For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટને ખોટી જાણકારી આપવી ગંભીર મામલોઃ કપિલ સિબ્બલ

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે કહ્યુ છે કે સરકાર તરફથી રાફેલ મામલે સુપ્રીમ કોર્ટને ખોટી જાણકારી આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે કહ્યુ છે કે સરકાર તરફથી રાફેલ મામલે સુપ્રીમ કોર્ટને ખોટી જાણકારી આપવામાં આવી છે. સિબ્બલે કહ્યુ છે કે આ એક ગંભીર મામલો છે. પીએસીને એટર્ની જનરલને મળવુ જોઈએ અને આ અંગે સવાલ કરવો જોઈએ કે કોર્ટમાં કેમ ખોટી જાણકારી આપવામાં આવી. આને હલકામાં ન લઈ શકાય. સિબ્બલે અમિત શાહને એ નિવેદન પર પણ કટાક્ષ કર્યો જેમાં તેમણે કહ્યુ હતુ કે વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસને શોધવા માટે ટેલીસ્કોપની જરૂર પડશે. સિબ્બલે કહ્યુ કે શાહને એક ટેલીસ્કોપ ગિફ્ટ કરીશ જેથી તે વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ ભાજપને શોધી શકે.

આ પણ વાંચોઃ રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલટથી વધુ કમાય છે તેમની પત્ની સારાઆ પણ વાંચોઃ રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલટથી વધુ કમાય છે તેમની પત્ની સારા

kapil sibbal

રાફેલ ડીલની તપાસ કરાવવાની માંગ અંગે દાખલ કરેલ યાચિકાઓના સુપ્રીમ કોર્ટમાંથી ફગાવી દેવાયા બાદ આના પર આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. સિબ્બલથી પહેલા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ કે સરકારે સુપ્રીમ કોર્ટમાં જૂઠ બોલ્યુ છે કે સીએજી રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવી અને પીએસી સામે પણ. ત્યારબાદ પીએસીએ તેની તપાસ કરી. સુપ્રીમ કોર્ટમાં સરકારે કહ્યુ કે આ જાણકારી પબ્લિક ડોમેનમાં હાજર છે. તો સરકાર જણાવે કે આ જાણકારી ક્યાં હાજર છે? શું તમે તે જોઈ છે?

આ પહેલા રાહુલ ગાંધીએ શુક્રવાર સાંજે કહ્યુ કે આ રાફેલ ડીલમાં ઘપલો થયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે તે એ વાત પર અડગ છે કે રાફેલ ડીલ સાફ સુથરી નથી અને હજુ પણ કહી રહ્યા છે કે ચોકીદાર ચોર છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે 36 રાફેલ ફાઈટર જેટની ખરીદી કેસની કોર્ટની મોનિટરીંગમાં તપાસની માંગ કરતી અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે રાફેલ સૌદામાં કોઈ વિશેષ કમી નથી. કેન્દ્રના ફેસલા પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી. અદાલતમાં આ ફેસલા બાદ ભાજપ સતત રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર હમલાવર છે અને તેમન્ને રાફેલમાં જૂઠ બોલવાની વાત કહીને માફીની માંગ કરી રહ્યા છે. ભાજપનું કહેવુ છે કે રાહુલ ગાંધીએ રાફેલ અંગે ભ્રમ ફેલાવ્યો છે.

English summary
Kapil Sibal says Govt giving wrong facts in Supreme Court in Rafale Deal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X