For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ ડીલઃ તો આ કારણે રિલાયન્સને મળી હતી રાફેલની ડીલ!

રાફેલ ડીલ અંગે ડસોલ્ટ કંપનીના સૂત્રોનું કહેવુ છે કે રિલાયન્સને રાફેલ ડીલ માટે પસંદ કરવા પાછળનું કારણ ઘણુ મહત્વનું છે.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ અંગે કોંગ્રેસ મોદી સરકાર પર સતત હુમલા કરી રહી છે અને આરોપ લગાવી રહી છે કે આ ડીલમા કરોડોનો ગોટાળો થયો છે. કોંગ્રેસનો આરોપ છે કે છેલ્લી ઘડીએ આ ડીલ રિલાયન્સ ડિફેન્સનો સોંપવામાં આવી અને એચએએલનો આ સમગ્ર પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવી. પરંતુ રાફેલ બનાવનાર ફ્રાંસની કંપનીએ પોતે મહત્વની જાણકારી આપી છે કે તેમણે રિલાયન્સને કેમ આ ડીલ માટે પસંદ કર્યા હતા. એનડીટીવી અનુસાર કંપનીના મોટા સૂત્રોએ આ વાત પરથી પડદો ઉઠાવ્યો છે.

આ કારણોસર મળી રિલાયન્સને આ ડીલ

આ કારણોસર મળી રિલાયન્સને આ ડીલ

ડસોલ્ટ કંપનીના સૂત્રોનું કહેવુ છે કે રિલાયન્સને રાફેલ ડીલ માટે પસંદ કરવા પાછળનું કારણ ઘણુ મહત્વનું છે. સૌથી મહત્વનું કારણ એ છે કે રિલાયન્સ કોર્પોરેટ અફેર મંત્રાલય સાથે રજિસ્ટર્ડ છે અને બીજુ સૌથી મોટુ કારણ એ છે કે કંપની પાસે નાગપુરમાં જમીન છે જ્યાં રનવેની સુવિધા ઉપલબ્ધ છે. એવામાં જે રીતે ડસોલ્ટ તરફથી રિલાયન્સને આ ડીલ આપવા માટેના કારણો બતાવવામાં આવ્યા છે ત્યારબાદ કેન્દ્ર સરકાર પર વિપક્ષનો હુમલો અમુક હદે ઓછો થશે.

આ પણ વાંચોઃ 'આયુષ્માન ભારત' લોન્ચ કર્યા બાદ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ થયા પીએમ મોદીઆ પણ વાંચોઃ 'આયુષ્માન ભારત' લોન્ચ કર્યા બાદ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ થયા પીએમ મોદી

વધુ કિંમત ચૂકવવાનો આરોપ

વધુ કિંમત ચૂકવવાનો આરોપ

વિપક્ષનો આરોપ છે કે 8.6 બિલિયન ડૉલરની આ ડીલ વ્યક્તિગત રીતે કરવામાં આવી હતી અને ત્યારબાદ પીએમ મોદીએ પેરિસના પ્રવાસ દરમિયાન આનુ એલાન કર્યુ હતુ. કોંગ્રેસનો આરોપ છે કે મોદી સરકારે રાફેલ જેટ ખરીદવા માટે કંપનીએ ઘણી વધુ કિંમત ચૂકવી છે. વળી, સરકાર સતત આ આરોપોને નકારી રહી છે અને કહી રહી છે કે આ ડીલને કોંગ્રેસની પ્રસ્તાવિત ડીલની કિંમતથી ઓછી કિંમતમાં કરવામાં આવી છે અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તથ્યોની જાણકારી નથી. ડસોલ્ટ તરફથી પણ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે રિલાયન્સ પસંદ કરવા પાછળ અનિલ અંબાણીનો કોઈ પ્રભાવ નહોતો.

મનમોહન સરકારનો હતો પ્રસ્તાવ

મનમોહન સરકારનો હતો પ્રસ્તાવ

ઉલ્લેખનીય છે કે રાફેલ ખરીદવાનો પ્રસ્તાવ સૌથી પહેલા મનમોહન સરકાર લઈને આવી હતી અને તે ઈચ્છતા હતા કે આ ડીલને એચએએલ સાથે કરવામાં આવે. જ્યારે મુકેશ અંબાણીની કંપની આમાં સહયોગીની ભૂમિકા નિભાવવાની વાત કહેવામાં આવી હતી પરંતુ એ સંપૂર્ણપણે સ્પષ્ટ કરવામાં ન આવ્યુ કે તેમાં રિલાયન્સની શું ભૂમિકા હશે. ડસોલ્ટ તરફથી કહેવામાં આવ્યુ છે કે તેણે રિલાયન્સ સાથે 2012 માં વાત કરવાનું શરૂ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ પીએમ મોદી-અમિત શાહ શિવરાજના ચૂંટણી કેમ્પેઈનને વેગ આપવા આજે ભોપાલમાંઆ પણ વાંચોઃ પીએમ મોદી-અમિત શાહ શિવરાજના ચૂંટણી કેમ્પેઈનને વેગ આપવા આજે ભોપાલમાં

English summary
Here is why Reliance got the Rafale deal instead HAL. Sources reveals the reason behind this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X