For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NRI પતિને પોતાની પત્નીઓને છોડવું હવે ભારે પડશે

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે બુધવારે એક મોટું એલાન કર્યું છે તેમને કહ્યું કે સંસદના આવનારા સત્રમાં તેઓ એક બિલ લઈને આવશે જેમાં એવી મહિલાઓને સુરક્ષા આપવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે બુધવારે એક મોટું એલાન કર્યું છે તેમને કહ્યું કે સંસદના આવનારા સત્રમાં તેઓ એક બિલ લઈને આવશે જેમાં એવી મહિલાઓને સુરક્ષા આપવામાં આવશે. જેમના એનઆરઆઈ પતિએ લગ્ન પછી તેમને છોડી દીધી છે. તેમને કહ્યું કે આ બિલ ઘ્વારા તેઓ એવી બધી જ મહિલાઓને સુરક્ષા આપવાનો પ્રત્યન કરશે જેઓ એનઆરઆઈ વ્યક્તિ સાથે લગ્ન કરે છે. સુષ્મા સ્વરાજે કહ્યું કે તેમને તેના માટે પહેલાથી જ પ્રત્યન શરુ કરી દીધા છે.

આ પણ વાંચો: લૉ કોલેજમાં શરૂ થઈ હતી સુષ્મા અને સ્વરાજની પ્રેમ કહાની

25 લોકોના પાસપોર્ટ રદ કર્યા

25 લોકોના પાસપોર્ટ રદ કર્યા

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે એનઆરઆઈ પતિ પોતાની પત્નીને છોડી મૂકે છે તેના વિરુદ્ધ અમે પહેલાથી જ કાર્યવાહી શરુ કરી દીધી છે. છેલ્લા કેટલાક સમયમાં અમે 25 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે. પરંતું હવે અમે તેના વિશે એક કાનૂન પણ લાવી રહ્યા છે, જેથી મહિલાઓને વધારે સારી સુરક્ષા મળી શકે.

એનઆરઆઈ પતિ દહેજ માટે પોતાની પત્નીને છોડી મૂકે છે

એનઆરઆઈ પતિ દહેજ માટે પોતાની પત્નીને છોડી મૂકે છે

સુષ્મા સ્વરાજે આ નિવેદન હૈદરાબાદમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર દરમિયાન આપ્યું હતું. આપણે જણાવી દઈએ કે 13 નવેમ્બરે સુપ્રીમકોર્ટે કેન્દ્રની એક અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે જે એનઆરઆઈ પતિ દહેજ માટે પોતાની પત્નીને છોડી મૂકે છે અને તેનું શોષણ કરે છે તેની ધરપકડ કરવામાં આવે.

પત્નીઓને નાણાંકીય મદદ અને કાનૂની મદદ આપવાની માંગ

પત્નીઓને નાણાંકીય મદદ અને કાનૂની મદદ આપવાની માંગ

સુપ્રીમ કોર્ટની બેન્ચ જેમાં જસ્ટિસ રંજન ગોગાઈ, જસ્ટિસ એસકે કોલ અને જસ્ટિસ કેએમ જોસેફ ઘ્વારા આ મામલે સુનાવણી કરતા કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરવામાં આવી હતી. આ અરજીમાં પત્નીઓને નાણાંકીય મદદ અને કાનૂની મદદ આપવાની માંગ કરવામાં આવી હતી. આપણે જણાવી દઈએ કે મહિલાઓના એક સમૂહ ઘ્વારા સુપ્રિમકોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો, જયારે તેમને એનઆરઆઈ પતિઓ ઘ્વારા તેમને છોડી દેવામાં આવ્યા હતા. મહિલાઓ ઘ્વારા માંગ કરવામાં આવી હતી કે તેમના પતિની સાથે સાથે તેમના નજીકના સંબધીઓની પણ ધરપકડ કરવામાં આવે.

English summary
Government to bring law to prevent NRI husbands from abandoning their wives in parliament session
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X