For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીર પંચાયત ચૂંટણીઃ કાલે પહેલા તબક્કાનું મતદાન, 4490 પંચાયત માટે 9 તબક્કામાં મતદાન

જમ્મુ કાશ્મીરમાં નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં નવ તબક્કામાં પંચાયત ચૂંટણી યોજાવાની છે. કાલે પહેલા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં નવ તબક્કામાં પંચાયત ચૂંટણી યોજાવાની છે. કાલે પહેલા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યુ છે. 17 નવેમ્બરે યોજાનાર પહેલા ચરણની પંચાયત ચૂંટણી સફળ બનાવવા માટે પ્રશાસન તેમજ સુરક્ષાબળો સંપૂર્ણપણે તૈયાર છે. મતદાન 17 નવેમ્બરથી શરૂ થઈ 11 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન 316 બ્લોકમાં 4483 પંચાયતમાંથી 3506 મત વિસ્તાર માટે 58 લાખ 54 હજાર 208 મતદારો મત આપશે.

આ પણ વાંચોઃ દિલ્હી ડબલ મર્ડરઃ ફેશન ડિઝાઈનરની તેના સ્ટાફે કેમ કરી દીધી હત્યા?આ પણ વાંચોઃ દિલ્હી ડબલ મર્ડરઃ ફેશન ડિઝાઈનરની તેના સ્ટાફે કેમ કરી દીધી હત્યા?

આ પહેલા જમ્મુ કાશ્મીરમાં પંચાયત ચૂંટણી 2011 માં યોજાઈ હતી

આ પહેલા જમ્મુ કાશ્મીરમાં પંચાયત ચૂંટણી 2011 માં યોજાઈ હતી

આ પહેલા જમ્મુ કાશ્મીરમાં પંચાયત ચૂંટણી 2011માં યોજાઈ હતી. રાજ્યમાં પંચાયત ચૂંટણી ઘણા સમયથી ઠેલાઈ રહી હતી. આવી પરિસ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોમાં હાલમાં પંચાયત ચૂંટણી માટે ઘણો ઉત્સાહ છે. જે દૂરના વિસ્તારોમાં વહેલા બરફવર્ષા થાય છે ત્યાં પહેલા મતદાન કરાવવામાં આવી રહ્યુ છે. બિન રાજકીય આધાર પર યોજાનાર આ ચૂંટણીમાં મતદાનના દિસે કે પછી આગલા દિવસે ચૂંટણીના પરિણામની ઘોષણા કરી દેવામાં આવશે. મતદાનના સમયે પૂર્વવત સવારે આઠ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી રહેવાનું છે.

સુરક્ષા માટે 40 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત

સુરક્ષા માટે 40 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત

આતંકવાદીઓ ધમકી અને અલગાવવાદીઓના ચૂંટણમી બહિષ્કારના ફરમાન વચ્ચે થઈ રહેલ પંચાયત ચૂંટણીમાં ઉમેદવારો અંગે મતદારોની સુરક્ષા માટે 40 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે. આ સમગ્ર ચૂંટણીમાં મતદારો 35096 પંચો સાથે 4490 સરપંચ પણ પસંદ કરવામાં આવશે. નવ તબક્કામાં મતદાન 17 નવેમ્બર, 20 નવેમ્બર, 24 નવેમ્બર, 27 નવેમ્બર, 29 નવેમ્બર, 1 ડિસેમ્બર, 4 ડિસેમ્બર, 8 ડિસેમ્બર તેમજ 11 ડિસેમ્બરે યોજાશે. મતદાનની પ્રક્રિયા સવારે આઠ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ચાલશે.

જમ્મુ ડિવિઝનમાં 28 લાખ 63 હજાર 080 મતદારો

જમ્મુ ડિવિઝનમાં 28 લાખ 63 હજાર 080 મતદારો

કાશ્મીર ડિવિઝનમાં 29 લાખ 91 હજાર 128 મતજારો રજિસ્ટર્ડ છે જ્યારે જમ્મુ ડિવિઝનમાં 28 લાખ 63 હજાર 080 મતદારો છે. મતદાન કેન્દ્રો વિશે જાગૃત કરવા માટે ઉર્દૂ અને અંગ્રેજી ભાષામાં મતદારોને ચિઠ્ઠીઓ આપવામાં આવશે. ચૂંટણી લડના માટે કરાયેલા ખર્ચની લિમિટ સરપંચ માટે 20 હજાર રૂપિયા અને પંચ માટે 5 હજાર રૂપિયા રાખવામાં આવી છે. જે સ્થળોએ પહેલા બરફવર્ષા થાય છે તે સ્થળો પર પહેલા તબક્કામાં મતદાન રાખવામાં આવ્યુ છે. તેમાં કાશ્મીરના બાંદીપોરા, બારામુલા, ગાંદરબલ, કારગિલ, કુપવાડા, લેહ, ત્રીનગર સાથે જમ્મુના ડોડા, કઠુઆ, કિશ્તવાડ, પૂંછ, રાજોરી, રામબન તેમજ ઉધમપુરના પહાડી વિસ્તારોને રાખવામાં આવ્યા છે.

વાંચો આખો ચૂંટણી કાર્યક્રમ

વાંચો આખો ચૂંટણી કાર્યક્રમ

પહેલો તબક્કો-17 નવેમ્બરઃ ડોડા, કઠુઆ, કિશ્તવાડ, પુંછ, રાજૌરી, રામબન, ઉધમપુર.

બીજો તબક્કો-20 નવેમ્બરઃ ડોડા, કઠુઆ, કિશ્તવાડ, પુંછ, રાજૌરી, રામબન, ઉધમપુર.

ત્રીજો તબક્કો-24 નવેમ્બરઃ ડોડા, કઠુઆ, કિશ્તવાડ, પુંછ, રાજૌરી, રામબન, ઉધમપુર.

ચોથો તબક્કો-27 નવેમ્બરઃ ડોડા, જમ્મુ, કઠુઆ, કિશ્તવાડ, રાજૌરી, રામબન, ઉધમપુર.

પાંચમો તબક્કો-29 નવેમ્બરઃ ડોડા, જમ્મુ, પુંછ, રાજૌરી, રામબન, રિયાસી, ઉધમપુર.

છઠ્ઠો તબક્કો-1 ડિસેમ્બરઃ ડોડા, જમ્મુ, કઠુઆ, પુંછ, રાજૈરી, રામબન, રિયાસી, સાંબા, ઉધમપુર

સાતમુ ચરણ-4 ડિસેમ્બરઃ જમ્મુ, પુંછ, રાજૌરી, રામબન, રિયાસી, સાંબા

આઠમુ ચરણ-8 ડિસેમ્બરઃ જમ્મુ, કઠુઆ, રાજૌરી, રિયાસી, સાંબા

આ પણ વાંચોઃ Opinion Polls 2019: સપા-બસપા-કોંગ્રેસ સાથે આવતા શું થશે લોકસભાના સમીકરણો?આ પણ વાંચોઃ Opinion Polls 2019: સપા-બસપા-કોંગ્રેસ સાથે આવતા શું થશે લોકસભાના સમીકરણો?

English summary
jammu kashmir panchayat elections To Begin From November 17
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X