For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: યુપી-દિલ્હી બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ટકરાવ

કેન્દ્ર સરકાર પાસે પોતાની માંગ રાખવા માટે હરિદ્વારથી ચાલેલી "કિસાન ક્રાંતિ પદયાત્રા" ને પોલીસે મંગળવારે યુપી-દિલ્હી બોર્ડર પર રોકી લીધી.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર પાસે પોતાની માંગ રાખવા માટે હરિદ્વારથી ચાલેલી "કિસાન ક્રાંતિ પદયાત્રા" ને પોલીસે મંગળવારે યુપી-દિલ્હી બોર્ડર પર રોકી લીધી. આ દરમિયાન પોલીસની બેરીકેટ તોડીને દિલ્હીમાં પ્રવેશ કરવાની કોશિશ કરી રહેલા ખેડૂતો પર પોલીસે પાણીનો માર વરસાવ્યો છે. બેકાબુ થઇ રહેલા ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના ગોળા પણ છોડ્યા છે. ખબર આવી રહી છે કે આ દરમિયાન કેટલાક ખેડૂતો ઘાયલ પણ થયા છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે ખેડૂતોની માંગને સમર્થન આપતા તેમને દિલ્હીમાં પ્રવેશ આપવાની માંગ કરી છે.

આ પણ વાંચો: વિવેક તિવારી મામલે 'હિંદુની હત્યા' ટ્વીટ પર કેજરીવાલ ઘેરાયા, ભાજપી નેતાએ કરી ફરિયાદ

સરકારે બે મહિનાનો સમય માંગ્યો

સરકારે બે મહિનાનો સમય માંગ્યો

આપને જણાવી દઈએ કે દેવામાફી સહીત પોતાની ઘણી માંગો લઈને હરિદ્વારથી નીકળેલી હજારો ખેડૂતોની રેલી "કિસાન ક્રાંતિ પદયાત્રા" સોમવારે યુપીના ગાંઝીયાબાદ પહોંચી હતી. આ દરમિયાન ગાંઝીયાબાદમાં યુપી સીએમ યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહ ઘ્વારા ખેડૂતોના પ્રતિનિધિમંડળ સાથે વાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે ખેડૂતોની માંગ પર વિચાર કરવા માટે બે મહિનાનો સમય માંગ્યો. જયારે ખેડૂતોએ સરકારને મંગળવારે સવાર સુધીમાં નિર્ણય કરવાની વાત કહી.

ઘણા ખેડૂતોના ઘાયલ થવાની ખબર

ઘણા ખેડૂતોના ઘાયલ થવાની ખબર

પોલીસે બેરીકેટ લગાવીને યુપીથી દિલ્હીમાં પ્રવેશ કરતી બધી જ બોર્ડર સીલ કરી દીધી હતી. મંગળવારે સવારે જયારે ખેડૂતોની રેલી દિલ્હીમાં પ્રવેશ કરવાની કોશિશ કરવા લાગ્યા ત્યારે પોલીસ સાથે તેમનો ટકરાવ થયો. પોલીસે તેમના પર પાણીના ફુવારા અને ટીયર ગેસના ગોળા છોડ્યા ત્યારપછી હાલત બેકાબુ થઇ ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેટલાક ખેડૂતો ઘાયલ પણ થયા છે.

ખેડૂતોના સમર્થનમાં અખિલેશ અને કેજરીવાલ આવ્યા

ખેડૂતોના સમર્થનમાં અખિલેશ અને કેજરીવાલ આવ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખેડૂતોનું સમર્થન કર્યું છે. અરવિંદ કેજરીવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી મળવી જોઈએ. તેમને દિલ્હીમાં આવવાની પરમિશન કેમ નથી? આ ખોટું છે. બીજી બાજુ યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સરકારે ખેડૂતોને આપેલા વચનો પુરા કર્યા નહીં એટલા માટે સ્વાભાવિક છે કે ખેડૂતો વિરોધ કરશે. તેમને કહ્યું કે અમે ખેડૂતોનું સમર્થન કરીયે છે.

English summary
Kisan Kranti Padyatra: Police Use Water Cannons to Disperse Farmers at UP Delhi Border
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X