલર પાવર માટે ઉપયોગમાં લેનારા ઉપકરણો પર કોઇ કસ્ટમ ડ્યૂટી નથી.
સ્ટેનલેશ સ્ટીલ પર કસ્ટમ ડ્યૂટીમાં વધારો.
19 ઇંચથી ઓછી એલસીડી, એલઇડી પર કસ્ટમ ડ્યૂટીમાં રાહત.
ટેલિવિઝન સસ્તા થશે કારણ કે કલર્ડ પિક્ચર ડ્યૂબ પર કસ્ટમ ડ્યૂટી ઓછી થઇ જશે.
સ્માર્ટ કાર્ડના મેન્યુફેક્ચરમાં ઉપયોગમાં આવનાર રિબન કરી.
વિદેશી મોબાઇ, કમ્પ્યુટર, ચિપ્સ વગેરેની કસ્ટમ ડ્યૂટી ઓછી કરી દેવામાં આવી છે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે બેસિક કસ્ટમ ડ્યૂટી-ફૈટી એસિડ અને અન્ય ફાર્મ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યૂટીને 12 ટકાથી ઘટાડીને 7.5 ટકા.
ગ્લીસરીન પર 12 ટકાથી ઘટીને 7 ટકા.
નવા રોકાણને પ્રોત્સાહન આપવા માટે
રસાયણો પર કસ્ટમ ડ્યૂટીને 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરી દેવામાં આવશે.

સામાન્ય જનતા માટે કર પ્રણાલી

12.43 pm: ડાયરેક્ટ ટેક્સના ટાર્ગેટને પાછલી સરકાર દ્વારા નિર્ધારિત ટાર્ગેટને ધ્યાનમાં રાખતા જ આ જાહેરાત કરવામાં આવી રહી છે. રોકાણને પ્રોત્સાહિત કરવા માટે ઘણા પરિવર્તન કરવામાં આવ્યા છે. સામાન્ય લોકોને થોડી રાહત આપવા અમે કામ કર્યું છે.

ડાયરેક્ટ ટેક્સ હેઠળ 50 વર્ષની ઉંમરથી નીચેના માટે 2.5 લાખની વાર્ષિક આવક વાળા લોકો માટે કોઇ કર નહીં હોય.

સીનિયર સિટીજન માટે 3 લાખ રૂપિયા સુધીની ટેક્સમાં રાહત રહેશે.

- આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના વિકાસ માટે બંને રાજ્યોની મદદ કરવામાં આવશે.

- નોર્થ ઇસ્ટમાં રેલ નેટવર્ક માટે 3000 કરોડ.

- ઓર્ગેનિક ફાર્મિંગ ને પ્રોત્સાહન આપવા માટે 100 કરોડની ફાળવણી નોર્થ ઇસ્ટમાં થશે સંસ્થાનની સ્થાપના.

- હિંદુપુર આંધ્ર પ્રદેશમાં કસ્ટમ અકાદમી સ્થાપિત કરવામાં આવશે.

રમતના ક્ષેત્રમાં
12.32 am: નેશનલ સ્પોર્ટ્સ અકાદમી સ્થાપિત કરવામાં આવશે. તેમાં દરેક રમત માટે ખેલાડી તૈયાર કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરથી રમત ટેલેંટ બહાર નથી આવી રહ્યું, તેના માટે 200 કરોડ રૂપિયામાં જમ્મુ-કાશ્મીરમાં બે નવા ઇંડોર સ્ટેડિયમ બનાવવામાં આવશે. મણિપુરમાં રમત વિશ્વવિદ્યાલય, જેના માટે 100 કરોડ. નેપાળ અને ભૂટાનને પણ આમંત્રિત કરાવવામાં આવશે.

રોજગાર કેન્દ્રોમાં કાઉંસિલિંગ સુવિધા આપવામાં આવશે. તેના માટે 100 કરોડ રૂપિયા. લીડરશિપ સ્કિલ્સના માટે 100 કરોડ.

વિજ્ઞાન અને પ્રૌદ્યૌગિકી

12.03 am: નેનો ટેકનોલોજી અને બાયો ટેક માટે પાંચ નવા સંસ્થાન પીપીટીના આધાર પર. ફરીદાબાદ અને બેંગલોર અને આંતરાષ્ટ્રીય સ્તર પર વિકસિત કરવામાં આવશે. મોહાલીમાં એગ્રી બાયોટેક ક્લસ્ટર. આ ઉપરાંત બે નવા પુણે અને કોલકાતામાં સંસ્થાન સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરનું સંસ્થાન સ્થાપિત કરવામાં આવશે.

જીએસએલવીના માધ્યમથી નવી સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે.

12.27pm: ગંગા નદીને સ્વચ્છ બનાવવા અને નદિયોને લિંક કરવા માટેના અધ્યયન માટે 100 કરોડ. ગંગા અને અન્ય નદિયો માટે 2037 કરોડ. આ હેઠળ રિવર ફ્રંટ અને નુકસાનના વિકાસ કરવામાં આવશે. 100 કરોડ કેદારનાથ, વારાણસી, દિલ્હી, વગેરેમાં નુકસાનની ભરપાઇ કરીને વિકાસ કરવા માટે.

- પુરાતન હેરિટેજ માટે 100 કરોડ રૂપિયા. ગોવામાં ઇંટરનેશનલ કંવેશન સેંટર માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પીપી મોડેલના આધાર પર મોડેલ તૈયાર કરવામાં આવશે. 100 રૂપિયા કરોડના ખર્ચ પર.

- તીર્થસ્થળોના વિકાસ માટે 200 કરોડ, મથુરા, સાંચી, અજમેર, વગેરેનો વિકાસ કરવામાં આવશે. તેમાં પણ પીપીટી મોડેલ રહેશે.

- 5 ટૂરિસ્ટ સર્કિટ બનાવવા માટે 500 કરોડ

- નક્સલિયો સામે નિપટવા માટે વિશેષ સ્કીમ હેઠળ 2000 કરોડ. બોર્ડર સુરક્ષા માટે 1900 કરોડ.

- 3000 કરોડ રૂપિયા પોલીસના મોર્ડનાઇઝેશન માટે.

- 100 કરોડ સેનાની ટેકનોલોજીને મજબૂત કરવા માટે.

- વોર મેમોરિયલ માટે 100 કરોડ રૂપિયા. અત્રે મ્યૂઝિયમ પણ બનાવવામાં આવશે.

- 5000 કરોડ માટે સેનાનું મોર્ડનાઇઝેશન કરવામાં આવશે.

- 1000 કરોડ રૂપિયામાં વન રેંક વન પેંશન માટે.

- નેશનલ સેવિંગ સર્ટિફિકેટના હેઠળ હવે ઇંશ્યોરંસની સુવિધા પણ આપવામાં આવશે.

- સરકાર આ ક્ષેત્રમાં મોટા કામ કરવા જઇ રહી છે. આ સેક્ટરની કંપનીઓ પર નિયંત્રણ સ્તાપિત કરવામાં આવશે. જેથી નાના રોકાણકારોને લાભ મળી શકશે. તેમની સાથે છલ ના થઇ શકે.

- બેંક ઇંફ્રાસ્ટ્રક્ચર બોન્ડને પ્રોત્સાહન આપી શકે જેથી યોજનામાં પરિવર્તન કરવામાં આવશે.

- માઇનીંગમાં રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે.

- પેટ્રોલ-ગેસ માટે દેશમાં કાચા તેલના કુવાની શોધ માટે સમિતિ બનાવવામાં આવસે, આખા દેશમાં ગેસ પાઇપ લાઇન બિછાવવા માટે પીપી મોડલ હશે. તેનાથી ગેસના ટ્રાંસપોર્ટનો ખર્ચ ઓછો થશે.

- રાજસ્થાન, લદ્દાખ અને તમિલનાડુમાં સોલર પાવર પ્લાંટ સ્થાપિત કરવામાં આવશે

- નોર્થ ઇસ્ટમાં કનેક્ટિવિટી વધારવા માટે 500 કરોડ રૂપિયા. અત્રે ઇંડસ્ટ્રીયલ કોરીડોર પણ સ્થાપિત કરવામાં આવશે.

- રાષ્ટ્રીય રાજ માર્ગો માટે 30 હજાર કરોડ

- 4200 કરોડ રૂપિયામાં ગંગા નદીના માધ્યમથી અલ્હાબાદથી હલ્દિયા સુધી વોટર ટ્રાંસપોર્ટ શરૂ કરવામાં આવશે.

- દિલ્હીમાં હસ્તકલા એકેડેમીને સ્થાપિત કરવામાં આવશે. તેના માટે 30 કરોડ. કાશ્મીરમાં પશ્મીના માટે સેલ બનાવવામાં આવસે.

- હેંડલૂમ ઉત્પાદનો માટે ટ્રેડ સેંટરની સ્થાપના કરવામાં આવશે, જેના માટે 5000 કરોડ. બરેલી, લખનઉ, સુરત, તમિલનાડુમાં સેંટરને સ્થાપિત કરવા માટે 200 કરોડ.

ખેતીનો રિયલ ટાઇ ડેટા

- કૃષિ ક્ષેત્રમાં ઓપન માર્કેટ સેલ અને કિંમતોને નિયંત્રિત રાખવા માટે, ખેડૂતોને વિશેષ સૂચનાઓ આપવાની યોજનાઓ છે. તેના અંતર્ગત રિયલ ટાઇમ ડેટા ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેના માટે 100 કરોડ.

- ખેડૂતોની નાણાકીય હાલતને સુધારવા માટે 5000 કરોડ રૂપિયા, જેથી ખેડૂત આત્મહત્યા કરવા પર મજબૂર ના થાય.

- કૃષિના ઇંફ્રાસ્ટ્રક્ચર માટે 5000 કરોડ રૂપિયા

- ખેડૂતોને એક લાખ કરોડ રૂપિયા સુધીની લોન આપી શકાશે. શોર્ટ ટર્મ ક્રોપ માટે 7 ટકા ઋણ આપવામાં આવશે.

- દેશના બજારમાં નિયંત્રણ સ્થાપિત કરનારા એકમ માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી. તેનાથી ખેડૂતો સાથે કોઇ છેતરપિંડી.
પર્યાવરણ અધ્યયન

- પર્યાવરણમાં પરિવર્તનના અધ્યયન માટે 100 કરોડની ફાળવણી, જે અંતર્ગત સંસ્થાની સ્થાપના થશે.

- સ્વાઇલ ટેસ્ટિંગ માટે નવી મોબાઇલ લેબ સ્થાપિત થશે, જેના માટે 100 કરોડ રૂપિયા.

- કમરમાં દુ:ખાવાના કારણે નાણામંત્રી અરૂણ જેટલીએ પાંચ મિનિટનો બ્રેક લીધો. બાદમાં સ્પિકર મહોદયાએ તેમને બેસીને બજેટ ભાષણ કરવાની પરવાનગી આપી.

એગ્રીકલ્ચર વિશ્વવિદ્યાલય

- એગ્રીકલ્ચર યુનિવર્સિટી રાજસ્થાન, આંધ્ર પ્રદેશમાં સ્થાપિત કરવામાં આવશે.

- એગ્રો ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટેની યોજના અંતર્ગત 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત અસમમાં સંસ્થા પણ સ્થાપી શકાય.

- મદરેસા અને લઘુમતી સંસ્થાનોના ઉત્થાન માટે 100 કરોડ.

- પારંપારિક કલાને બચાવવા માટે 100 કરોડ.

- કુપોષણને દૂર કરવા માટે ખાસ પ્રોગ્રામ હાથ ધરવામાં આવશે.

- સૌને ઘર અપાવવા માટે નવી યોજના ચાલુ કરવામાં આવશે. ઓછી કિંમતમાં મકાન મળી શકશે. આના માટે 4000 કરોડ રૂપિયા નેશનલ હાઉસિંગ બેંક માટે પ્રસ્તાવિત છે. તેમાં એલઆઇવી અને નબળા વર્ગના લોકોને મકાનની સુવિધા આપવામાં આવશે, અથવા તેમને સસ્તાદરે લોન આપવામાં આવશે.

- 20 લાખથી વદારે વસતી ધરાવતા શહેરો માટે મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવશે. તેના માટે 100 કરોડ. તેમાં લખનઉ પ્રમુખ છે.

- શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પીવાનું પાણી, વેસ્ટ મેનેજમેન્ટ, અને અન્ય ચીજોને પ્રોત્સાહન આપવામાં આવશે. પબ્લિક ટ્રાંસપોર્ટ, માર્ગ નિર્માણ વગેરે માટે 50 હજાર કરોડ.

- દેશને ઉચ્ચ શિક્ષાના જમ્મુ, છત્તીસગઢ, ગોવા, આંધ્ર પ્રદેશ કેરળમાં આઇઆઇટી સ્થાપિત કરવામાં આવશે.

- ઇનોવેટિવ ટીચર્સ માટે પંડિત મદન મોહન માલવીય ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ હશે જેના માટે 500 કરોડ રૂપિયા ફાળવવાનો પ્રસ્તાવ છે.

- સરકારી મેડિકલ કોલેજોને વધારવા માટે 12 નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. આ કોલેજ બંગળા, વિદર્ભ, અને પૂર્વાંચલમાં રહેશે. તેમાં ડેંટલ કેરની સ્પેશિયલ યૂનિટ હશે.

- મહારાષ્ટ્રના વિદર્ભ, પૂર્વાંચલ અને બંગાળના ખેડૂતોના ઉત્થાન માટે 500 કરોડ રૂપિયાની ફાળવણીનો પ્રસ્તાવ છે.

11.33 am: પીવાના પાણીને શુદ્ધ કરવા માટે 20 હજાર કરોડ રૂપિયાની ફાળવણી.

- છેવાડાના જિલ્લાઓનો વિકાસ કરવા માટે વિશેષ કાર્યક્રમ છે, જેના માટે કેન્દ્ર સરકાર પીવાનું પાણી, સ્વાસ્થ્ય સેવા, શિક્ષણ, ઉદ્યોગ, માર્ગ, વીજળી, વગેરે સારુ કરવા માટે કામ કરવામાં આવશે.

- ગ્રામીણ વિસ્તારોમાં મકાન બનાવવા માટે રૂરલ હાઉસિંગ પ્રોગ્રામને 8000 કરોડ રૂપિયા સુધી વધારવામાં આવશે.

- સ્કૂલ પાઠ્યક્રમોમાં જેંડર ડિસ્ક્રીમિનેશન પર નવા પાઠ ઊમેરવામાં આવશે.

- બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત નિધિને વધારવામાં આવશે.

- પબ્લિક ટ્રાંસપોર્ટમાં મહિલાઓની સુરક્ષા માટે મંત્રાલય 150 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

- નેત્રહીન વિદ્યાર્થીઓ માટે બ્રેઇલ પ્રિંટિંગ પ્રેસોનું આધુનિકરણ કરવામાં આવશે. જેના માટે રાજ્ય સરકારોને સહાયતા કરવામાં આવશે.

- વિકલાંગોને ઉપકરણ ખરીદવા માટે અને આધુનિક ઉપકરણો ખરીદવા માટે ઇંસેંટિવ આપવામાં આવશે.

- પીપીએફ જેવા ખાતાઓને ઘણી વખત વૃદ્ધો ક્લેઇમ કરવા નથી આવતા, આવી ધનરાશિને વરિષ્ઠ નાગરિકોના હિત માટે કેવી રીતે વાપરી શકાય તે અંગેની સમિતિ બનાવવામાં આવશે.

- વરિષ્ઠ નાગરિકો માટે પેંશન વીમા યોજનાને પુનરજીવિત કરવામાં આવશે. આદિવાસીઓના વિકાસ માટે 200 કરોડની ફાળવણી કરવામાં આવશે.

- ગ્રામીણ વિસ્તારોમાં શહેરીકરણ માટે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન યોજના. જે અંતર્ગત ગામડાઓમાં વીજળી, માર્ગ પહોંચાડવાનું કામ થશે.

સિંચાઇમાં સુધાર
11.20 am : સિંચાઇમાં સુધાર માટે વડાપ્રધાન સિંચાઇ યોજનાનો પ્રસ્તાવ છે. સ્વચ્છ ભારત અભિયાનને પણ ચલાવવામાં આવશે, જે 2019 સુધી દેશ ભરમાં સ્વચ્છ બનાવવામાં આવશે.

કિસાન વિકાસ પત્ર
કિસાન વિકાસ પત્ર માટે લોકોને પ્રોત્સાહીત કરવા માટે નવી યોજના છે. તેને ફરી ચાલુ કરવાની યોજના છે, જે પાછલી સરકારે બંદ કરી દીધી હતી.

રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ
રિયલ એસ્ટેટમાં ટ્રસ્ટ દ્વારા રોકાણ વધારવાની યોજનાનો પ્રસ્તાવ રાખી રહ્યો છું. જેથી સામાન્ય નાગરિકના રોકાણની સાથે આ ક્ષેત્રમાં વિકાસ થઇ શકે.

હવાઇ મથકો પર ઇ-વિઝા
- હવાઇ મથકો પર ઇ-વિઝાની સુવિધા ઊભી કરવામાં આવશે.

સ્માર્ટ સિટીઝ

મોટા શહેરોની આસ-પાસ 100 સ્માર્ટ સિટીઝ બનાવવાનો પ્રસ્તાવ રાખીએ છીએ. અત્રે ઇંફ્રાસ્ટ્રક્ચર માટે મોટી રકમનો પ્રસ્તાવ છે. તેના માટે 7060 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ રાખી રહ્યો છું.

સરકારી બેંક

- સરકારી બેંકોના નાણા પોષણ માટે તેમના શેર દેશના નાગરિકોને વેચવાનો પ્રસ્તાવ છે. જેથી સરકાર વધારેમાં વધારે શેરથી કમાણી કરી શકે. બેંકોની મૂડી વધારવા માટે સામાન્ય નાગરીકોને શેર ધારક બનાવવામાં આવશે.

- સ્માર્ટ શહેરો માટે પણ એફડીઆઇનો પ્રસ્તાવ રાખી રહ્યો છું. આ ઊપરાંત ઇ-કોમર્સના મેન્યુફેક્ચરિંગ એકમોને પરવાનગી વગર ઉત્પાદન વેચવાનો અધિકાર રહેશે. તેમાં પણ એફડીઆઇને પ્રોત્સાહન આપવામાં આવશે.

વીમા ક્ષેત્રમાં એફડીઆઇને પ્રોત્સાહન

- વીમા ક્ષેત્રમાં એફડીઆઇને પ્રોત્સાહન આપવા માટે એફડીઆઇ 49 ટકા કરી દેવામાં આવશે.

ડિફેંસ ઉપકરણ બનાવવા માટે એફડીઆઇ

- વિદેશી રોકાણ- દેશને રોજગાર વધારનારી મેન્યુફેક્ચરિંગ વિસ્તાર માટે રોકાણની જરૂરીયાત છે. ડિફેંસ ઉપકરણો માટે આપણે વિદેશી કંપનીઓની મદદ લઇએ છીએ. તેના કારણે મોટી રકમ દર વર્ષે ખર્ચ થાય છે. ભારત સૌથી મોટો ખરીદદાર છે. હાલના સમયમાં 26 ટકા એફડીઆઇને વધારીને 49 ટકા કરવાનો પ્રસ્તાવ રાખે છે.

11.12 am: રોકાણકારોનો વિશ્વાસ જીતવો મોટું કામ છે. ટેક્સને લઇને જે મામલા કોર્ટમાં ચાલ્યા જાય છે, તેમાં લગભગ ચાર લાખ કરોડ સુધીના મામલા છે. હું પ્રસ્તાવ રાખું છું કે કોર્ટોમાં જે ફંસાયેલા મામલા છે, તેની પતાવટ માટે એ નવા પંચની રચના કરવામાં આવે.

- ટેક્સ મેનેજમેન્ટ માટે રાજ્યો સાથે વાત કરવામાં આવી રહી છે. એવા ટેક્સ જે વીતી ગયેલા વર્ષોથી લાગુ હોય છે, તેમાં અમે કોઇ ફેરફાર નહીં કરીએ. જે પણ ફેરફાર થશે તે હવેથી થશે. પહેલાથી પ્રભાવી ટેક્સમાં કોઇ ફેરફાર નહીં થાય.

- નવી યૂરિયા નીતિનો પ્રસ્તાવ રાખી રહ્યો છું. જીએટીટી અમારો નેક્સ્ટ પ્રસ્તાવ રહેશે, જેનાથી ટેક્સ પ્રણાલી સુદ્રઢ કરી શકાશે.

નવી જાહેરાત

11.09 am: એક્સપેંડિચર મેનેજમેન્ટ કમિશનની જાહેરાત કરું છું, તેનું કામ હશે સરકારી ખર્ચનો હિસાબ રાખવો. આની પર રિપોર્ટ મોકલી આપીશું.

- ઓઇલની કિંમતો પર ઇરાકની અસર પડી છે. મોનસૂન મોટી સમસ્યા છે. મોંઘવારી વધી રહી છે. કાળા નાણાની ચિંતા પણ વધી રહી છે.

- પૂર્વ નાણા મંત્રીએ મારા માટે મોટો પડકાર રાખ્યો છે અને તેનો મે સ્વીકાર કર્યો છે. નાણાકીય નુકસાન 4.01 ટકા રાખવાનું છે તે મોટો પડકાર છે. મારું લક્ષ્ય 3.6 ટકાનું છે.

- જીડીપી અને ટેક્સનો રેશિયો ઓછો કરવો પડશે. જીડીપીને પ્રોત્સાહન આપવું પડશે. આવનાર પીઢીઓ માટે મુશ્કેલીઓ ઊભી કરવાની નથી.

- આ વર્ષે અમારૂ લક્ષ્ય જીડીપીને પ્રોત્સાહન આપવા પર રહેશે. સરકારી નાણાકીય ખર્ચ ઓછો કરવો જરૂરી છે.

- મોદી સરકારના સૂત્ર 'સબકા સાથ સબકા વિકાસ'ની રીતે અમે આગળ વધવા માંગીએ છીએ.

- દેશની જનતાએ વિકાસ અને પરિવર્તન માટે બહુમતી આપી છે.

11.00 am: નાણા મંત્રી અરૂણ જેટલીએ સંસદમાં પોતાના સામાન્ય બજેટનું ભાષણ વાંચવાનું શરૂ કર્યું.

10.39 am: બજેટ રજૂ કરાતા પહેલા કેબિનેટની બેઠક પૂર્ણ થઇ. કેબિનેટે બજેટને આપી મંજૂરી.

10.00 am: અરૂણ જેટલી દસ વાગે સંસદ ભવન પહોંચી ગયા હતા. પહેલા મળશે કેબિનેટની બેઠક.

9.12 am: રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થયા નાણામંત્રી અરૂણ જેટલી.

budget 2014
English summary
If one is to believe the rumours taking rounds, of the doubling of income tax exemption limit, "acche din" are not far away from reality.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X