For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PNB કૌભાંડઃ આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ

PNB કૌભાંડઃ આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ

|
Google Oneindia Gujarati News

લંડનઃ 13 હજાર કરોડના પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી બિઝનેસમેન નીરવ મોદીને લંડન પોલીસે પકડી લીધો છે. પોલીસ નીરવ મોદીને 3.30 વાગ્યે લંડનના વેસ્ટ મિંસ્ટર કોર્ટમાં હાજર કરશે. જણાવી દઈએ કે નીરવ મોદી ભારતથી ભાગીને કેટલાય મહિનાથી લંડનમાં રહી રહ્યો છે. હાલમાં જ લંડનના રસ્તા પર તે લટાર મારી રહ્યો હોય તેવો તેનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ ભારત સરકારે તેની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.

nirav modi

જણાવવામાં આવી રહ્યું છે કે કોર્ટમાં હાજર કર્યા બાદ નીરવ મોદીને જામીન લઈ શકે છે. જે બાદ તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થશે. અધિકારીઓએ જણાવ્યું કે ધરપકડ બાદ નીરવ મોદી જામીન માટે અદાલત સમક્ષ લાવવામાં આવશે. અગાઉ સોમવારે બ્રિટેનની વેસ્ટમિંસ્ટર કોર્ટે નીરવ મોદી વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ જાહેર કર્યું હતું.

13500 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડનો નીરવ મોદી મુખ્ય આરોપી છે. ઈન્ટરપોલે પાછલા વર્ષે જુલાઈમાં ઈડી અને સીબીઆઈની અપીલ પર નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. જ્યારે ભારત સરકાર તરફથી નીરવ મોદીનો પાસપોર્ટ રદ કરી દેવામાં આવ્યો છે. સીબીઆઈએ ઈન્ટરપોલના તમામ 190 દેશોને નીરવ મોદીને રોકવા અંગે ચિઠ્ઠી લખી હતી. જણાવી દઈએ કે આવા જ પ્રકારના એક મામલામાં બિઝનેસમેન વિજય માલ્યાની લંડન પોલીસે ધરપકડ કરી હતી. જે બાદમાં જામીન પર છૂટી ગયો હતો. ભારત સરકાર તરફથી હાલ તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- જેટ એરવેઝ પર સંકટઃ 1 એપ્રિલથી બંધ થઈ શકે ઉડાણ

English summary
Fugitive businessman Nirav Modi arrested in London pnb scam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X