For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GSTથી ગ્રાહકોને કઈ રીતે થયો ફાયદો, જાણો

GSTથી ગ્રાહકોને કઈ રીતે થયો ફાયદો, જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મોદી સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કર્યા બાદ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો પણ હકિકતમાં જીએસટીનું અમલીકરણ થવાના કારણે આવશ્યક ચીજવસ્તુઓ પરના અપ્રત્યક્ષ ટેક્સથી છૂટકારો મેળવી શકાયો છે. ખરેખર, અંતે જીએસટી ગ્રાહકો માટે વરદાન સમાન સાબિત થયો, ખાસ કરીને ભારતમાં રહેતા મધ્યમ વર્ગના લોકો માટે જીએસટી ફળદાયી નિવળ્યો.

GST

ટૂથપેસ્ટ, સાબુ, હેર ઓઈલ, રેઝર, શેમ્પુ, ડીઓડ્રન્ટ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર ચૂકવવો પડતો ઈનડાયરેક્ટ ટેક્સને જીએસટી થકી 26 ટકા (એક્સાઈઝ+વેટ)થી ઘટાડીને 18 ટકા કરી શકાયો. ઉલ્લેખનીય છે કે ફૂટવેર પરના ટેક્સમાં 50 ટકાનો ઘટાડો કરી શકાયો છે.

MOSPI કન્ઝંપ્શન બાસ્કેટે આપેલા ડેટા મુજબ ફક્ત એફએમસીજી નહીં, મસાલા પરના પરોક્ષ કરમાં પણ 6થી 5 ટકાનો ઘટાડો થયો, ઈડલી-ઢોસા 12 ટકાથી ઘટીને 5 ટકા, રોટલી 12-5 ટકા અને મિનરલ વોટર પરનો કર પણ પણ 27 ટકાથી ઘટીને 18 ટકા થઈ ગયા. મિડલ ક્લાસ માણસ પણ હવે પરિવાર સાથે અર્બન એરિયામાં સહેલાયથી બહાર ડિનર પર જઈ શકે છે, તેમના ખિસ્સા પર હવે પહેલા જેટલો બોજો નથી પડી રહ્યો.

ઉપરાંત નાણામંત્રી અરુણ જેટલીએ પણ 27મી જુલાઈએ પોતાના સોશિયલ મીડિયા બ્લોગમાં કહ્યું હતું કે કટોતી કરેલ બધા જ ટેક્સ સ્લેબ પર નજર નાખીએ તો, છેલ્લા એક વર્ષમાં 384 ચીજવસ્તુઓના કરમાં ઘટાડો થયો હતો, જ્યારે એકપણ પ્રોડક્ટના વેરામાં વધારો નહોતો થયો. આઝાદી પછી ભારતમાં ક્યારેય આટલો ટેક્સ ઘટ્યો જ ન હતો. ઓછા દરે વધુ સંગ્રહ મુશ્કેલ છે.

Indirect tax

તહેવારોની સિઝન નજીક છે ત્યારે રેફ્રિઝરેટર, ફ્રીઝર, નાની સાઈઝના ટીવી, વોશિંગ મશીન અને વેક્યુમ ક્લિનર જેવી વસ્તુઓમાં 10 ટકાની કટોતી તેના ઉત્પાદનોની કિંમતમાં ફાયદારૂપી ઘટાડો કરી શકે છે ખાસ કરીને એવા સમયે જ્યારે આવી વસ્તુઓની માગમા સતત વધારો થઈ રહ્યો છે.

GSTએ ગુડ્શ એન્ડ સર્વિસ પર લાદવામાં આવેલ ઈનડાયરેક્ટ ટેક્સ છે. પ્રોડક્શનની દરેક પ્રોસેસમા જીએસટી લાદવામાં આવે છે, જીએસટીને 0 ટકા, 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 18 ટકા એમ વિવિધ પાંચ ટેક્સ સ્લેબમાં આવરી લેવામાં આવ્યો છે. જો કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, આલ્કોહોલ અેને વીજળીને જીએસટી હેઠળ આવરવામાં આવ્યા નથી, જે-તે રાજ્ય સરકારો દ્વારા અગાઉની માફક જ આ પ્રોડક્ટ પર ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. પરંતુ મોટાભાગની જરૂરી ચીજવસ્તુઓમાં જીએસટીને કારણે નાગરિકોને રાહત આપવામાં આવી છે.

આ પણ વાંચો- પ્રધાનમંત્રી આરોગ્ય યોજનામાં 10 લાખ લોકોને નોકરી મળશે

English summary
How GST benefited the consumers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X