For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોળી સેફ્ટી ટીપ્સઃ સુરક્ષિત રીતે મનાવો હોળી, આ વાતોનું રાખો ખાસ ધ્યાન

લોકો રંગાવા અને ગંદા થવા માટે ખુશીથી તૈયાર રહે છે પરંતુ ઘણી વાર લોકો જોશમાં હોશ ખોઈ બેસે છે અને નાની ભૂલમાં રંગોના ચક્કરમાં પોતાની ચામડી અને વાળને ખરાબ કરી દે છે.

|
Google Oneindia Gujarati News

રંગો અને ખુશીઓના પર્વ હોળી વિશે કહેવામાં આવે છે કે ઉમંગો અને ઉત્સાહના આ તહેવાર પર દુશ્મન પણ ગળે મળી જાય છે એવા આ પર્વને મસ્તી અને મઝાનો તહેવાર માનવામાં આવે છે. હોળી જ કદાચ એવો એકલો તહેવાર છે જ્યાં લોકો રંગાવા અને ગંદા થવા માટે ખુશીથી તૈયાર રહે છે પરંતુ ઘણી વાર લોકો જોશમાં હોશ ખોઈ બેસે છે અને નાની ભૂલમાં રંગોના ચક્કરમાં પોતાની ચામડી અને વાળને ખરાબ કરી દે છે. એટલા માટે અમે લાવ્યા છે અમુક હેલ્ધી ટીપ્સ જેને ધ્યાનમાં રાખીને સૌ મસ્તીથી હોળી પણ રમી શકે છે અને સુરક્ષિત પણ રહી શકે છે.

નાળિયેરનું તેલ

નાળિયેરનું તેલ

હોળી રમતા પહેલા તમે તમારા આખા શરીર પર નાળિયેરનું તેલ લગાવી લો. ત્યાં સુધી કે તમે તમારા ચહેરા પર પણ તેલ લગાવી શકો છો. આનાથી રંગોની અસર તમારી ચામડી પર નહિ થાય અને તે સરળતાથી સાફ પણ થઈ જશે.

વાળને પૂરેપૂરા સાફ કરી લો

વાળને પૂરેપૂરા સાફ કરી લો

રંગોથી રમતા પહેલા તમે તમારા વાળને સંપૂર્ણપણે સાફ કરી લો અને ધોઈ લો કારણકે ગંદા વાળમાં રંગ ચોંટી જાય છે જેનાથી વાળ ખરી જવાનો ડર રહે છે. હોળી રમતી વખતે નીકળતા પહેલા સનસ્ક્રીન ક્રીમ લગાવવાનુ ન ભૂલતા કારણકે તડકામાં તમારી ચામડી ખરાબ થઈ શકે છે અને રંગ કાળો પડી શકે છે. કાન પાછળ, આંગળીઓની વચ્ચે પણ સારી રીતે તેલ લગાવો અને નખ પર નેલ પૉલિશ લગાવવી ના ભૂલતા. વાળમાં નાળિયેરનું તેલ નાખીને સરસ રીતે મસાજ કરો આનાથી તમારા વાળ સુસ્ક નહિ થાય.

ઢીલા કપડા પહેરીને રંગોથી રમો

ઢીલા કપડા પહેરીને રંગોથી રમો

શક્ય હોય તો વાળને બાંધીને રાખો, વાળને ખુલ્લા ન છોડશો. કોટન અને ઢીલા કપડા પહેરીને રંગોથી રમો, ચુસ્ત જીન્સ અને ટાઈટ ટૉપ પહેરીને રંગથી ના રમશો. હર્બલ રંગોથી હોળી રમો, કોશિશ કરો કે સુકી હોળી રમી શકો.

પોતાનો રાખો ખાસ ખ્યાલ

પોતાનો રાખો ખાસ ખ્યાલ

હોળી રમ્યા બાદ સૌમ્ય ફેસ વૉશ કે સાબુનો જ ઉપયોગ કરો કારણકે હાર્ડ સોપથી ચામડી સૂકી થઈ શકે છે. ન્હાયાબાદ મોઈશ્ચરાઈઝર અને બૉડી લોશન જરૂરથી લગાવો. વાળે સૌમ્ય હર્બલ શેમ્પુથી સારી રીતે ધૂઓ જેથી કેમિકલવાળા રંગ વાળમાંથી સારી રીતે નીકળી જાય.

આ પણ વાંચોઃ નિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, 'ખતરનાક પત્ની છુ હું'આ પણ વાંચોઃ નિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, 'ખતરનાક પત્ની છુ હું'

English summary
Holi brings great joy, it is often accompanied by accidents, infections, skin damage and hair fall.here are some safety tips you must follow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X