For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World Population Day: વિશ્વ વસ્તી દિવસ અંગેની કેટલીક ચોંકાવનારી વાતો

આજે વિશ્વ વસ્તી દિવસ છે. આ દિવસ મનાવવા પાછળનું કારણ દર સેકન્ડે વધી રહેલી વસ્તી અંગે લોકોનું ધ્યાન ખેંચવાનું છે.

|
Google Oneindia Gujarati News

આજે વિશ્વ વસ્તી દિવસ છે. આ દિવસ મનાવવા પાછળનું કારણ દર સેકન્ડે વધી રહેલી વસ્તી અંગે લોકોનું ધ્યાન ખેંચવાનું છે. વધતી વસ્તી દરેક દેશના વિકાસમાં સૌથી મોટી અડચણ છે. જો માત્ર ભારતની જ વાત કરીએ તો અહીં વસ્તી ઘટાડવા માટે વહેલામાં વહેલી તકે નક્કર પગલાં લેવામાં ન આવ્યા તો 2030 સુધી ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તીવાળો દેશ કહેવાશે.

ભારતની વસ્તી વધવાનું કારણ શિક્ષણનો અભાવ

ભારતની વસ્તી વધવાનું કારણ શિક્ષણનો અભાવ

ભારતની વસ્તી વધવાનું કારણ શિક્ષણનો અભાવ, આરોગ્ય અંગે જાગૃતતાનો અભાવ, અંધવિશ્વાસ છે. જેના કારણે ભારતમાં સંશાધનોનો અભાવ થઈ રહ્યો છે, ભૂખ અને કુપોષણ વધી રહ્યુ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વમાં જેટલી બિમારીઓ છે તેમાંથી 20 ટકા માત્ર ભારતમાં છે. વધતી વસ્તીના કુદરતી વસ્તુઓ ઘટી રહી છે, સુવિધાઓનો અભાવ થઈ રહ્યો છે. જો કે વધતી વસ્તીના કારણે માત્ર ભારત જ પરેશાન નથી પરંતુ વિશ્વના બીજા દેશો માટે પણ આ માથાનો દુખાવો છે. ચાલો આજે, અમે તમને આ અંગની કેટલીક રસપ્રદ વાતો જણાવીએ...

નાઈજીરિયામાં વસ્તી ઝડપથી વધી રહી છે...

નાઈજીરિયામાં વસ્તી ઝડપથી વધી રહી છે...

ભારતની જેમ જ નાઈજીરિયામાં પણ વસ્તી ઝડપથી વધી રહી છે, જો તેની ઝડપમાં બ્રેક ના લાગી તો વર્ષ 2050 સુધી તે વસ્તી અંગે અમેરિકાથી પણ આગળ નીકળી જશે એટલે કે ત્રણ નંબર પર પહોંચી જશે. હાલમાં તેનું સ્થાન આ યાદીમાં 7 માં નંબરે છે.

યુરોપની વસ્તીમાં થયો ઘટાડો...

યુરોપની વસ્તીમાં થયો ઘટાડો...

હાલમાં યુરોપની વસ્તીમાં ઘટાડો થયો છે કારણકે અહીં પ્રજનન ક્ષમતામાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.

વિશ્વમાં વૃધ્ધોની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો...

વિશ્વમાં વૃધ્ધોની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો...

હાલમાં વિશ્વમાં વૃધ્ધોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આનો અર્થ એ કે લોકો લાંબુ આયુષ્ય મેળવી રહ્યા છે. આજે વિશ્વમાં યુવાનોથી વધુ વૃધ્ધોની સંખ્યા છે.

ભારતની વસ્તી વિશ્વના 29 દેશો જેટલી છે...

ભારતની વસ્તી વિશ્વના 29 દેશો જેટલી છે...

ભારતની વસ્તી વિશ્વના 29 દેશો જેટલી છે. અહીંના ઝારખંડ રાજ્યની વસ્તી સાઉદી અરબની વસ્તી જેટલી છે.

English summary
India’s population currently estimated at 1.34 billion, is projected to rise to 1.51 billion by 2030
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X