For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISISમાં શામેલ થયેલો શારદા યુનિવર્સિટીનો છાત્ર ઘરે પાછો આવ્યો

28 ઓક્ટોબરના રોજ શારદા યુનિવર્સિટીમાંથી ગાયબ થયેલો કાશ્મીરી છાત્ર એહતેશામ બિલાલ સોફીને શ્રીનગરના ડાઉનટાઉનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

28 ઓક્ટોબરના રોજ શારદા યુનિવર્સિટીમાંથી ગાયબ થયેલો કાશ્મીરી છાત્ર એહતેશામ બિલાલ સોફીને શ્રીનગરના ડાઉનટાઉનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. કાશ્મીરના વર્તમાનપત્રા કાશ્મીર રીડરે આ વાતની જાણકારી આપી છે. આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે બિલાલ પોતાના પરિવારની અપીલ પર પોતાના ઘરે પાછો આવી ગયો છે. કાશ્મીર રીડર મુજબ બિલાલને તેના પરિવારની મદદથી જ રાજ્ય પોલિસે ધરપકડ કરી છે. સ્થાનિક મીડિયાએ સૂત્રોના હવાલાથી લખ્યુ છે કે બિલાલને ખાનયારથી ધરપકડ કરવામાં આવી છે. બિલાલ આતંકવાદી સંગઠન આઈએસજેકેમાં શામેલ થતા પહેલા અહીં રહેતો હતો અને અહીંથી જ તેની ધરપકડ કરવામાં આવી. આઈએસજેકે, આઈએસઆઈએસનો જ હિસ્સો છે.

આ પણ વાંચોઃ રિમોટ કંટ્રોલની જેમ કામ કરતા હતા જસ્ટીસ દીપક મિશ્રાઃ જસ્ટીસ કુરિયનઆ પણ વાંચોઃ રિમોટ કંટ્રોલની જેમ કામ કરતા હતા જસ્ટીસ દીપક મિશ્રાઃ જસ્ટીસ કુરિયન

એન્જિયરીંગનો છાત્ર બિલાલ

એન્જિયરીંગનો છાત્ર બિલાલ

બિલાલ એક એન્જિનિયરીંગ છાત્ર હતો અને શારદા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા સ્થિત આ યુનિવર્સિટીમાં છાત્રો સાથે ચર્ચા બાદ તેને પીટવામાં આવ્યો હતો. આઈએસઆઈએસના ઝંડા સામે કાળા રંગના કપડામાં બિલાલનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ફોટોમાં તેણે ઘણા ગ્રેનેડ્ઝ પણ પોતાના શરીર પર બાંધેલા હતા. આ સાથે તેણે આતંકવાદ સાથે જોડાવાનું એલાન કર્યુ હતુ. ત્યારબાદ તેની એક ઓડિયો ટેપ પણ આવી હતી જેમાં તેણે આતંકવાદ સાથે જોડાવાની વાત કહી હતી પરંતુ આ ટેપની પુષ્ટિ કરી શકાઈ નહોતી. એહતેશાના પિતાએ કહ્યુ કે તે ખુદાના આભારી છે કે બસ તેમનો પુત્ર ઘરે પાછો આવી ગયો છે. તેને પિતાએ જો કે જણાવ્યુ કે રવિવારે સાંજે પોલિસ તેને ઘરેથી લઈ ગઈ છે. તે બિમાર હતો અને તેના શરીરના એક હિસ્સામાંથી લોહી નીકળી રહ્યુ હતુ. પરંતુ તેમણે નહોતુ જણાવ્યુ કે તેને ઈજા કેવી રીતે થઈ.

નામનું એલાન નહિ થાય

નામનું એલાન નહિ થાય

બિલાલની ચિંતિત માએ સતત તેને અપીલ કરી હતી કે તે ઘરે પાછો આવી જાય. બિલાલની માએ વીડિયો મેસેજ પોતાના પુત્રને મોકલ્યા હતા અને તેને ઘરે આવવા માટે કહ્યુ હતુ. કહેવામાં આવી રહ્યુ છે કે તેની ધરપકડની પૂરી યોજના પોલિસે બનાવી હતી. પોલિસે અધિકૃત રીતે તેની ધરપકડનું એલાન તો કર્યુ પરંતુ હજુ સુધી નામ નથી જણાવ્યુ. પોલિસના હવાલાથી કાશ્મીર રીડરે લખ્યુ છે, ‘પરિવારની મદદથી પોલિસે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેને મુખ્યધારામાં પાછો લાવવામાં આવ્યો છે. આગળની જાણકારીની તમે રાહ જુઓ.' પોલિસ તરફથી બિલાલના નામનું એલાન કરવામાં આવ્યુ નથી.

આ કારણસર નામ સર્વજનિક નહી કરે પોલિસ

પોલિસે તેનું નામ સાર્વજનિક ન કરવા પાછળ કોઈ કારણ જણાવ્યુ નથી. સૂત્રોનું કહેવુ છે કે આવુ એટલા માટે કરવામાં આવ્યુ છે જેથી આતંકવાદનો રસ્તો છોડ્યા બાદ તેને સામાન્ય જીવન જીવવામાં કોઈ મુશ્કેલી ન થાય. ભલે પોલિસે હજુ સુધી તેનું નામ સાર્વજનિક નથી કર્યુ પરંતુ એહતેશામ તે બીજો આતંકી છે જેણ ઘરે પાછા આવવા માટે આતંકવાદનો રસ્તો છોડ્યો છે. એહતેશામ પહેલા ફૂટબોલરથી આતંકી બનેલા માજીદ ખાન પણ વર્ષ 2017માં આતંકવાદ છોડીને ઘરે પાછો આવ્યો હતો.

આ પણ વાંચોઃ કેન્સરનો ઈલાજ કરાવીને મુંબઈ પાછી આવી સોનાલી બેન્દ્રેઆ પણ વાંચોઃ કેન્સરનો ઈલાજ કરાવીને મુંબઈ પાછી આવી સોનાલી બેન્દ્રે

English summary
ISJK terrorist and student of Sharda University Ehtesham Bilal has returned back to home after his parents appeal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X