For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં મહેનતના બદલે આ રાજ્યો પર રાહુલ-પ્રિયંકા ફોકસ કરે તો થઈ શકે ક્લીન સ્વીપ

દિલ્હીનો રસ્તો લખનઉ થઈને જાય છે, કોંગ્રેસ હાલ આ જ વિચાર પર તમામ તાકાત લગાવી રહી છે. પ્રિયંકા ગાંધી સક્રિય રાજકારણ કરી રહ્યા છે, અને પૂર્વાંચલમાં પક્ષને વિજયી બનાવવા મહેનત કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીનો રસ્તો લખનઉ થઈને જાય છે, કોંગ્રેસ હાલ આ જ વિચાર પર તમામ તાકાત લગાવી રહી છે. પ્રિયંકા ગાંધી સક્રિય રાજકારણ કરી રહ્યા છે, અને પૂર્વાંચલમાં પક્ષને વિજયી બનાવવા મહેનત કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ યુપીમાં સપા-બસપાના ગઠબંધનથી દૂર રહીને એકલા જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, આ વાત સાબિત કરે છે કે રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશને લઈ કેટલા ગંભીર છે. બાકીના રાજ્યોમાં કોંગ્રેસ અન્ય પક્ષો સાથે ગઠબંધન કરી ચૂકી છે, ક્યાંક ક્યાંક વાતચીત ચાલુ છે. જો કે કોંગ્રેસના વ્યૂહરચનાકારો એક મુદ્દો ભૂલી રહ્યા છે. જો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી યુપીના બદલે એ રાજ્યો પર ધ્યાન આપે જ્યાં પાછલા 2 વર્ષમાં પક્ષને સારી સફળતા મળી છે, તો કોંગ્રેસ બાજી મારી શકે છે. એટલે કોંગ્રેસે ઉત્તર પ્રદેશ કરતા 6 રાજ્યો પર ધ્યાન આપવાની જરૂર છે.

આ પણ વાંચો: આપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર

આ છ રાજ્યો કોંગ્રેસને જીત અપાવી શકે છે.

આ છ રાજ્યો કોંગ્રેસને જીત અપાવી શકે છે.

હાલ જેટલા પણ સર્વે થઈ રહ્યા છે કે ઓપિનિયન પૉલ આવી રહ્યા છે, તે જોયા બાદ લાગી રહ્યું છે કે કોંગ્રેસ 2019માં જો 120થી 130 બેઠકો પણ જીતે તો કેન્દ્ર માં સરકાર બનાવી શકે છે. એટલે કોંગ્રેસને ઉત્તર પ્રદેશની બેઠકોની જરૂર નથી. જેટલી તાકાત પ્રિયંકા અને રાહુલ ઉત્તરપ્રદેશમાં લગાવી રહ્યા છે, તેટલું જ ધ્યાન જો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત અને પંજાબમાં આપે તો પરિસ્થિતિ બદલાઈ શકે છે. પહેલા ત્રણ રાજ્યો તો એવા છે, જ્યાં ડિસેમ્બરમાં જ કોંગ્રેસ સરકાર બનાવી ચૂકી છે. આ છમાંથી કર્ણાટક કાઢીએ તો ભાજપ સામે કોંગ્રેસનો સીધો મુકાબલો છે.

રાહુલ ગાંધી છેલ્લા એક દાયકાથી યુપીમાં કોંગ્રેસ માટે જગ્યા શોધી રહ્યા છે. 2009માં પક્ષને સફળતા પણ મળી હતી, 2009માં પક્ષના વોટ શેર બમણો થયો હતો, તો 80માંથી 21 બેઠકો જીતીને કોંગ્રેસે લોકોનું વલણ પણ બદલ્યું. પરંતુ 5 વર્ષ બાદ ફરી તે જ સફળતા ખોવાઈ ગઈ. 2014માં કોંગ્રેસ યુપીમાં પરંપરાગત 2 જ બેઠકો બચાવી શકી અને વૉટ શેર પણ ઘટીને 62 વર્ષમાં સૌથી ઓછો થઈ ગયો. 2013ની વિધાનસભા ચૂંટણી પણ કોંગ્રેસ માટે નિરાશાજનક પરિણામ લાવી. એટલે આ વખતે પણ રાજ્યમાં કોંગ્રેસ ખાસ કમાલ કરે તેવી શક્યતા નહિવત્ છે.

આ ત્રણ રાજ્યોમાં અંક ગણિતમાં દેખાય છે કોંગ્રેસનું ભવિષ્ય

આ ત્રણ રાજ્યોમાં અંક ગણિતમાં દેખાય છે કોંગ્રેસનું ભવિષ્ય

જો રાજસ્થાનની વાત કરીએ તો પાછલી વિધાનસભા ચૂંટણીના પરિણામ પ્રમાણે કોંગ્રેસ 25માંથી 14 લોકસભા બેઠકો જીતી શકે છે. આ ઉપરાંત 5 બેઠકો એવી છે, જ્યાં ભાજપની લીડ 20 હજાર વોટ કરતા પણ ઓછી હતી. એટલે જો કોંગ્રેસ અહીં ધ્યાન આપે તો રાજ્યમાં ઓછામાં ઓછી 19 બેઠકો તો જીતવાની શક્યતા છે. 2014માં રાજસ્થાનમાં પક્ષને કોઈ બેઠક પર જીત નહોતી મળી. આ જ રીતે મધ્યપ્રદેશની 29માંથી 13 બેઠકો પર પણ કોંગ્રેસનો દબદબો દેખાઈ રહ્યો છે. અહીંની પણ 3 બેઠકો એવી છે જ્યાં ભાજપની લીડ 30 હજાર કરતા ઓછા મતની હતી. એટલે કે કોંગ્રેસ એમપીમાં પણ 29માંથી 16 બેઠકો જીતી શકે છે. તો છત્તીસગઢમાં તો પક્ષ 11માંથી 9 બેઠકો પર કબજો કરી શકે છે. આ ત્રણેય રાજ્યોમાં મળીને લોકસભાની કુલ 65 બેઠકો છે, જેમાં પક્ષ ધ્યાન આપે તો 44 બેઠકો પર જીત હાંસલ કરી શકે છે.

આ 3 રાજ્યોમાંથી પસાર થાય છે દિલ્હીનો રસ્તો

આ 3 રાજ્યોમાંથી પસાર થાય છે દિલ્હીનો રસ્તો

કોંગ્રેસે પંજાબ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. કર્ણાટકમાં તો જેડીએસ સાથેના ગઠબંધને પક્ષને સત્તા અપાવી. આ જ રીતે ગુજરાતમાં કોંગ્રેસ ગત લોકસભામાં એક પણ બેઠક નહોતી જીતી. જો કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના વોટ શેર જોતા અહીં પક્ષ 7 બેઠકો સહેલાઈથી જીતી શકે છે. વળી અહીં પણ 3 બેઠકો એવી છે જ્યાં ભાજપ 20 હજાર કરતા ઓછા વોટથી આગળ હતી. એટલે જો કોંગ્રેસ મહેનત કરે તો ગુજરાતની 10 લોકસભા બેઠક જીતી શકે છે. જ્યારે પંજાબમાં પાર્ટી 13માંથી 9 બેઠકો જીતી શકે છે.

કર્ણાટકમાં તો સ્થિતિ સાવ સ્પષ્ટ છે, જો વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને જેડીએસને મળેલા વોટ શેરનો સરવાળો કરીએ તો આંકડો 56 ટકાએ પહોંચે છે, જે ભાજપના વોટ શેર કરતા 20 ટકા વધારે છે. એટલે કર્ણાટકની 28માંથી કોંગ્રેસ જેડીએસને 22 બેઠકો મળી શકે છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને પંજાબની કુલ 132માંથી કોંગ્રેસ 68 બેઠકો જીતી શકે તેવી શક્યતા છે, જ્યારે 2014માં પક્ષને અહીં માત્ર 15 બેઠકો જ મળી હતી.

બાકી અહીં જીતી શકે છે કોંગ્રેસ

બાકી અહીં જીતી શકે છે કોંગ્રેસ

સર્વે પ્રમાણે ઝારખંડ અને આસામની 28માંથી કોંગ્રેસ 10થી 15 બેઠકો જીતે તેવી શક્યતા છે. એટલે કે કુલ 160 બેઠકોમાંથી કોંગ્રેસ 75થી 80 બેઠકો પર જીત મેળવી શકે છે.

આ ઉપરાંત પણ દેશમાં 383 લોકસભા બેઠકો છે. જેમાં મહારાષ્ટ્રની 48 અને કેરળની 20 બેઠકો છે. તાજેતરના સર્વેમાં કોંગ્રેસને અહીં 7થી 9 બેઠકો મળે છે. જો ગત ચૂંટણી કરતા વધુ છે. તમિલનાડુમાં કોંગ્રેસનું ડીએમકે સાથે ગઠબંધન છે એટલે અહીંની 39 બેઠકો નિર્ણાયક છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, તેલંગાણા, પ. બંગાળ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પૂર્વમાં પણ પક્ષનો પોતાનો જનાધાર રહ્યો છે. બિહારમાં જો આરજેડી સાથે ગઠબંધન થાય તો અહીં પણ કોંગ્રે 1-2 બેઠક જીતી શકે છે.

કોંગ્રેસ 120નો આંકડો પાર કરી શકે છે.

કોંગ્રેસ 120નો આંકડો પાર કરી શકે છે.

હાલની ચૂંટણીમાં કોંગ્રેસે 543 બેઠકોમાંથી ફક્ત 230 (160+70) બેઠકો પર જ ધ્યાન આપવાની જરૂર છે, સાથે યુપીમાં જેટલી બેઠકો મળશે તે તો બોનસ જ છે. એટલે યુપીમાંથી ધ્યાન જો આ 230 બેઠકો પર આપવામાં આવે તો ગાંધી પરિવારના સભ્યને ફરી વડાપ્રધાન બનવાની તક છે.

English summary
if rahul and priyanka focus on these states then chances will be for a clean sweep
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X