For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ હવે અપક્ષ ધારાસભ્યોએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દરવાજા, ફ્લોર ટેસ્ટની માંગણી કરી

કર્ણાટકઃ હવે અપક્ષ ધારાસભ્યોએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દરવાજા, ફ્લોર ટેસ્ટની માંગણી કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કર્ણાટકમાં કુમારસ્વામી સરકારે સોમવારે બહુમત સાબિત કરવાનું છે. અગાઉ રાજ્યમાં ફરી એકવાર રાજનૈતિક હલચલ તેજ થઈ ગઈ છે. આ વચ્ચે રવિવારે બે નિર્દળીય ધારાસભ્ય એચ નાગેશ અને આર શંકરે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા અને કર્ણાટક સરકારને સોમવારે ફ્લોર ટેસ્ટ કરવા નિર્દેશ આપવાની માંગણી કરી. અગાઉ સરકારમાં સહયોગ કરી રહેલ બીએસપીએ કોંગ્રેસને મોટો ઝાટકો આપ્યો.

karnataka floor test

રાજ્યના બસપાના એકમાત્ર ધારાસભ્ય એન મહેશ ફ્લોર ટેસ્ટમાં સામેલ નહિ થાય. રવિવારે મહેશે કહ્યું કે પાર્ટી સુપ્રીમો માયાવતીએ આના માટે નિર્દેશ આપ્યા છે. વિશ્વાસ મત પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પણ બસપા ધારાસભ્ય સદનમાંથી ગેરહાજર રહ્યા હતા. જે બાદ કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે માયાવતીએ પોતાના ધારાસભ્યને ગઠબંધન સરકાર સાથે જવા માટે કહ્યું હતું. જ્યારે રવિવારે મુખ્યમંત્રી કુમારસ્વામીએ કોંગ્રેસ-જેડીએસ ધારાસભ્ય સાથે તાજ હોટલમાં બેઠક કરી.

યેદુરપ્પાએ ઉમ્મીદ જતાવી કે રાજ્યની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારના દિવસો પૂરા થઈ ચૂક્યા છે અને સોમવારે તેમની સરકારનો આખરી દિવસ હશે. હવે સોમવારે કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થનાર છે, જે કુમારસ્વામી સરકારનું ભવિષ્ય નક્કી કરશે. યેદુરપ્પાએ આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર કારણવિના બહુમત પરીક્ષણની તારીખને આગળ વધારી રહી છે, જ્યારે તેઓ જાણે છે કે તેમના દ્વારા પોતાના ધારાસભ્યોને જાહેર કરવામાં આવેલ વ્હીપનો કોઈ મતલબ નથી.

બીજી તરફ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં શીર્ષ અદાલતના 17 જુલાઈના ફેસલાને પડકાર ફેંકવામાં આવ્યો. જણાવી દઈએ કે કોર્ટે 17 જુલાઈએ કહ્યું હતું કે 15 બાગી ધારાસભ્યોને સદનની કાર્યવાહીનો ભાગ બનવા માટે મજબૂર ન કરી શકાય. આ ધારાસભ્યો ર વ્હીપ લાગૂ નહિ થાય. કોંગ્રેસ કર્ણાટક ચીફ દિનેશ ગુંડૂ રાવે અરજી દાખલ કરી કોર્ટ પાસે ફેસલા પર સ્પષ્ટીકરણની માંગ કરી.

શું આ વખતે પોતાના પારિવારિક 'દુર્ભાગ્ય'થી બચી શકશે દેવગૌડા પરિવાર?શું આ વખતે પોતાના પારિવારિક 'દુર્ભાગ્ય'થી બચી શકશે દેવગૌડા પરિવાર?

English summary
Karnataka: Independent legislators knocked on Supreme Court doors, demanded floor test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X