Dont Miss: 'ઘોષણાપત્ર'માં આજે મોદી કહેશે 'અચ્છે દિન કેસે આયેંગે'

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 એપ્રિલ: એબીપી ન્યૂઝના ખાસ ચૂંટણી કાર્યક્રમ 'ઘોષણાપત્ર'માં અત્યાર સુધી જુદી-જુદી પાર્ટીઓનો ઘણા દિગ્ગજ નેતાઓ આવી ચૂક્યા છે, પરંતુ આજનો આ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે. હા આજના આ ખાસ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી મહેમાન બનશે. આ કાર્યક્રમ આજે રાત્રે આઠ વાગ્યે પ્રસારિત થશે. આ કાર્યક્રમમાં મોદીને ઘણા પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબ દેશ માટે જરૂરી છે. એબીપી ન્યૂઝ અનુસાર ઘોષણાપત્રના આ ખાસ કાર્યક્રમમાં મોદીને કેટલાંક આવા સવાલ પૂછવામાં આવશે.

શું મુસલમાનો આપનાથી ડરે છે?, શું આપની સરકાર અંબાણી અને અદાણીની સરકાર હશે? શું આપ અમેરિકા જશો? સારા દિવસો કેવી રીતે આવશે? વગેરે વગેરે.. જે લોકો રાત્રે આઠ વાગ્યે ટીવી પર આ કાર્યક્રમ નહી જોઇ શકે તેમના માટે એબીપી ન્યૂઝે પોતાની વેબસાઇટ પર લાઇવ ટીવીની લિંક આપી છે જેની પર ક્લિક કરીને આપ આ કાર્યક્રમ લાઇવ જોઇ શકશો. વેબસાઇટ પર આપ આપના સવાલ પણ પૂછી શકો છો. આપને બતાવી દઇએ કે એબીપી ન્યૂઝના આ ખાસ કાર્યક્રમ ઘોષણાપત્રમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ, કોંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રી, યૂપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, એમએનએસના પ્રમુખ રાજ ઠાકરે, ભાજપના યુપીના પ્રભારી અમિત શાહ, આપ નેતા કુમાર વિશ્વાસ, સપા નેતા આઝમ ખાન અને તેમના જેવી ઘણી મોટી હસ્તીઓ આ શોનો ભાગ બની ચૂકી છે.

modi
આ સંબંધમાં નરેન્દ્ર મોદીએ જાતે ટ્વિટ કરીને જણાવ્યું છે કે તેઓ આજે રાત્રે આઠ વાગ્યે તેઓ એબીપી ન્યૂઝના કાર્યક્રમ ઘોષણા પત્રમાં હશે. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીને ગિરિરાજ સિંહ દ્વારા કરવામાં આવેલા નિવેદન અંગે પૂછવામાં આવ્યું. મોદીને પૂછવામાં આવ્યું કે દેશમાં ઘણાબધા લોકો આપનું સમર્થન કરે છે એવા પણ છે જે સમર્થન નથી કરતા. આપ વડાપ્રધાન બનશો તો સ્વાભાવિક છે કે બંને પ્રકારના લોકોને આપ એક જ નજરીયાથી જુઓ. એવામાં જો આપની પાર્ટીમાંથી એક અવાજ ઉઠે છે કે જે નરેન્દ્ર મોદીની સાથે નથી તે પાકિસ્તાનભેગા થાય. આ અવાજ આપને વિચલિત કરે છે?

આની પર નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો કે મારી 2002ની સ્પીચ આપની પાસે લાઇબ્રેરીમાં પડી હશે. ચૂંટણી જીત્યા બાદ, 2002 ચૂંટણી જીત્યા બાદ મણિનગરમાં જ સાંજે જ મારા મતદાતાઓનો આભાર માનવા ગયો હતો તે વખતનું મારુ ભાષણ છે, મારું ભાષણ હતું કે આ સરકાર તેમની છે જેમણે વોટ કર્યો છે આ સરકાર તેમની પણ છે જેમણે મારા વિરોધમાં વોટ કર્યો છે અને આ સરકાર તેમની પણ છે જેઓ વોટ કરવા જઇ નથી શક્યા. મારી સરકારનો મંત્ર છે અભયમ્, અભયમ્, અભયમ્ ત્રણવાર બોલ્યો છું. 2002નો છે આપ જોઇ શકો છો.

English summary
Ghoshanapatra with Narendra Modi on ABP News tonight 8 pm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X