For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર સરકારી યોજનાઓ માટે જ આધાર કાર્ડની માહિતી માગવીઃ SC

આધાર કાર્ડ પર હુમલો કરવો લોકોના અધિકાર પર હુમલો કરવા બરાબર છેઃ SC

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આધાર કાર્ડની અનિવાર્યતાને લઈને સુપ્રીમ કોર્ટ પોતાનો ફેસલો સંભળાવી રહી છે. જસ્ટિસ સીકરી, ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ એમ ખાનવિલકર તરફથી આ ફેસલો સંભળાવવામાં આવી રહ્યો છે. જસ્ટિસ સીકરીએ કહ્યું કે "જરૂરી નથી કે દરેક વસ્તુ બેસ્ટ હોય, કેટલીક અલગ પણ હોવી જોઈએ." આધાર કાર્ડ પાછલા કેટલાક વર્ષોથીં ચર્ચાનો વિષય બન્યું છે.

aadhar

આધારની અનિવાર્યતાની વિરુદ્ધમાં થયેલ અરજીની સુનાવણી કરતાં જજે કહ્યું કે આધાર કાર્ડ ગરીબોની તાકાતનું માધ્યમ બન્યું છે, જે ડુપ્લિકેટ થઈ શકે તેવી સંભાવના નથી. એમણે કહ્યું કે આધાર કાર્ડ પર હુમલો કરવો લોકોના અધિકાર પર હુમલો કરવા બરાબર છે. જણાવી દઈએ કે 17મી જાન્યુઆરીએ આ મામલાની સુનાવણી શરૂ થઈ હતી જે 38 દિવસ સુધી ચાલી. આધારથી કોઈના ખાનગીપણાનું ઉલ્લંઘન થાય છે કે નહિ, તેની અનિવાર્યતા અને માન્યતાના મુદ્દા પર 5 જજોની સંવૈધાનિક ખંડપીઠ ફેસલો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આધાર નાગરિકની ઓળખાણ બન્યું તે તમને અલગ બનાવે છે, વધુમાં કોર્ટે કહ્યું કે બેંક ખાતા કે પછી મોબાઈલ સાથે આધાર લિંક કરવું જરૂરી નથી.

આ પણ વાંચો- ફોનલિસ્ટમાં જાતે જ સેવ થઇ રહ્યો છે UIDAI હેલ્પલાઇન નંબર

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એકે સીકરી, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક ભૂષણ આ મામલાની સુનાવણી કરી રહ્યા છે. આધાર પર ફેસલો આવે ત્યાં સુધી સામાજિક કલ્યાણકારી યોજનાઓ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારોની બાકી તમામ યોજનાઓમાં આધારની અનિવાર્યતા પર રોક લગાવી દેવામાં આવી હતી જેમાં મોબાઈલ સીમ અને બેંક ખાતા પણ સામેલ છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે જ્યાર સુધી આ મામલે ફેસલો ન આવે ત્યાં સુધી આધાર લિંક કરવાનો ઓપ્શન ખુલ્લો રહેવો જોઈએ. આ ઉપરાંત સખ્ત વલણ અપનાવતા કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે સરકાર આધારને ફરજીયાત કરવા માટે લોકો પર દબાણ ન કરી શકે.

આપ્યો મહત્વનો ચુકાદો

  • પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આધાર કાર્ડમાં કંઈ ખોટું નથી, એકદમ સુરક્ષિત છે.
  • સરકારે લોકોની પ્રાઈવસીને પણ ધ્યાનમાં રાખવી જોઈએ અને શક્યહોય તેટલી લઘુત્તમ માહિતી પૂછવી જોઈએ.
  • પાન કાર્ડ, ટેક્સ રિટર્ન અને સરકારી યોજનાઓ માટે જ આધાર કાર્ડની માહિતી માગવી જોઈએ.
  • પ્રાઈવેટ કંપનીઓ, ટેલિકોમ કંપનીઓ, સ્કૂલ કે બેંકો વગેરેએ આધાર ન માગવું જોઈએ.
  • 6 મહિનાથી વધુ આધાર ઑથોન્ટિકેશનનો રેકોર્ડ સાચવવો નહિ.

આ પણ વાંચો- દાવોઃ 2500 રૂપિયામાં હેક થઈ શકે આધાર સોફ્ટવેર, UIDAIએ ગણાવી અફવા

English summary
important verdict on adhar card, here is what supreme court said
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X