For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધર્મ સભાની ચેતવણીઃ રામ મંદિરનું વચન પૂરું ન કર્યું તો 2019માં સત્તા ગુમાવી દેશે મોદી

રામ મંદિર ન બનાવ્યું તો 2019માં સત્તા ગુમાવી દેશે મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની ઠીક પહેલા અયોધ્યામાં રામ મંદિર નિર્માણની માગણી તેજ થઈ ગઈ છે. વિશ્વ હિન્દુ પરિષદે રામ નિર્માણ માટે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ધર્મસભાનું આયોજન કર્યું. આ ધર્મસભાને સંબોધિત કરતા સ્વામી પરમાનંદે કેન્દ્રની મોદી સરકારને લુખ્ખી ચેતવણી આપી છે. વીએચપીની આ ધર્મ સભામાં સ્વામી પરમાનંદે કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર નિર્માણને લઈને પોતાનો વાયદો પૂરો ન કર્યો તો 2019માં તેઓ સત્તા પર ફરી નહીં આવી શકે.

ram mandir

સ્વામી પરમાનંદે કહ્યું કે જો રામ મંદિર ન બન્યું તો તેઓ પીએમ મોદીને ફરી સત્તામાં નહિ આવવા દે. તેમણે કહ્યું કે અમે તમારી કઠપુતલી પણ નથી અને તમારાથી ડરતા પણ નથી. ધર્મસભાને સંબોધિત કરતા સાધ્વી ઋતમ્ભરાએ કહ્યું કે હું હિન્દુઓને એકજુટ થવાની અપીલ કરીશ. એમણે કહ્યું કે હિંદુઓમાં સમસ્યા છે અને તેઓ જાતિના નામે વહેંચાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે અમે યુપૂમાં સીએમ યોગી અને દેશમાં પીએમ મોદીને બનાવ્યા છે. સીએમ યોગીએ અયોધ્યાને રોશન કરવાનું કામ કર્યું, પરંતુ જ્યાં સુધી રામ મંદિર નહિ બને ત્યાં સુધી દેશમાં શાંતિ નહિ આવે.

પરાંત સભામાં સંઘના ભૈય્યાજી જોશીએ કહ્યું કે જે કંઈપણ થાય શાંતિથી થાય. એમણે કહ્યું કે સંવિધાનનો રસ્તો હજુ બાકી છે. અમારી એવી જ આશા છે કે કાયદો બનાવીને રામ મંદિરનું નિર્માણ થાય. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા જ મોદી સરકાર પર દબાણ વધી રહ્યું છે.

આ પણ વાંચો- 'હું શ્વાસ નથી લઈ શકતો', આ હતા જર્નાલિસ્ટ જમાલ ખાશોગીના અંતિમ શબ્દો

English summary
Dharm Sabha Warns that PM Modi will not in power in 2019 if they will not fulfill Ram Mandir Promise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X